Home /News /business /ઓક્ટોબરમાં ચાંદીના ભાવમાં રૂ.8000નું ગાબડું, જ્યાં સોનું સુધારા તરફ, શું Diwaliએ વધશે Goldના ભાવ?

ઓક્ટોબરમાં ચાંદીના ભાવમાં રૂ.8000નું ગાબડું, જ્યાં સોનું સુધારા તરફ, શું Diwaliએ વધશે Goldના ભાવ?

ઓક્ટોબરમાં સોના-ચાંદીનું સરવૈયું

નવેમ્બર મહિનામાં દિવાળી અને ધનતરેસના તહેવારોના પગલે સોના-ચાંદીની માંગમાં વધારો થવાની સાથે બંને કિંમતી ધાતુઓના ભાવમાં પણ વધારો જોવા મળશે.

અમદાવાદઃ અત્યારે વૈશ્વિક સ્તરે આર્થિક અસ્થિરતાના પગલે સોના-ચાંદીના ભાવમાં અસર થઈ રહી છે. જો ઓક્ટોબર મહિનાની વાત કરીએ તો અમદાવાદમાં (Gold-Silver rate in Ahmedabad) આ મહિનામાં સોના-ચાંદીના ભાવમાં બે તરફી વલણ મજોવા મળ્યું હતું. ઓક્ટોબર મહિનાના (Gold-Silve Big movement in october) અંતે ચાંદીમાં મોટો ઘટાડો જ્યારે સોનામાં સુધારો રહ્યો હતો. ઓક્ટોબર મહિનાના અંતે એક કિલો ચાંદીના ભાવમાં 8000 રૂપિયાનો તોતિંગ કડાકો નોંધાયો હતો. જ્યારે મહિનાના અંતે 10 ગ્રામ સોનાના ભાવમાં 600 રૂપિયાનો સુધારો દેખાયો હતો. નિષ્ણાંતોનું માનવું છે કે નવેમ્બર મહિનામાં દિવાળી (Diwali) અને ધનતરેસના (Dhanteras) તહેવારોના પગલે સોના-ચાંદીની માંગમાં વધારો થવાની સાથે બંને કિંમતી ધાતુઓના ભાવમાં પણ વધારો જોવા મળશે.

ઓક્ટોબર મહિનામાં સોના-ચાંદીની ચાલ
અમદાવાદ ઝવેરી બજારમાં ઓક્ટોબર મહિનો ચડ ઉતર વાળો રહ્યો હતો. ઓક્ટોબરના પહેલા દિવસે એટલે કે 1-10-2020ના રોજ એક કિલો ચાંદીનો ભાવ 59,500 રૂપિયાએ રહ્યો હતો. જે મહિનાના છેલ્લા દિવસે એટલે કે 31-10-2020ના દિવસે 61,500 રૂપિયાના સ્તરે બંધ રહ્યો હતો. આમ એક કિલો ચાંદીના ભાવમાં મહિનાના અંતે 8,000 રૂપિયાનો કડાકો બોલાયો હતો. જ્યારે આ મહિનામાં ચડ ઉતર બાદ મહિનાના અંતે સોનામાં સુધારો જોવા મળ્યો હતો. 1-10-2020ના દિવસે 10 ગ્રામ સોનાનો ભાવ 52,000 રૂપિયા રહ્યો હતો. જે 31-10-2020ના દિવસે 52,600 રૂપિયાના ભાવે રહ્યો હતો. આમ મહિનાના અંતે 10 ગ્રામ સોનાના ભાવમાં 600 રૂપિયાનો સુધારો નોંધાયો હતો.

