અમદાવાદઃ નવા વર્ષના બીજા દિવસે સોનાના ભાવમાં થયો વધારો, જાણી લો આજના Gold-Silverના નવા ભાવ

અમદાવાદઃ નવા વર્ષના બીજા દિવસે સોનાના ભાવમાં થયો વધારો, જાણી લો આજના Gold-Silverના નવા ભાવ
પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસના નવા સ્ટ્રેનના કારણે વિશ્વના દેશોમાં ફફડાટ ફેલાયેલો છે. ત્યારે વિવિદ દેશોમાં લોકડાઉન જેવી સ્થિતિ વચ્ચે રોકાણકારો સોનામાં રસ દાખવતા કિંમતી ધાતુઓમાં તેજી આવી હતી.

 • Share this:
  અમદાવાદઃ લંડનમાં (london) મળેલા કોરોના વાયરસના (coronavirus) નવા સ્ટ્રેનના કારણે વિશ્વના દેશોમાં ફફડાટ ફેલાયેલો છે. ત્યારે વિવિદ દેશોમાં લોકડાઉન (lockdown) જેવી સ્થિતિ વચ્ચે રોકાણકારો સોનામાં (Gold-Silver Price today) રસ દાખવતા કિંમતી ધાતુઓમાં તેજી આવી હતી. અમદાવાદ બુલિયન માર્કેટમાં સોનામાં (Gold Price today) સુધારો નોંધાયો હતો. જોકે, ચાંદી (silver price today) પાછલા બંધ ભાવે સ્થિર રહી હતી.

  અમદાવાદમાં ચાંદીના ભાવ


  અમદાવાદ બુલિયન માર્કેટમાં (Silver Price in Ahmedabad) આજે શનિવારે એક કિલો ચાંદીના ભાવમાં દિવસ દરમિયાનના કારોબાર બાદ પાછલા બંધ ભાવે સ્થિર રહી હતી. આમ ચાંદી ચોરસા 67,000 રૂપિયા અને ચાંદી રુપું 66,800 રૂપિયાના સ્તરે સ્થિર રહી હતી. જોકે, શુક્રવારે એક કિલો ચાંદીના ભાવમાં 500 રૂપિયાનો ઘટાડો થતાં ચાંદી ચોરસા 67,000 રૂપિયા અને ચાંદી રુપું 66,800 રૂપિયાના ભાવે બંધ રહી હતી.

  અમદાવાદમાં સોનાના ભાવ
  અમદાવાદ ઝવેરી બજારમાં (Gold Price in Ahmedabad) આજે શનિવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 100 રૂપિાયનો વધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 52,000 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,800 રૂપિયાની સપાટીએ બંધ રહ્યું હતું. જો કે, શુક્રવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 100 રૂપિયાનો નજીવો સુધારો થતાં સોનું સ્ટાન્ડર્ડ (99.9) 51,900 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,700 રૂપિયાના ભાવે બંધ રહ્યું હતું.

  આ પણ વાંચોઃ-

  દિલ્હીમાં સોના-ચાંદીના ભાવ
  દિલ્હી સરાફા બજારમાં આજે શનિવારે રજા હોય છે જોકે, શુક્રવારે સોનાના ભાવમાં 20 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સસ્તું થયા હતા 99.9 સોનાના ભાવ 49,678 રૂપિયાના સ્તરે બંધ રહ્યું હતું. જ્યારે એક કિલો ચાંદીના ભાવ 404 રૂપિયા ઘટાડો થતાં 67,520 રૂપિયાના સ્તરે બંધ રહી હતી.

  વૈશ્વિક બુલિયન માર્કેટમાં સોના-ચાંદીના ભાવ
  આંતરરાષ્ટ્રીય બુલિયન માર્કેટમાં શુક્રવારે સોનાના નવા ભાવ 1895 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદીના ભાવ 26.34 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ રહી હતી.

  આ પણ વાંચોઃ-

  જાણકારોનું અનુમાન છે કે નવા વર્ષમાં એટલે કે 2021માં સોના અને ચાંદીની ચમક વધારે વધશે. શક્ય છે કે બંને કિંમતી ધાતુઓના ભાવમાં મોટો વધારો થઈ શકે છે. બજારના નિષ્ણાંતોનું માનવું છે કે 2021માં સોનાનો ભાવ 65,000 રૂપિયા પ્રિત 10 ગ્રામ સુધી પહોંચી શકે છે. જ્યારે ચાંદીની કિંમતો પ્રતિ કિલોગ્રામ 90,000 રૂપિયા સુધી જઈ શકે છે.  ઓગસ્ટમાં 2020માં રેકોર્ડ સ્તર ઉપર પહોંચશે ભાવ
  ઉલ્લેખનયી છે કે 2020માં સોના અને ચાંદીમાં રોકાણકારોને જબરદસ્ત રિટર્ન મળ્યું હતું. આ વર્ષે ગોલ્ડમાં રોકાણકારોને 27 ટકા અને ચાંદીમાં 50 ટકા જેટલું રિટર્ન મળ્યું હતું. ઓગસ્ટ મહિનામાં અત્યાર સુધીનું સૌથી ઊંચા સ્તેર 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચ્યું હતું. જ્યારે ચાંદી પણ આશરે 80,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે પહોંચી હતી.
  Published by:ankit patel
  First published:January 02, 2021, 19:09 pm

  ટૉપ ન્યૂઝ