નવી દિલ્હીઃ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે EPFOના 7 કરોડ સબસક્રાઈબર્સ માટે આ મહિનાના અંત સુધી મોટી ખુશખબર આવી રહી છે. સરકાર EPF ખાતાધારકના ખાતામાં નાણાકીય વર્ષ 2022નુ વ્યાજ ટ્રાન્સફર કરવાની છે. જાણકારી અનુસાર, આ વખતે 8.1 ટકાના દરે વ્યાજ મળશે. હજુ સુધી મળેલી જાણકારી અનુસાર, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠને નાણાકીય વર્ષ 2022માં પીએફ ખાતામાં મળવા વાળા વ્યાજની ગણતરી કરી દીધી છે. વહેલી તકે ખાતાધારકોના ખાતામાં તેને ટ્રાન્સફર કરવામાં આવશે. આ વખતે સરકારના ખાતામાં જમા કુલ 72,000 કરોડ રૂપિયા નોકરીયાતોના ખાતામાં નાખવામાં આવશે.
ક્યારે ટ્રાન્સફર કરવામાં આવસે રૂપિયા?
નોંધનીય છે કે, ગત વર્ષે લોકને વ્યાજ માટે 6થી 8 મહિનાની રાહ જોવી પડી હતી. પરંતુ, ગત વર્ષે કોરોના મહામારીના કારણે સ્થિતિ અલગ હતી. આ વર્ષે સરકાર વિલંબ નહિ કરે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ મહિનાના અંત સુધી વ્યાજના રૂપિયા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી શકે છે. આ વર્ષનું વ્યાજ 40 વર્ષના સૌથી નીચલા સ્તર પર છે.
વ્યાજની ગણતરી એકદમ સરળ છે
- જો તમારા પીએફ ખાતામાં 10 લાખ રૂપિયા છે, તો વ્યાજના રૂપમાં 81,000 રૂપિયા મળશે. - જો તમારા પીએફ ખાતામાં 7 લાખ રૂપિયા છે, તો વ્યાજના રૂપમાં 56,700 રૂપિયા મળશે. - જો તમારા પીએફ ખાતામાં 5 લાખ રૂપિયા છે, તો વ્યાજના રૂપમાં 40,500 રપિયા મળશે. - તમારા ખાતામાં એક લાખ રૂપિયા છે, તો 8,100 રૂપિયા મળશે.
તમે તમારા પીએફના રૂપિયા ચેક કરવા માંગો છો તો, તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબરથી 011-22901406 પર મિસ્ડ કોલ કરવો પડશે. ત્યારબાદ EPFO ના મેસેજ દ્વારા તમને પીએફની જાણકારી મળી જશે. અહીં તમારુ UAN, પાન અને આધાર લિંક હોવુ જરૂરી છે.
2. ઓનલાઈન ચેક કરો બેલેન્સ
1. ઓનલાઈન બેલેન્સ ચેક કરવા માટે તમે EPFOની વેબસાઈટ પર લોગ ઈન કરો, epfindia.gov.in પર ઈ-પાસબુક પર ક્લિક કરો. 2. હવે ઈ-પાસબુક પર ક્લિક કર્યા બાદ એક નવુ પેજ passbook.epfindia.gov.in ખુલશે. 3. અહીં તમે તમારુ યૂઝર નામ, પાસવર્ડ અને કેપ્ચા ભરો. 4. બધી જ માહિતી ભર્યા પછી એક નવુ પેજ ખુલશે અને અહીં મેમ્બર આઈડી પસંદ કરવાનું રહેશે. 5. અહીં ઈ-પાસબુક પર તમારુ ઈપીએફ બેલેન્સ મળી જશે.
1. આ માટે તમે તમારુ ઉમંગ એપ ખોલો અને ઈપીએફઓ પર ક્લિક કરો. 2. હવે તમે અન્ય પેજ પર employee-centric services ક્લિક કરો 3. અહીં તમે ‘વ્યૂ પાસવર્ડ’ પર ક્લિક કરો. ત્યારબાદ તમારો યૂએએન નંબર અને પાસવર્ડ નંબર દાખલ કરો. 4. ઓટીપી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવી જશે. આ પછી તમે તમારુ પી એફ બેલેન્સ ચેક કરી શકો છો.
જો તમારો UAN નંબર EPFOની પાસે રજિસ્ટર્ડ છે તો, તમે તમારા PF બેલેન્સની જાણકારી મેસેજ દ્વારા લઈ શકો છો. આ માટે તમારે 7738299899 પર EPFOHO લખીને મોકલવુ પડશે. ત્યારબાદ તમને પીએફની જાણકારી મેસેજ દ્વારા મળી જશે. જાણકારી અનુસાર, જો તમે હિન્દી ભાષામાં જાણકારી જોઈએ છે તો, EPFOHO UAN લખીને મોકલવું પડશે. પીએફ બેલેન્સ જાણવા માટે આ સર્વિસ અંગ્રેજી, પંજાબી, મરાઠી, હિન્દી, કન્નડ, તેલુગૂ, તમિલ, મલયાલમ અને બંગાળીમાં મળી રહી છે. પીએફ બેલેન્સ માટે જરૂરી છે કે, તમારું UAN, બેંક એકાઉન્ટ, પાન અને આધાર સાથે લિંક હોવુ જરૂરી છે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર