અમદાવાદઃ અત્યારે વૈશ્વિક સ્તરે આર્થિક અસ્થિરતાના પગલે સોના-ચાંદીના ભાવમાં અસર થઈ રહી છે. જોકે, ઓગસ્ટ મહિનાની વાત કરીએ તો ઓગસ્ટ મહિનો સોના-ચાંદી માટે થોડો બે તરફી વલણવાળો રહ્યો હતો. સપ્ટેમ્બર મહિનામાં અમદાવાદ બુલિયન માર્કેટમાં (Gold-Silver rate in Ahmedabad) સોના-ચાંદીમાં ભારે ઉછાળા તો ક્યારેક મોટા કડાકા જોવા મળ્યા હતા. સપ્ટેમ્બર મહિનાના (Gold-Silve Big movement in September) અંતે એક કિલો ચાંદીના ભાવમાં 6500 રૂપિયાનો કડાકો બોલાયો હતો. જ્યારે મહિનાના અંતે 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિયાનો સામાન્ય સુધારો રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગત ઓગસ્ટ મહિનાની 7મી તારીખે બંને કિમતી ધાતુઓ પોતાની તેજીની ચરમસીમા (Alltime high) ઉપર પહોંચી ગઈ હતી.
સપ્ટેમ્બર મહિનામાં સોના-ચાંદીની ચાલ
અમદાવાદ ઝવેરી બજારમાં સપ્ટેમ્બર મહિનો ચડ ઉતર વાળો રહ્યો હતો. સપ્ટેમ્બરના પહેલા દિવસે એટલે કે 1-9-2020ના રોજ એક કિલો ચાંદીનો ભાવ 67,000 રૂપિયાએ રહ્યો હતો. જે મહિનાના છેલ્લા દિવસે એટલે કે 30-9-2020ના દિવસે 60,500 રૂપિયાના સ્તરે બંધ રહ્યો હતો. આમ એક કિલો ચાંદીના ભાવમાં મહિનાના અંતે 6500 રૂપિયાનો કડાકો બોલાયો હતો. જ્યારે આ મહિનામાં ચડ ઉતર બાદ મહિનાના અંતે સોનામાં સુધારો જોવા મળ્યો હતો. 1-9-2020ના દિવસે 10 ગ્રામ સોનાનો ભાવ 51,800 રૂપિયા રહ્યો હતો. જે 30-9-2020ના દિવસે 52,100 રૂપિયાના ભાવે રહ્યો હતો. આમ મહિનાના અંતે 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિયાનો સુધારો નોંધાયો હતો.
રેકોર્ડ સ્તરથી સોનામાં રૂ.5900 અને ચાંદીમાં રૂ.12,500નો કડાકો
ઓગસ્ટ મહિનામાં અમદાવાદ બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાનો ભાવ 58,000 રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ 73,000 રૂપિયાની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. જોકે, ત્યારબાદ બંને કિંમતી ધાતુઓ બે તરફી વલણ બાદ સપ્ટેમ્બર મહિનાના અંતે 30 સપ્ટેમ્બર 2020ના દિવસે એક કિલો ચાંદીનો ભાવ 60,500 રૂપિયા અને 10 ગ્રામ સોનાનો ભાવ 52,100 રૂપિયાના ભાવે રહ્યો હતો. આમ સપ્ટેમ્બર મહિનાના અંતે ચાંદીના ભાવમાં રેકોર્ડ સ્તરેથી 12,500 રૂપિયા અને સોનામાં 5900 રૂપિયાનું તોતિંગ ગાબડું નોંધાયું હતું.
આ પણ વાંચોઃ-OMG: મહિલાના અંતિમ દર્શન કરવા પહોંચ્યા વાંદરા, મૃતદેહ પાસે બેસી કલાકો સુધી કર્યો શોક

ઓગસ્ટ મહિનામાં સોના-ચાંદીની ચાલ
ઓક્ટોબર મહિનામાં સોનાની ખરીદી કરવી ફાયદાકારક
નિષ્ણાંતોનું માનવું છે કે નવેમ્બર મહિનામાં દિવાળી અને ધનતરેસના તહેવારોના પગલે સોના-ચાંદીની માંગમાં વધારો થવાની સાથે બંને કિંમતી ધાતુઓના ભાવમાં પણ વધારો જોવા મળશે. જે લોકો સોનાની ખરીદી કરવા ઈચ્છે તે થોડા દિવસ રોકાઈને ઓક્ટોબર મહિનાના અંતમાં દાગીનાની ખરીદી શકી શકે છે. જેમના માટે લાભદાયી રહેશે.
આ પણ વાંચોઃ-કળિયુગી પુત્ર! ઘરની બહાર ખુરશીમાં બેઠી હતી માતા, જમીન વિવાદમાં સાવકા પુત્રએ મારી દીધી ગોળી
આ પણ વાંચોઃ-અમદાવાદઃ પતિ UP જતો રહેતા પત્નીએ પ્રેમીને ઘરે જ રાખી લીધો, વર્ષો બાદ પતિ આવતા થઈ જોવા જેવી
7 ઓગસ્ટે સોનું-ચાંદી હતું ઓલટાઈમ હાઈ સપાટીએ
દેશવિદેશમાં કોરોનાના કહેર વચ્ચે રશિયા અને ત્યારબાદ ચીનના કોરોના વેક્સીનના સફળ દાવાઓ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળતાં 7 ઓગસ્ટના દિવસે અમદાવાદ બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાનો ભાવ 58,000 રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ 73,000 રૂપિયાની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો.
શું આ વખતે ફેસ્ટીવલ સિઝનમાં ઓછું વેચાશે સોનું?
એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન ફેસ્ટીવલ સિઝન આવવાના કારણે સોનાની માંગ વધી જશે. દિવાળીની નજીક સોનું હંમેશા ચમકતું હોય છે. પરંતુ કોરોનાના કારણે આ વખતે લોકો આર્થિક તંગીથી લડી રહ્યા છે. જેની અસર સોનાની માંગ ઉપર પડશે.