અમદાવાદઃ સોના-ચાંદીમાં ઘટાડો યથાવત્, આજે પણ ઘટ્યા Gold-Silverના ભાવ, જાણો નવી કિંમતો

અમદાવાદઃ સોના-ચાંદીમાં ઘટાડો યથાવત્, આજે પણ ઘટ્યા Gold-Silverના ભાવ, જાણો નવી કિંમતો
પ્રતિકાત્મક તસવીર

આંતરરાષ્ટ્રીય બજારોમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેની અસર ભારતીય બુલિયન માર્કેટમાં પડી હતી.

 • Share this:
  અમદાવાદઃ વૈશ્વિક બજારોમાં સપાટ કારોબારમાં આજે સોના અને ચાંદીના ભાવમાં (Gold-Silver Price today) ઘટાડો નોંધાયો હતો. જેના પગલે ભારતીય બુલિયન માર્કેટમાં પણ બંને કિંમતી ધાતુઓમાં ઘટાડો નોંધાયો હતો. અમદાવાદ ઝવેરી બજારમાં (Ahmedabad bullion market) એક કિલો ચાંદીના ભાવમાં (Silver price today) 500 રૂપિયાનો અને 10 ગ્રામ સોનાના (Gold price today) ભાવમાં 350 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. આ સતત ત્રણ દિવસથી સોના-ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો.

  અમદાવાદ ચાંદીનો ભાવ


  અમદાવાદ બુલિયન માર્કેટમાં (Silver Price, 8 January 2021) આજે શુક્રવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થતાં ચાંદી ચોરસા 67,800 અને ચાંદી રૂપું 67,600 રૂપિયાના સ્તરે બંધ રહી હતી. જોકે, ગુરુવારે ચાંદીનો ભાવ 500 રૂપિયા ઘટતાં ચાંદી ચોરસા 68,300 રૂપિયા અને ચાંદી રૂંપુ 68,100 રૂપિયાના સ્તરે બંધ રહી હતી.

  અમદાવાદ સોનાનો ભાવ
  અમદાવાદ બુલિયન માર્કેટમાં (Gold Price, 8 January 2021) આજે શુક્રવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 350 રૂપિયાનો ઘટાડો થતાં સ્ટાન્ડર્ડ (99.9) 52,300 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,100 રૂપિયાના લેવલે બંધ રહ્યું હતું. જોકે, ગુરુવારે 10 ગ્રાામ સોનાના ભાવમાં 750 રૂપિયા ઘટતા સ્ટાન્ડર્ડ (99.9) 52,650 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,450 રૂપિયાની સપાટીએ બંધ રહ્યું હતું.

  આ પણ વાંચોઃ-

  વૈશ્વિક બજારમાં ગગડ્યું સોનું
  વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકી ડોલરમાં મજબૂતી અને બોન્ડ યીલ્ડમાં તેજીના કારણે સોનાના ભાવમાં નરમાઈ જોવા મળી હતી. જોકે, બાઈડન પ્રશાસન દ્વારા એક વધારે રાહત પેકેજની વધતી આશાએ સોનાના ભાવમાં મોટો ઘટાડો બચાવવા માટે કામીયાબ રહી છે.

  અહીં સ્પોટ ગોલ્ડનો ભાવ 0.1 ટકા ઘટીને 1911.32 ડોલર પ્રતિ ઔંસ ઉપર રહ્યું છે. છેલ્લા સપ્તાહના આધારે જોઈએ તો 0.7 ટકા તેજી જોવા મળી છે. ગોલ્ડ ઈટીએફમાં હજી પણ સસ્તુનો દોર જોવા મળી રહ્યો છે. દુનિયાના સૌથી મોટા એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એટલે કે ઈટીએફ, એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું કુલ હોલ્ડિંગ 0.4 ટકા ઘટીને 1182.11 ટન ઉપર આવ્યું હતું.  સોના ઉપરાંત ચાંદીના ભાવની વાત કરીએ તો આમાા 0.2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. ત્યારબાદ 27.05 ડલોર પ્રતિ ઔસ ઉપર આવ્યો હતો. ઔદ્યોગિક માંગને લઈને આઉટલુક બહેતર હોવાની ચાંદીના ભાવને સપોર્ટ મળ્યો હતો.
  Published by:ankit patel
  First published:January 08, 2021, 20:56 pm