'Forbes India Tycoons of Tomorrow' માં સન્માનિત થશે ભારતના ‘ફ્યુચર આઈકન’

News18 Gujarati
Updated: September 22, 2018, 8:18 PM IST
'Forbes India Tycoons of Tomorrow' માં સન્માનિત થશે ભારતના ‘ફ્યુચર આઈકન’
Forbes India Tycoons of Tomorrow માં સન્માનિત થશે ભારતના ‘ફ્યુચર આઈકન

ભારતના સૌથી મોટા ફ્યુચર આઈકનની હાજરીમાં 25 સપ્ટેમ્બરે મુંબઈમાં ‘ફોર્બ્સ ઇન્ડિયા ટાઇકૂન ઓફ ટુમોરો’ ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે

  • Share this:
ભારતના સૌથી મોટા ફ્યુચર આઈકનની હાજરીમાં 25 સપ્ટેમ્બરે મુંબઈમાં ‘ફોર્બ્સ ઇન્ડિયા ટાઇકૂન ઓફ ટુમોરો’ ઇવેન્ટનું આયોજન કરવામાં આવશે. ઇવેન્ટમાં એ બધા અચીવર્સનું સન્માન કરવામાં આવશે, જે મેગેઝીનના આ વર્ષના તાજા અંક ‘ફોર્બ્સ ઇન્ડિયા ટાઇકૂન ઓફ ટુમોરો’માં સામેલ છે.

ફેસબુકના સહયોગથી યોજાનાર ‘ફોર્બ્સ ઇન્ડિયા ટાઇકૂન ઓફ ટુમોરો’ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં પારીવારિક વેપાર સંભાળનાર, ફર્સ્ટ જનરેશનના ઉદ્યીમી, અભિનેતા, ખેલાડી હાજર રહેશે. જેમણે પોત-પોતાના ક્ષેત્રમાં પરંપરાથી હટીને કામ કર્યું છે.

ફોર્બ્સ ઇન્ડિયાના એડિટર બ્રાયન કાર્વાલ્હોએ કહ્યું છે કે ભલે ચીન, તુર્કી કે ભારત હોય આ દેશોના નવા અબજોપતિ જ છે જે વિકાસ અને ઔદ્યોગિકરણને પ્રોત્સાહન આપે છે. વૈશ્વિક સ્તર પર વ્યવસાયથી વધારેમાં વધારે નોકરીઓ લોકોને આપવી આ ટાઇકૂનની જવાબદારી છે.

આ ઇવેન્ટમાં ઇનસાઇટફુલ ટોક અને પેનલ ડિસ્કશન જેવી ઘણી બાબતો સામેલ હશે.

‘બિલ્ડિંગ ટુમોરો ઇન્ડિયા’ના પેનલ ડિસ્કશનમાં કરન અદાણી, અશ્ની બિયાની, ઉપાસના કામનીની કોનિદેલા, રાજીવ કાર્તિકેયન, રાધા કપૂર ખન્ના, અનંત ગોયન્કા સામેલ થશે. જેને શેરીન ભાન મોડરેટ કરશે.

Forbes India
ભારતીય સિનેમામાં કહાનીના બદલાયેલા ચરિત્ર પર હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના નવોદિત કલાકારો જેવા કે વિકી કૌશલ અને ભુમિ પેડનેકર ચર્ચા કરશે. જ્યારે ઓલિમ્પિક મેડાલિસ્ટ પીવી સિંધુ, અભિનવ બિન્દ્રા, અભિનેત્રી રાણી મુખરજી અને રણવીર સિંહ પણ આ કાર્યક્રમનો ભાગ બનશે.

ટાઇકૂન ઓફ ટૂમોરો કોઈ રેન્કિંગ નથી પણ ફોર્બ્સ ઇન્ડિયા ટીમ અને 6 સભ્યોની જૂરી તરફથી આપેલ સલાહના આધારે તૈયાર કરેલ લિસ્ટ છે. આ જૂરીમાં આદિત્ય બિડલા કેપિટલના સીઇઓ અજય શ્રીનિવાસન, હેવલ્સ ઇન્ડિયાના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર અનિલ રાય ગુપ્તા, ટીમ લીઝ સર્વિસેજના સહ સંસ્થાપક અને કાર્યકારી અધ્યક્ષ મનીષ સભરવાલ, આઈસીઆઈસીઆઈ વેન્ચર ફંડ્સ્ મેનેજમેન્ટના પ્રબંધ નિર્દેશક અને સીઈઓ પ્રશાંત પુરકર, ઇન્ડિયન સ્કુલ ઓફ બિઝનેસના ડીન રાજેન્દ્ર શ્રીવાસ્તવ, એડેલવાઇસ સમુહના અધ્યક્ષ, પ્રબંધ નિર્દેશક અને સીઈઓ રશેષ શાહ સામેલ છે.

ટૂમોરો ટાઇકૂનના લિસ્ટમાં જોરાવર કાલરા, પીસી મુસ્તુફા, નાદિયા ચૌહાણ, નીતિન અને નિખીલ કામત, અભિષેક લોધા, અશ્ની બિયાની, રીતેશ અગ્રવાલ, અમીરા શાહ, અંકુર જૈન, અનન્ય બિડલા જેવા ઘણા નામો સામેલ છે.
First published: September 22, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading