અમદાવાદઃ નવા વર્ષમાં પહેલીવાર આવ્યો સોના-ચાંદીમાં જોરદાર ઉછાળો, ફટાફટ જાણો આજના નવા ભાવ

અમદાવાદઃ નવા વર્ષમાં પહેલીવાર આવ્યો સોના-ચાંદીમાં જોરદાર ઉછાળો, ફટાફટ જાણો આજના નવા ભાવ
પ્રતિકાત્મક તસવીર

અમેરિકન ડોલરની તુલનાએ ભારતીય રૂપિયો મજબૂત બનતા આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવમાં તેજી નોંધાઈ હતી.

 • Share this:
  અમદાવાદઃ ભારતીય બજારોમાં આજે ગોલ્ડના ભાવમાં (Gold Price) તેજી જોવા મળી હતી. દિલ્હી માર્કેટમાં (delhi market) સોનું ફરી 50,000 રૂપિયાને પાર કરી ગયું હતું. અમેરિકન ડોલરની (American dollar) તુલનાએ ભારતીય રૂપિયો (Indian rupee) મજબૂત બનતા આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાના ભાવમાં તેજી નોંધાઈ હતી. જેની અસર ભારતીય બુલિયન માર્કેટમાં પણ પડી હતી. અમદાવાદ ઝવેરી (Ahmedabad bullion market) બજારમાં પણ બંને કિંમતી ધાતુઓના (Gold-Silver Price today) ભાવમાં ભડકો થયો હતો.

  અમદાવાદમાં ચાંદીના ભાવ


  અમદાવાદ બુલિયન માર્કેટમાં (Silver Price in Ahmedabad) આજે સોમવારે એક કિલો ચાંદીના ભાવમાં 1500 રૂપિયાનો તોતિંગ ઉછાળો નોંધાતા ચાંદી ચોરસા 68,500 રૂપિયા અને ચાંદી રુપું 68,300 રૂપિયાના સ્તરે પહોંચી હતી. જો કે, શનિવારે એક કિલો ચાંદી ચોરસા 67,000 રૂપિયા અને ચાંદી રુપું 66,800 રૂપિયાના સ્તરે સ્થિર રહી હતી.

  અમદાવાદમાં સોનાના ભાવ
  અમદાવાદ ઝવેરી બજારમાં (Gold Price in Ahmedabad) આજે સોમવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 800 રૂપિયાનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,800 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 52,600 રૂપિયાના ભાવે પહોંચ્યું હતું. જો કે, શનિવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 100 રૂપિાયનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,000 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,800 રૂપિયાની સપાટીએ બંધ રહ્યું હતું.

  આ પણ વાંચોઃ-

  દિલ્હીમાં સોના-ચાંદીના ભાવ
  દિલ્હી સરાફા બજારમાં આજે સોમવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 877 રૂપિયાનો વધારો થતાં 99.9 સોનું 50,000 રૂપિયાની સપાટી વટાવીને 50,619 રૂપિયાના સ્તરે પહોંચ્યું હતું. આ પહેલાના કારોબારી સત્રમાં સોનું 49,742 રૂપિયા પ્રતિ 10 ગ્રામે બંધ રહ્યું હતું. આ ઉપરાંત એક કિલો ચાંદીમાં 2,012 રૂપિયાનો તોતિંગ ઉછાળો નોંધાતા ચાંદી 69,454 રૂપિયાના લેવલે પહોંચી હતી.

  આંતરરાષ્ટ્રીય બજારમાં સોના-ચાંદીના ભાવ
  વૈશ્વિક બુલિયન માર્કેટમાં સોનાનું વધીને 1935 ડોલર પ્રતિ ઔંસ પહોંચ્યું હતું. જ્યારે ચાંદી પ્રતિ ઔંસ 27.30 ડોલરની સપાટીએ પહોંચી હતી.  કેમ આવી સોના-ચાંદીમાં તેજી?
  HDFC સિક્યોરિટીઝના સીનિયર એનાલિસ્ટ તપન પટેલે કહ્યું કે ઉતાર-ચઢાવ ભરેલા સત્ર બાદ ડોલરમાં ઘટાડો નોંધાયો હતો. જેના પગલે સોનાના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. સુરક્ષિત વિકલ્પ માટે સુરક્ષિત માનવામાં આવી રહ્યું છે. આવી સ્થિતિમાં ગોલ્ડમાં જબદસ્ત ખરીદારી થઈ હતી. ત્યારબાદ કિંમતી ધાતુઓના ભાવમાં તેજીનો સિલસિલો ચાલું છે.
  Published by:ankit patel
  First published:January 04, 2021, 19:00 pm