અમદાવાદઃ સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણી લો આજના નવા ભાવ

અમદાવાદઃ સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણી લો આજના નવા ભાવ
પ્રતિકાત્મક તસવીર

આંતરરાષ્ટ્રીય બજારોમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેની અસર ભારતીય બુલિયન માર્કેટમાં પડી હતી.

 • Share this:
  અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય બજારોમાં સોના-ચાંદીના ભાવમાં (Gold-Silver Price today) ઘટાડો જોવા મળ્યો હતો. જેની અસર ભારતીય બુલિયન માર્કેટમાં પડી હતી. અમદાવાદ બુલિયન માર્કેટમાં એક કિલો ચાંદીના ભાવમાં (Silver price today) 500 રૂપિયાનો અને 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold price today) 750 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. બે દિવસમાં એક કિલો ચાંદીના ભાવમાં 1200 રૂપિયાનું ગાબડું નોંધાયું હતું.

  અમદાવાદ ચાંદીનો ભાવ


  અમદાવાદ બુલિયન માર્કેટમાં (Silver Price, 7 January 2021) આજે બુધવારે એક કિલો ચાંદીના ભાવાં 700 રૂપિયાનો ઘટાડો થતાં ચાંદી ચોરસા 68,800 અને ચાંદી રૂપું 68,600 રૂપિયાના સ્તરે બંધ રહી હતી. જોકે, મંગળવારે એક કિલો ચાંદીના ભાવમાં 1000 રૂપિયાનો ઘટાડો થતાં એક કિલો ચાંદી ચોરસા 69,500 અને ચાંદી રૂપું 69,300 રૂપિયાની સપાટીએ પહોંચી ગયું છે.

  અમદાવાદ સોનાનો ભાવ
  અમદાવાદ બુલિયન માર્કેટમાં (Gold Price, 7 January 2021) આજે બુધવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 150 રૂપિયાનો વધારો થતાં સ્ટાન્ડર્ડ (99.9) 53,400 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 53,200 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું. જોકે, આ ઉપરાંત આજે મંગળવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 450 રૂપિયાનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 53,250 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 53,050 રૂપિયાના ભાવે પહોંચી ગયું છે.

  આ પણ વાંચોઃ-

  દિલ્હીમાં સોના-ચાંદીના ભાવ
  દિલ્હી બુલિયન માર્કેટમાં આજે ગુરુવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 714 રૂપિયાનો ઘટાડો થતાં 99.9 સોનાનો નવો ભાવ 50,335 રૂપિયાના સ્તરે પહોંચ્યો હતો. આ પહેલાના સત્રમાં સોનાનો ભાવ 51,049 રૂપિયા પ્રતિ 10 ગ્રામની સપાટીએ બંધ રહ્યો હતો. આ ઉપરાંત એક કિલો ચાંદીના ભાવમાં 386 રૂપિયાનો ઘટાડો થતાં ચાંદીનો નવો ભાવ 70,000 રૂપિયાથી નીચે આવીને 69,708 રૂપિયાના સ્તરે પહોંચી હતી.

  આ પણ વાંચોઃ-

  વૈશ્વિક માર્કેટમાં સોના-ચાંદીનો ભાવ
  આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો નવો ભાવ ઘટીને 1916 ડોલર પ્રતિ ઔંસના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે ચાંદીનો નવો ભાવ 27.07 ડોલર પ્રતિ ઔંસના લેવલે બંધ રહ્યો હતો.  સોના-ચાંદીમાં કેમ આવ્યો ઘટાડો?
  HDFC સિક્યોરિટીઝ પ્રમાણે આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાની કિંમતોમાં થયેલા ઘટાડાની અસર ભારતીય બજારોમાં પડી હતી. અને ગોલ્ડ દિલ્હી સરાફા બજારમાં ઘટાડા સાથે બંધ થયું હતું. જ્યારે ચાંદીના ભાવ સ્થિર રહેવા છતાં પણ ભારતીય બજારોમાં ચાંદીમાં ઘટાડો નોંધાયો હતો.
  Published by:ankit patel
  First published:January 07, 2021, 18:26 pm