ભારતના આ રાજ્યમં પેટ્રોલથી મોંઘુ વેચાઇ રહ્યું છે ડીઝલ, આ છે કારણ

News18 Gujarati
Updated: October 22, 2018, 1:18 PM IST
ભારતના આ રાજ્યમં પેટ્રોલથી મોંઘુ વેચાઇ રહ્યું છે ડીઝલ, આ છે કારણ
પ્રતિકાત્મ તસવીર

ઓડિશામાં પેટ્રોલની તુલનામાં ડીઝલ મોંઘું વેચાઇ રહ્યું છે. રાજ્યમાં એક લિટર ડીઝલનો ભાવ પેટ્રોલ કરતા 12 પૈસા વધારે છે.

  • Share this:
ઓડિશામાં પેટ્રોલની તુલનામાં ડીઝલ મોંઘું વેચાઇ રહ્યું છે. રાજ્યમાં એક લિટર ડીઝલનો ભાવ પેટ્રોલ કરતા 12 પૈસા વધારે છે. ભુવનેશ્વરમાં રવિવારે એક લિટર પેટ્રોલનો ભાવ 80.57 રૂપિયા જ્યારે ડીઝલનો ભાવ 80.69 રૂપિયા પ્રતિ લિટર હતો. રાજ્યની બીઝુ જનતા દળ સરકાર અને વિપક્ષી કોંગ્રેસ પાર્ટીએ આ અંગે કેન્દ્ર સરકારની ખોટી નીતિઓનો દોષ ગણાવ્યો હતો.

ઉત્કલ પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના મહાસચિવ સંજય લાથે કહ્યું હતું કે, આવું પહેલીવાર થયું છે કે, જ્યારે ડીઝલના ભાવ પેટ્રોલ કરતા ઉપર જતા રહ્યા હોય. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, બીજા રાજ્યોમાં પેટ્રોલ અને ડીઝલ ઉપર વેટના દર અલગ અલગ લગાવવામાં આવ્યા છે. ઓડિશામાં બંને ઇંધણો ઉપર 26 ટકા વેટ દર લગાવ્યો છે. તેમણેદાવો કર્યો છે કે ભાવ ઉંચા રહેવાના કારણે ડીઝલનું વેચાણ ઓછું થયું છે.

ઓડિશાના નાણામંત્રી એસ.બી. બેહડાએ કહ્યું કે, "આ અસંતુલન મુખ્ય રુપથી કેન્દ્રની બીજેપીની એનડીએ સરકારની ખોટી નીતિઓના કારણ થઇ છે. કેન્દ્ર સરકાર અને ઓઇલ માર્કેટિંગ કંપનીઓની સુનિયોજીત સમજ હોવી જોઇએ." બીજી તરફ બીજેપીની રાજ્ય એકમોના મહાસચિવ પૃથ્વીરાજ હરિચંદ્રને કહ્યું કે, "દેશમાં દરેક વ્યક્તિ જાણે છે કે, ઇંધણના ભાવો કેમ વધી રહ્યા છે. "

દેશના 13 રાજ્યોમાં ઇંધણ ઉપર વેટમાં ઘટાડો થયો છે પરંતુ ઓડિશા સરકારે આ અંગે હજી સુધી કોઇ જ નિર્ણય લીધો નથી. પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જેઓ ઓડિશાથી આવે છે. અને રવિવારે એક વખત ફિર રાજ્ય સરકારને પેટ્રોલ અને ડીઝલના ઉપર વેટ ઓછા કરવાની અપીલ કરી છે. જેથી જનતા અને વધારે રાહત મળી શકે.
First published: October 22, 2018, 1:18 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading