Home /News /business /Electric Vehicle : એક વર્ષમાં ઈલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ વાહનો જેટલી થશે : Nitin Gadkari
Electric Vehicle : એક વર્ષમાં ઈલેક્ટ્રિક વાહનોની કિંમત પેટ્રોલ વાહનો જેટલી થશે : Nitin Gadkari
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી
એક વર્ષમાં ઈલેક્ટ્રિક વાહનો (Electric Vehicle, EVs)ની કિંમત પેટ્રોલ પર ચાલતી ગાડીઓની કિંમત જેટલી જ હશે. નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, સરકાર પેટ્રોલ અને ડીઝલને બદલે ઇથેનોલને પ્રોત્સાહન આપી રહી છે.
ભારતમાં ઈલેક્ટ્રિક વાહનોને લઈને લોકોમાં ખૂબ જ કન્ફ્યૂઝન જોવા મળી રહ્યું છે. લોકોના મનમાં વાહનની ગુણવત્તા અને તેની કિંમતને લઈને અનેક સવાલ રહે છે. જોકે, હવે ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થઈ શકે છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી (Transport and Highways Minister Nitin Gadkari) એ શુક્રવારે ઈલેક્ટ્રિક વાહનો અંગે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, એક વર્ષમાં ઈલેક્ટ્રિક વાહનો (Electric Vehicle, EVs)ની કિંમત પેટ્રોલ પર ચાલતી ગાડીઓની કિંમત જેટલી જ હશે. નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, સરકાર પેટ્રોલ અને ડીઝલને બદલે ઇથેનોલને પ્રોત્સાહન આપી રહી છે.
તેમણે Tv9 ના કાર્યક્રમ ‘ભારત આજ ક્યા સોચતા હૈ’ માં આ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ‘એક વર્ષમાં પેટ્રોલની ગાડીઓ અને ઈલેક્ટ્રિક વાહનોની કિંમત એકસરખી થઈ જાય તેવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેનાથી પેટ્રોલ, ડીઝલ પર ખર્ચ થતા વિદેશી ચલણની બચત થઈ શકશે.’
બેટરીની ઉચ્ચ કિંમતના કારણે ઈલેક્ટ્રિક વાહનોની કિંમત વધુ છે. વાહનોની કુલ કિંમતમાં 35 થી 40 ટકા રકમ આ બેટરીની જ હોય છે. સરકાર વ્યાપક સ્તરે ગ્રીન એનર્જી પર વધુ ધ્યાન આપી રહી છે. નીતિન ગડકરીએ જણાવ્યું કે, જળમાર્ગની સરખામણીએ પરિવહન એક સસ્તો વિકલ્પ છે, જેના પર હાલમાં કામ કરવામાં આવી રહ્યું છે.
રોડ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નિતિન ગડકરીએ ગુરૂવારે મહત્વની જાહેરાત કરી હતી. નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, રોડ પર વાહન ઊભું રાખનાર લોકો માટે હું એક કડક નિયમ લાવી રહ્યો છું. જે પણ રોડ પર વાહન ઊભું રાખશે તેમને રૂ.1000 દંડ ફટકારવામાં આવશે. જો કોઈ વ્યક્તિ ખોટી રીતે પાર્ક કરેલ ગાડીનો ફોટો પાડીને મોકલશે તો તેમને ઈનામ તરીકે રૂ.500 આપવામાં આવશે. તેમણે આ વાત પર નારાજગી વ્યક્ત કરી હતી કે, અનેક લોકો વાહન પાર્કિંગ ઝોનમાં પાર્ક કરતા નથી અને કોઈપણ જગ્યાએ વાહન ઊભું રાખી દે છે.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર