અમદાવાદઃ નવા વર્ષના પહેલા જ દિવસે સોના-ચાંદીમાં થયો મોટો ફેરફાર, જાણો આજના નવા ભાવ

અમદાવાદઃ નવા વર્ષના પહેલા જ દિવસે સોના-ચાંદીમાં થયો મોટો ફેરફાર, જાણો આજના નવા ભાવ
પ્રતિકાત્મક તસવીર

બજારના નિષ્ણાંતોનું માનવું છે કે 2021માં સોનાનો ભાવ 65,000 રૂપિયા પ્રિત 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. જ્યારે ચાંદીની કિંમતો પ્રતિ કિલોગ્રામ 90,000 રૂપિયા સુધી જઈ શકે છે.

 • Share this:
  અમદાવાદઃ નવા વર્ષ 2021ના પહેલા (New year) દિવસે સોનું સસ્તું થયું છે. સોનાના ભાવમાં આ ઘટાડો મામૂલી છે. નિષ્ણાંત પ્રમાણે રજાઓના સપ્તાહના કારણે બુલિયન બજારમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, અમદાવાદ બુલિયન માર્કેટમાં બંને કિંમતી ધાતુઓમાં (Gold-Silver Price today) બે તરફી વલણ જોવા મળ્યું હતું. દિલ્હી બજારમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

  અમદાવાદમાં ચાંદીના ભાવ


  અમદાવાદ બુલિયન માર્કેટમાં (Silver Price in Ahmedabad) આજે શુક્રવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થતાં ચાંદી ચોરસા 67,000 રૂપિયા અને ચાંદી રુપું 66,800 રૂપિયાના ભાવે બંધ રહી હતી. જો કે, ગુરુવારે એક કિલો ચાંદીના ભાવમાં 300 રૂપિયાનો સુધારો થતાં ચાંદી ચોરસા 67,500 રૂપિયા અને ચાંદી રૂપું 67,300 રૂપિયાના સ્તરે બંધ રહી હતી.

  અમદાવાદમાં સોનાના ભાવ
  અમદાવાદ ઝવેરી બજારમાં (Gold Price in Ahmedabad) આજે શુક્રવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 100 રૂપિયાનો નજીવો સુધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 51,900 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,700 રૂપિયાના ભાવે બંધ રહ્યું હતું. જો કે, ગુરુવારે 10 ગ્રામ સોનાના ભાવાં 200 રૂપિયાનો સુધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 51,800 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,600 રૂપિયાની સપાટીએ બંધ રહ્યું હતું.

  આ પણ વાંચોઃ-

  દિલ્હીમાં સોના-ચાંદીના ભાવ
  દિલ્હી સરાફા બજારમાં શુક્રવારે સોનાના ભાવમાં 20 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયા હતા 99.9 સોનાના ભાવ 49,678 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું. જ્યારે એક કિલો ચાંદીના ભાવ 404 રૂપિયા ઘટાડો થતાં 67,520 રૂપિયાના સ્તરે બંધ રહી હતી.

  વૈશ્વિક બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવ
  આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં સોનાના નવા ભાવ 1895 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદીના ભાવ 26.34 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ રહી હતી.

  આ વર્ષે  65 હજારના પાર જઈ શકે છે સોનાનો ભાવ
  જાણકારોનું અનુમાન છે કે નવા વર્ષમાં એટલે કે 2021માં સોના અને ચાંદીની ચમક વધારે વધશે. શક્ય છે કે બંને કિંમતી ધાતુઓના ભાવમાં મોટો વધારો થઈ શકે છે. બજારના નિષ્ણાંતોનું માનવું છે કે 2021માં સોનાનો ભાવ 65,000 રૂપિયા પ્રિત 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. જ્યારે ચાંદીની કિંમતો પ્રતિ કિલોગ્રામ 90,000 રૂપિયા સુધી જઈ શકે છે.  ઓગસ્ટમાં 2020માં રેકોર્ડ સ્તર ઉપર પહોંચશે ભાવ
  ઉલ્લેખનયી છે કે 2020માં સોના અને ચાંદીમાં રોકાણકારોને જબરદસ્ત રિટર્ન મળ્યું હતું. આ વર્ષે ગોલ્ડમાં રોકાણકારોને 27 ટકા અને ચાંદીમાં 50 ટકા જેટલું રિટર્ન મળ્યું હતું. ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીનું સૌથી ઊંચા સ્તેર 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચ્યું હતું. જ્યારે ચાંદી પણ આશરે 80,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે પહોંચી હતી.
  Published by:ankit patel
  First published:January 01, 2021, 20:21 pm