અમદાવાદઃ લગ્નની સિઝનમાં સતત ત્રીજા દિવસે મોંઘું થયું Gold, જાણો સોના-ચાંદીના આજના નવા ભાવ

અમદાવાદઃ લગ્નની સિઝનમાં સતત ત્રીજા દિવસે મોંઘું થયું Gold, જાણો સોના-ચાંદીના આજના નવા ભાવ
પ્રતિકાત્મક તસવીર

અમેરિકા અને યુરોપીય સંઘ દ્વારા પ્રોત્સાહન પેકેજની આશાથી સોનું મોંઘું થયું છે. બીજી તરફ કોવિડ-19 વેક્સીનના સ્તરે પણ આશા વધી રહી છે. જેના પગલે બંને કિંમતી ધાતુઓમાં સપોર્ટ મળ્યો છે.

 • Share this:
  અમદાવાદઃ વૈશ્વિક બજારોમાં સોનાના ભાવમાં આવેલી ચમકના કારણે સ્થાનિક બજારોમાં સોનાના ભાવમાં તેજી જોવા મળી હતી. અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad bullion market) સતત ત્રણ દિવસથી સોનાના ભાવમાં (Gold price today) તેજી જોવા મળી રહી છે. જ્યારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં બીજા દિવસે પણ પીળી ધાતુના ભાવમાં વધારો થયો હતો. સ્થાનિક સ્તર ઉપર લગ્નની મોસમ જામી છે ત્યારે લગ્નસરાની સિઝનની (Wedding season) ખરીદી નીકળતા સોનાના ભાવમાં અસર પડી હોવાનું નિષ્ણાંતોનું માનવું છે.

  અમદાવાદમાં ચાંદીનો ભાવ


  અમદાવાદમાં ઝવેરી બજારમાં (Silver Price, 03 December 2020 in Ahmedabad) આજે ગુરુવારે કારોબારી દિવસના અંતે એક કિલો ચાંદીના ભાવમાં પાછલા બંધ ભાવમાં કોઈ ફેરફાર ન થતાં ચાંદી ચોરસા 63,500 રૂપિયા અને ચાંદી રુંપુ 63,300 રૂપિયાની સપાટીએ સ્થિર રહી હતી. જો કે, બુધવારે એક કિલો ચાંદીમાં 2000 રૂપિયાનો ભારે ઉછાળો નોંધાતા ચાંદી ચોરસા 63,500 રૂપિયા અને ચાંદી રુંપુ 63,300 રૂપિયાના લેવલે બંધ રહી હતી.

  અમદાવાદમાં સોનાનો ભાવ
  અમદાવાદ બુલિયન માર્કેટમાં (Gold Price, 03 December 2020 in Ahmedabad) આજે ગુરુવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 200 રૂપિયાનો સુધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 51,000 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 50,800 રૂપિયાના ભાવે બંધ રહ્યું હતું. જો કે, બુધવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 800 રૂપિયાનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 50,800 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 50,600 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ dating appsમાં યુવતીઓ શોધતા યુવકો સાવધાન! યુવકોને ટાર્ગેટ કરતી સુંદર મહિલા કેવી રીતે ચલાવતી હતી આખું રેકેટ?

  દિલ્હી બજારમાં સોના-ચાંદીના ભાવ
  દિલ્હી ઝવેરી બજારમાં આજે ગુરુવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 481 રૂપિયાનો વધારો થતાં 99.9 સોનાનો નવો ભાવ 48,887 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો હતો. જે બુધવારે 48,406 રૂપિયા પ્રતિ 10 ગ્રામે રહ્યો હતો. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં 555 રૂપિયાનો વધારો થતાં ચાંદીની કિંમતો 63,502 રૂપિયાની સપાટીએ પહોંચી હતી. જે બુધવારે 62,947 રૂપિયા પ્રતિ કિલોના ભાવે રહી હતી.

  આ પણ વાંચોઃ-વિચિત્ર અકસ્માત! લક્ઝરી બસની આરપાર નીકળી ગેસ પાઈપલાઈન, 4 માસના બાળકની માતાનું માથું થયું ધડથી અલગ

  આ પણ વાંચોઃ-જામનગર ફરી થયું શર્મશાર! ખરીદી કરવા આવેલી સગીરા સાથે કાપડની દુકાનમાં આચર્યું દુષ્કર્મ, મારી નાંખવાની આપી ધમકી

  આંતરરાષ્ટ્રી બજારમાં સોના-ચાંદીના ભાવ
  વૈશ્વિક બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ વધીને 1841 ડોલર પ્રતિ ઔંસના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદી 24.16 ડોલર પ્રતિ ઔંસના લેવલે બંધ રહી હતી.



  કિંમતી ધાતુઓમાં સતત તેજી આવવાનું શું છે કારણ?
  આજે બંને ધાતુઓની કિંમતો મોંઘી થવાનું કારણ આપતા એચડીએફસી સિક્યોરિટીઝની સિનિયર એનાલિસ્ટ કોમોડિટી તપન પટેલ કહે છે કે અમેરિકા અને યુરોપીય સંઘ દ્વારા પ્રોત્સાહન પેકેજની આશાથી સોનું મોંઘું થયું છે. બીજી તરફ કોવિડ-19 વેક્સીનના (corona vaccine) સ્તરે પણ આશા વધી રહી છે. જેના પગલે બંને કિંમતી ધાતુઓમાં સપોર્ટ મળ્યો છે.
  Published by:ankit patel
  First published:December 03, 2020, 19:12 pm