રેકોર્ડ સ્તરથી સોનામાં રૂ.5400 અને ચાંદીમાં રૂ.11,500નો કડાકો
ઓગસ્ટ મહિનામાં અમદાવાદ બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાનો ભાવ 58,000 રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ 73,000 રૂપિયાની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો. જોકે, ત્યારબાદ બંને કિંમતી ધાતુઓ બે તરફી વલણ બાદ ઓક્ટોબર મહિનાના અંતે 31 ઓક્ટોબર 2020ના દિવસે એક કિલો ચાંદીનો ભાવ 61,500 રૂપિયા અને 10 ગ્રામ સોનાનો ભાવ 52,600 રૂપિયાના ભાવે રહ્યો હતો. આમ ઓક્ટોબર મહિનાના અંતે ચાંદીના ભાવમાં રેકોર્ડ સ્તરેથી 11,500 રૂપિયા અને સોનામાં 5400 રૂપિયાનું તોતિંગ ગાબડું નોંધાયું હતું.

શું આ વખતે ફેસ્ટીવલ સિઝનમાં ઓછું વેચાશે સોનું?
એક્સપર્ટ્સના જણાવ્યા પ્રમાણે ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન ફેસ્ટીવલ સિઝન આવવાના કારણે સોનાની માંગ વધી જશે. દિવાળીની નજીક સોનું હંમેશા ચમકતું હોય છે. પરંતુ કોરોનાના કારણે આ વખતે લોકો આર્થિક તંગીથી લડી રહ્યા છે. જેની અસર સોનાની માંગ ઉપર પડશે.

ક્યારે અને કેવી રીતે કરવું સોનામાં રોકાણ?
રોકાણકારોએ સોનામાં રોકાણ કરતા પહેલા એ જરૂર જાણી લેવું જોઈએ કે, આ એક લાંબાગાળાનો ઉપાય છે, ગોલ્ડ માત્ર અલ્પકાલિન લાભ માટે ના ખરીદવું જોઈએ. કેમ કે, છેલ્લા 15 વર્ષમાં સોનું લગભગ 7000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે વધી રહ્યું છે. એવામાં રોકાણકારે પોતાના સોનાના પોર્ટફોલિયોમાં 5-10 ટકા વચ્ચે ક્યાંય પણ રોકામ કરવું જોઈએ. દિવાળી છતા, રોકાણકારોએ માસિક અથવા ત્રિમાસિક આધાર પર સમય-સમય પર સોનામાં રોકામ કરતા રહેવું જોઈએ. કોઈએ પણ સોનામાં એક સાથે રોકાણ કરવાથી બચવું જોઈએ.

શું વધી શકે છે સોનાના ભાવ?
કોરોનાના વધતા કેસ અને અનિશ્ચિતતા સોનાની કિંમતમાં વધારા માટે કારણ બની શકે છે. એવામાં કેન્દ્રીય બેન્ક ભવિષ્યને ધ્યાનમાં રાખી વધારેમાં વધારે સોનાની ખરીદી કરી રહી છે. આ બાજુ, અમેરિકા-ચીન વ્યાપાર તણાવ અને ભારત-ચીન સીમા ગતિરોધ આ માહોલમાં માત્ર અનિશ્ચિતતાને વધારી રહ્યા છે. આ બાજુ અમેરિકન ફેડરલ રિઝર્વએ સંકેત આપ્યા છે કે, વ્યાજદરોમાં 2023 સુધી શૂન્યની આસપાસ રાખવામાં આવશે.

7 ઓગસ્ટે સોનું-ચાંદી હતું ઓલટાઈમ હાઈ સપાટીએ
દેશવિદેશમાં કોરોનાના કહેર વચ્ચે રશિયા અને ત્યારબાદ ચીનના કોરોના વેક્સીનના સફળ દાવાઓ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં તેજી જોવા મળતાં 7 ઓગસ્ટના દિવસે અમદાવાદ બુલિયન માર્કેટમાં 10 ગ્રામ સોનાનો ભાવ 58,000 રૂપિયા અને એક કિલો ચાંદીનો ભાવ 73,000 રૂપિયાની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો.
First published:

Tags: અમદાવાદ, ગુજરાત, સોના-ચાંદી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો