અમદાવાદઃ સોના-ચાંદીમાં ભાવમાં આવ્યો જોરદાર ઉછાળો, ફટાફટ જાણો નવા ભાવ, શું હજી વધશે ભાવ?

અમદાવાદઃ સોના-ચાંદીમાં ભાવમાં આવ્યો જોરદાર ઉછાળો, ફટાફટ જાણો નવા ભાવ, શું હજી વધશે ભાવ?
પ્રતિકાત્મક તસવીર

રોકાણકારો તરફથી ખરીદીની અસરના કારણે સોનાની કિંમતો ઉપર આવી છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવમાં સતત આવતી તેજીના પગલે ભારતીય બજારોમાં પણ અસર થઈ હતી.

 • Share this:
  અમદાવાદઃ ભારતીય બજારોમાં બુધવારે સોના-ચાંદીમાં તેજી નોંધાઈ હતી. રોકાણકારોનું સોના-ચાંદીમાં ખરીદી (Gold-Silver Price) તરફી વલણ જોતા બંને કિંમતી ધાતુઓમાં તેજી જોવા મળી રહી છે. જેના પગલે દિલ્હી સરાફા બજારમાં સોનામાં 675 રૂપિયા અને ચાંદીમાં 1280 રૂપિયાનો (Silver Price today) ઊછાળો નોંધાયો હતો. અમદાવાદ બુલિયન માર્કેટમાં (Ahmedabad bullion market) પણ 2000 રૂપિયા અને 10 ગ્રામ સોનાના ભાવમાં 800 રૂપિયાનો (Golad Price today) જોરદાર વધારો નોંધાયો હતો. નિષ્ણાંતો પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારોમાં તેજીના કારણે ભારતમાં પણ સોના-ચાંદીમાં ઉછાળો નોંધાયો હતો. આ તેજી થોડા સમય પુરતી દેખાઈ રહી છે.

  અમદાવાદમાં ચાંદીના ભાવ


  અમદાવાદમાં ઝવેરી બજારમાં (Silver Price,02 December 2020 in Ahmedabad) આજે બુધવારે એક કિલો ચાંદીમાં 2000 રૂપિયાનો ભારે ઉછાળો નોંધાતા ચાંદી ચોરસા 63,500 રૂપિયા અને ચાંદી રુંપુ 63,300 રૂપિયાની સપાટીએ પહોંચી હતી. જોકે, મંગળવારે એક કિલો ચાંદી ચોરસાનો ભાવ 61,500 અને ચાંદી રૂપું 61,300 રૂપિયાની સપાટીએ પહોંચી ગયા છે.

  અમદાવાદમાં સોનાના ભાવ
  અમદાવાદ બુલિયન માર્કેટમાં (Gold Price in Ahmedabad) આજે બુધવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 800 રૂપિયાનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 50,800 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 50,600 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું. જોકે, મંગળવારે અમદાવાદમાં Goldના ભાવમાં પણ રૂપિયા 100 રૂપિયાનો વધતા 10 ગ્રામ સોનું સ્ટાન્ડર્ડ (99.9) 50,000 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 49,800 રૂપિયાના ભાવે પહોંચી ગયું હતું.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ dating appsમાં યુવતીઓ શોધતા યુવકો સાવધાન! યુવકોને ટાર્ગેટ કરતી સુંદર મહિલા કેવી રીતે ચલાવતી હતી આખું રેકેટ?

  દિલ્હીમાં સોના-ચાંદીના ભાવ
  દિલ્હી સરાફા બજારમાં આજે બુધવારે સોનાના ભાવમાં 675 રૂપિયા પ્રતિ 10 ગ્રામે વધારો થતાં 99.9 સોનું 48,169 રૂપિયાના સ્તરે રહ્યું હતું. ગત કારોબારી સત્રમાં સોનાનો ભાવ 47,494 રૂપિયાના ભાવે રહ્યું હતું. જ્યારે એક કિલો ચાંદીના ભાવમાં 1280 રૂપિયાનો ઉછાળો નોંધાતા એક કિલો ચાંદીનો ભાવ 62,296 રૂપિયાના સ્તરે રહ્યું હતું.

  આ પણ વાંચોઃ-વિચિત્ર અકસ્માત! લક્ઝરી બસની આરપાર નીકળી ગેસ પાઈપલાઈન, 4 માસના બાળકની માતાનું માથું થયું ધડથી અલગ

  આ પણ વાંચોઃ-દર્દનાક ઘટના! પ્રેમ સંબંધમાં દિયર ભાભીએ એક જ ફંદામાં ફાંસો ખાઈ કરી આત્મહત્યા, સવાર સુધી ત્રણ મહિનાની પુત્રી રૂમમાં રડતી રહી

  આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવ
  વૈશ્વિક બજારમાં બુધવારે સોનું 1800 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ રહ્યું હતું. જ્યારે ચાંદીના નવા ભાવ 23.80 ડોલર પ્રતિ ઔંસ ઉપર બંધ રહ્યા હતા.  કેમ આવી કિંમતી ધાતુઓમાં તેજી?
  HDFC સિક્યોરિટીના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટી) તપન પટેલના કહેવા પ્રમાણે રોકાણકારો તરફથી ખરીદીની અસરના કારણે સોનાની કિંમતો ઉપર આવી છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવમાં સતત આવતી તેજીના પગલે ભારતીય બજારોમાં પણ અસર થઈ હતી.
  Published by:ankit patel
  First published:December 02, 2020, 19:10 pm

  ટૉપ ન્યૂઝ