અમદાવાદઃ અત્યારે લગ્નસરાની સિઝન ચાલી રહી છે. બીજી તરફ કોરોના વાયરસનો ભય પણ ફેલાયેલો છે. લગ્નસરાની સિઝન વચ્ચે આજે ચાંદીના ભારે કડાકો બોલાયો હતો. અમદાવાદ બુલિયન માર્કેટમાં આજે શનિવારે એક કિલો ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો કડાકો બોલાયો હતો. જોકે, સોનામાં પાછલા બંધભાવમાં કોઈ ફેરફાર થયો ન હતો.
અમદાવાદમાં ચાંદીના ભાવ
અમદાવાદમાં ઝવેરી બજારમાં (Silver Price, 05 December 2020 in Ahmedabad) આજે શનિવારે એક કિલો ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો કડાકો બોલાયો હતો. જેના પગલે ચાંદી ચોરસા 63,000 રૂપિયા અને ચાંદી રુંપુ 62,500 રૂપિયાના ભાવે પહોંચી હતી. જો કે, શુક્રવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો વધારો થતાં ચાંદી ચોરસા 64,000 રૂપિયા અને ચાંદી રુંપુ 63,500 રૂપિયાની લેવલે રહી હતી.
અમદાવાદમાં સોનાના ભાવ
અમદાવાદ બુલિયન માર્કેટમાં (Gold Price, 05 December 2020 in Ahmedabad) આજે શનિવારે 10 સોનાના ભાવમાં દિવસ દરમિયાનના કારોબારના અંતે પાછળા ભાવમાં કોઈ ફેરફાર ન થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 51,000 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 50,800 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું.જો કે, શુક્રવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 200 રૂપિયાનો ઘટાડો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 51,000 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 50,800 રૂપિયાના ભાવે બંધ રહ્યું હતું.
આ પણ વાંચોઃ-અમદાવાદઃ dating appsમાં યુવતીઓ શોધતા યુવકો સાવધાન! યુવકોને ટાર્ગેટ કરતી સુંદર મહિલા કેવી રીતે ચલાવતી હતી આખું રેકેટ?
આ પણ વાંચોઃ-જામનગર ફરી થયું શર્મશાર! ખરીદી કરવા આવેલી સગીરા સાથે કાપડની દુકાનમાં આચર્યું દુષ્કર્મ, મારી નાંખવાની આપી ધમકી
આ પણ વાંચોઃ-સુરતઃ 'મારા મોત બાદ ઇન્સાફ અપાવજો' દિવાલ ઉપર કારણ લખી પતિનો આપઘાત, માથાભારે પત્નીના ત્રાસથી કંટાળી યુવકે ફાંસો ખાધો
દિલ્હીમાં સોના-ચાંદીનો ભાવ
દિલ્હી સરાફા બજારમાં શનિવારે રજા હોય છે જોકે, શુક્રવારે સોનાના ભાવમાં 136 રૂપિયાનો વધારો થતાં 10 ગ્રામ વધતાં 48,813 રૂપિયાના ભાવે રહ્યો હતો. જ્યારે એક કિલો ગ્રામ ચાંદીના ભાવમાં 346 રૂપિયાનો ઘટાડો થતાં 48,949 રૂપિયા બંધ થઈ હતી.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવ
વૈશ્વિક બુલિયન માર્કેટમાં સોનું 1842 ડોલર પ્રતિ ઔંસના ભાવે રહ્યું હતું. ચાંદી 24.20 ડોલર પ્રતિ ઔંસના સ્તરે બંધ રહી હતી.