Home /News /business /આ શેરે રોકાણકારોના ખિસ્સા કર્યા ખાલી, એટલો ગબડ્યો કે 1 લાખના કરી દીધા 8 હજાર
આ શેરે રોકાણકારોના ખિસ્સા કર્યા ખાલી, એટલો ગબડ્યો કે 1 લાખના કરી દીધા 8 હજાર
બુધવારે આ શેર ઘટીને 11.70 રૂપિયાના સ્તર પર બંધ થયા
Bonus share: કંપની તરફથી સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં બતાવવામાં આવ્યુ છે કે, ‘સેબીના નિયમ અનુસાર અમે તમને જણાવવા માંગીએ છીએ કે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 27 ઓક્ટોબર, 2022ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. કંપની 1:1 ના ગુણોત્તરમાં ઈક્વિટી શેરને બોનસ શેર જાહેર કરશે’
નવી દિલ્હીઃ શેરબજારની ચાલ પણ વિચિત્ર છે. જે આને સમજે છે, તે થોડા જ સમયમાં સારા રૂપિયા કમાઈ લે છે. પરંતુ જે આને સમજી શકતા નથી તે મેળવે છે તે પણ ગુમાવી દે છે. તમારે એક પરંતુ અનેક મલ્ટીબેગર શેર વિશે વાંચ્યુ હશે. આ શેરોએ રોકાણકારોને ઓછા સમયમાં જ સારું વળતર આપ્યુ છે. પરંતુ એક શેર એવો પણ છે જે ઝડપથી નીચે આવ્યો છે અને રોકાણકારોને કંગાળ બનાવી દીધા છે.
બોર્ડે 1:1 બોનસ શેર માટે રેકોર્ડ તારીખ નક્કી કરી
આ શેર ડેબોક ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડનો છે. જેણે રોકાણકારોને તગડુ નુકસાન આપ્યું છે. ડેબોક ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના બોર્ડે 1:1 બોનસ શેર માટે રેકોર્ડ તારીખ નક્કી કરી છે. કંપનીની માર્કેટ કેપ 89.24 કરોડ રૂપિયાની છે. કંપની તરફથી સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગમાં બતાવવામાં આવ્યુ છે કે, ‘સેબીના નિયમ અનુસાર અમે તમને જણાવવા માંગીએ છીએ કે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સે 27 ઓક્ટોબર, 2022ને રેકોર્ડ ડેટ તરીકે નક્કી કરી છે. કંપની 1:1 ના ગુણોત્તરમાં ઈક્વિટી શેરને બોનસ શેર જાહેર કરશે’
ડેબોક ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેરોએ રોકાણકારોને ગત એક વર્ષમાં લગભગ 92 ટકાનું નુકસાન આપ્યુ છે. બુધવારે આ શેર ઘટીને 11.70 રૂપિયાના સ્તર પર બંધ થયા. એક વર્ષ પહેલા આ શેક 147 રૂપિયાના સ્તર પર હતા. 52 સપ્તાહ દરમિયાન શેરનું સૌથી નીચલુ સ્તર 12.15 રૂપિયા છે. જ્યારે, તેનું ઉચ્ચ સ્તર 156.95 રૂપિયા છે.
જે રોકાણકારોએ આ શેરમાં એક વર્ષ પહેલા એક લાખ રૂપિયાનું રોકાણ કર્યુ છે. જેને હાલ સુધી કાયમ રાખ્યુ છે. તો હવે તે રકમ ઘટીને 8,000 રૂપિયા થઈ ગઈ હશે. જો કે, ગત પાંચ દિવસોમાં શેરમાં 11.57 ટકાની તેજી જોવામાં આવી છે. છ મહિનાની વાત કરીએ તો, આમાં 90 ટકા ઘટાડો નોંધાયો છે. આ વર્ષે આ શેર 147 રૂપિયાથી ઘટીને 11.70 રૂપિયા પર આવી ગયા છે.
એક લાખના 8,000 રહેવાનું ગણિત
જો તમે કે તમારા કોઈ જાણીતા વ્યક્તિએ આ શેરમાં એક વર્ષ પહેલા 147 રૂપિયાનું રોકાણ કર્યુ હશે તો, તે સમયે 1 લાખ રૂપિયામાં 680 શેર મળ્યા હશે. પરંતુ બુધવારે શેર 11.70 રૂપિયાના ભાવ પર ઘટીને 8,000 રૂપિયાના થઈ ગયા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર