કોરોના સંકટ વચ્ચે આ દિગ્ગજ કંપની આપશે બોનસ, 15 હજાર ફ્રેશર્સને નોકરી આપશે

News18 Gujarati
Updated: May 21, 2020, 10:42 PM IST
કોરોના સંકટ વચ્ચે આ દિગ્ગજ કંપની આપશે બોનસ, 15 હજાર ફ્રેશર્સને નોકરી આપશે
પ્રતિકાત્ક તસવીર

કોરોના વાયરસના કારણે કંપનીઓને રેવેન્યૂ બાબતે મોટો ફટકો લાગ્યો છે. આ જ કારણ છે કે કંપનીઓ પોતાના કર્મચારીઓને કામમાંથી કાઢી રહી છે. અથવા તો કર્મચારીઓના પગારમાં કાપ મૂકી રહી છે.

  • Share this:
નવી દિલ્હીઃ કોરોના વાયરસ (Coronavirus)ના કારણે કંપનીઓને રેવેન્યૂ બાબતે મોટો ફટકો લાગ્યો છે. આ જ કારણ છે કે કંપનીઓ પોતાના કર્મચારીઓને કામમાંથી કાઢી રહી છે. અથવા તો કર્મચારીઓના પગારમાં કાપ મૂકી રહી છે. આવી સ્થિતિ વચ્ચે એચસીએલ ટેક્નોલોજી (HCL Technology)એ પોતાના દોઢ લાખ કર્મચારીઓના પગારમાં કોઈ જ પ્રકારનો કાપ મૂક્યો નથી. જ્યારે ગત વર્ષનું બોનસ પણ આપવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે કોરોનાના કારણે કંપનીના કારોબાર અને આવક ઉપર ખરાબ અસર થઈ છે છતાં પણ કંપનીએ એક પણ કર્મચારીને કાઢશે નહીં.

HCL 15 હજાર ફ્રેશર્સને આપશે નોકરી
સોફ્ટવેર સેવા ઉપલબ્ધ કરાવનારી દેશની ત્રીજી સૌથી મોટી કંપની એચસીએલ ટેક્નોલોજીએ આ પહેલા 15000 ફ્રેશર્સને નોકરી આપવાની ઓફર આપી છે. મહારાષ્ટ્ર ટાઈમ્સમાં છપાયેલા સમાચાર પ્રમાણે કોરોના સંકટના કારણે કંપનીનો એક પણ પ્રોજેક્ટ રદ થયો નથી. પરંતુ નવા પ્રોજેક્ટના કામમાં મોડું જરૂર થયું છે. આમાં પણ કંપની સારી સંભાવનાઓ શોધી રહી છે. જ્યાં જરૂરી છે ત્યાં ભરતી કરવામાં આવી રહી છે. આમ એચસીએલ ટેકના એચઆર પ્રમુખ અપ્પારાવ વીવીએ સ્પષ્ટ કર્યું છે.

આ પણ વાંચોઃ-મેં કહા ભી જા શકતા હું': સુરતના કોરોના રેડ ઝોન પાસે ઉભેલા યુવકોએ પોલીસ સાથે ગાળાગાળી કરી

2008ની મંદીમાં પણ પગાર ન્હોતો કાપ્યો
કંપનીના એચઆર પ્રમુખે કહ્યું હતું કે કંપની જે બોનસ આપે છે તે કર્મચારીઓની છેલ્લા 12 મહિનાની મહેનત હોય છે. એટલા માટે કર્મચારીઓને તેનો સંપૂર્ણ લાભ મળવો જોઈએ આમ કંપની માને છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષ 2008ની વૈશ્વિક મંદી હોય કે અન્ય કોઈપણ સંકટ હોય કંપનીએ પોતાના કર્મચારીઓના પગારમાં ક્યારેય કાપ મૂક્યો નથી.આ પણ વાંચોઃ-પરિવાર ઉપર આભ તૂટ્યું! કોરોનાથી પિતાના મોત બાદ અંતિમ સંસ્કાર માટે સંબંધીઓનો ઈન્કાર, હોસ્પિટલે દાખવી માનવતા

ઘરેથી કામ કરતા કર્મચારીઓની પ્રોડક્ટિવિટી વધી
અપ્પારાવે કહ્યું કે છેલ્લા મહિનાઓમાં લોકડાઉનના કારણે ઘરે કામ કરી રહેલા કર્મચારીઓની પ્રોડક્ટિવિટી 16-17 ટકા વધી છે. આવી સ્થિતિમાં પ્રભાવિત થઈને કંપનીએ ભવિષ્યમાં 50 ટકા કર્મચારીઓને ઘરેથી કામ કરવાની (Work From Home) તૈયારી શરૂ કરી દીધી છે.
First published: May 21, 2020, 10:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading