Home /News /business /ગજબ! 20 વર્ષના કોલેજ સ્ટુડન્ડે શેરબજારમાં એક મહિનામાં કરી અધધ રુ. 664 કરોડની કમાણી
ગજબ! 20 વર્ષના કોલેજ સ્ટુડન્ડે શેરબજારમાં એક મહિનામાં કરી અધધ રુ. 664 કરોડની કમાણી
20 વર્ષના વિદ્યાર્થીએ શેરબજારમાં એક મહિનામાં કરોડોની કમાણી કરી
Stock Market Update: શેરબજારમાં રોકાણ કરતા દરેક લોકો એવું જ ઈચ્છતા હોય છે કે તેઓ રાતોરાત કરોડોપતિ બની જાય અને તેના માટે તેમણે મોટી રકમનું રોકાણ પણ કરવું પડે નહીં. તેમનું નાનકડું રોકાણ જ અનેકગણું રિટર્ન આપી દે અને તેઓ કરોડપતિ બની જાય. જોકે ક્યારેક આવું બને પણ છે જે આ 20 વર્ષના વિદ્યાર્થી સાથે બન્યું છે. આ વિદ્યાર્થીએ ખરીદેલા શેર એક મહિનામાં અનેકગણા વધી ગયા.
શેરબજારમાં મોટાભાગના રોકાણકારો ઓછા રુપિયાનું રોકાણ કરીને શક્ય તેટલી વહેલી તકે વધુમાં વધુ રુપિયા કમાવવા માંગે છે. બજારના ઘણા મલ્ટીબેગર શેરોએ રોકાણકારોને ઘણી વખત કરોડપતિ પણ બનાવ્યા છે. અહીં અમે તમને એવા જ એક વિદ્યાર્થી વિશે જણાવી રહ્યા છીએ જે એક મહિનામાં જ શેરબજારમાં રુપિયા લગાવી કરોડોપતિ બની ગયો છે. જોકે આ વિદ્યાર્થીએ આ માટે એક મોટી રકમ શેરબજારમાં લગાવી હતી પરંતુ આ રકમ તેની પોતાની નહોતી. આ વિદ્યાર્થીએ 215 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું અને એક મહિનામાં ડ તેનું રોકાણ 878 કરોડ રૂપિયા થઈ ગયું. એટલે કે આ વિદ્યાર્થીએ એક મહિનામાં 664 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
આ વિદ્યાર્થી અમેરિકાના કેલિફોર્નિયામાં રહે છે અને તેની ઉંમર 20 વર્ષ છે. આ અમેરિકન વિદ્યાર્થીનું નામ જેક ફ્રીમેન છે અને તે યુનિવર્સિટી ઓફ સાઉથ કેલિફોર્નિયાનો વિદ્યાર્થી છે. જેક ફ્રીમેને Bed Bath and Beyond કંપનીના શેર ખરીદ્યા હતા, જેમાં તેણે રોકાણ કરીને કરોડો રૂપિયાની કમાણી કરી હતી. આ શેરમાં એક જ મહિનામાં તેના રુપિયા પાંચ ગણાથી વધુ વધી ગયા હતા.
જેક ફ્રીમેને આ કંપનીના 50 લાખ શેર 440 રૂપિયા પ્રતિ શેરના ભાવે ખરીદ્યા હતા. જેના માત્ર એક મહિનામાં જ આ શેરની કિંમત 2,160 રૂપિયા થઈ ગઈ હતી. જે બાદ જેક ફ્રીમેને આ શેર તરત જ વેચી દીધા હતા અને પોતાના રોકાણ પર રુ. 664 કરોડ એક જ મહિનામાં કમાણી કરી હતી. અહીં મહત્વનું છે કે તેણે ન્યૂઝ વેબસાઈટ DailyMail.comને જણાવ્યું કે તેણે પોતાના મિત્રો અને પરિવારજનો પાસેથી લોન સ્વરુપે આ રુપિયા ઉધાર લઈને શેરબજારમાં લગાવ્યા હતા.
જેકે જણાવ્યું કે તેના માતા-પિતાને એ વાતનો ડર છે કે આટલા રુપિયા કમાયા પછી કોઈ તેનું અપહરણ કરી લેશે. જોકે તેણે કહ્યું કે પોતાને એવું નથી લાગતું. તેણે જણાવ્યું કે તેના કાકા સાથે વાત કર્યા બાદ તેણે આ પૈસા Bed Bath And Beyond કંપનીના શેરમાં લગાવ્યા હતા. હવે આ રુપિયાથી તે ઉછીના લીધેલા રુપિયા પરત ચૂકવી દેશે અને આગળ પણ રોકાણ કરવાનો પ્લાન બનાવશે.
(Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
Published by:Mitesh Purohit
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર