અમદાવાદઃ Gold-Silverના ભાવમાં થયો ફેરફાર, જાણી લો આજના નવા ભાવ

અમદાવાદઃ Gold-Silverના ભાવમાં થયો ફેરફાર, જાણી લો આજના નવા ભાવ
પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસના મામલાઓ વધવાના કારણે રોકાણકારોમાં ચિંતા વધી હતી. એટલા માટે સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે સોનામાં પૂંજી લગાવી હતી.

 • Share this:
  અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાની કિંમતોની વધતી અસર ભારતીય બજારોમાં પડી હતી. કોરોના વાયરસના (coronavirus) કેસમાં ફરીથી વધારો થવાના કારણે રોકાણકારોમાં ચિંતા વધી છે. એટલા માટે સુરક્ષિત રોકાણ માટે સોનાનો વિકલ્પ પસંદ કર્યો હતો. એટલા માટે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. જોકે, અમદાવાદ બુલિયન માર્કેટમાં બંને કિંમતી ધાતુઓમાં બે તરફી વલણ જોવા મળ્યું હતું. અમદાવાદમાં 10 ગ્રામ સોનાના ભાવમાં (Gold price today) 100 રૂપિયાનો નજીવો ઘટાડો અને એક કિલો ચાંદીના ભાવમાં (Silver Price today) 200 રૂપિયાનો સામાન્ય વધારો થયો હતો.

  અમદાવાદ ચાંદીનો ભાવ  અમદાવાદ બુલિયન માર્કેટમાં (Silver Price, 11 January 2021) આજે સોમવારે એક કિલો ચાંદીના ભાવમાં 200 રૂપિયાનો વધારો થતાં ચોરસા 66000 અને ચાંદી રૂપું 65,800 રૂપિયાના સ્તરે બંધ રહી હતી. જો કે, શનિવારે એક કિલો ચાંદીના ભાવમાં 2000 રૂપિયાનો કડાકો બોલાતા ચોરસા 65800 અને ચાંદી રૂપું 65,600 રૂપિયાની સપાટીએ પહોંચી ગઈ હતી.

  અમદાવાદ સોનાનો ભાવ

  અમદાવાદ બુલિયન માર્કેટમાં (Gold Price, 11 January 2021) આજે સોમવારે 10 ગ્રામ સોનાના ભાવામાં 100 રૂપિયાનો નજીવો ઘટાડો થતાં સ્ટાન્ડર્ડ (99.9) 51,200 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,000 રૂપિયાના ભાવે બંધ રહ્યું હતું. જો કે, શનિવારે 10 ગ્રામ સોનાના ભાવમાં 1000 રૂપિયાનું ગાબડું પડતા સ્ટાન્ડર્ડ (99.9) 51,300 રૂપિયા અને સોનું તેજાબી (99.5) 51,100 રૂપિયાના ભાવે આવી ગયું હતું.

  આ પણ વાંચોઃ-

  દિલ્હીમાં સોના-ચાંદીના ભાવ

  દિલ્હી સરાફા બજારમાં સોમવારે સોનાના ભાવમાં 389 રૂપિયા પ્રતિ 10 ગ્રામ વધારો થયો હતો. જેના પગલે 99.9 સોનાનો નવો ભાવ 48,866 રૂપિયા પ્રતિ 10 ગ્રામે પહોંચ્યો હતો. જોકે, પાછલા કારોબારી સત્રમાં સોનાનો ભાવ 48,477 રૂપિયાના સ્તરે બંધ રહ્યો હતો. આ ઉપરાંત એક કિલો ચાંદીના ભાવમાં 1137 રૂપિયાની જબરદસ્ત તેજી જોવા મળતાં ચાંદીનો નવો ભાવ 64,726 રૂપિયા પહોંચ્યો હતો.

  આ પણ વાંચોઃ-

  વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવ

  આંતરરાષ્ટ્રી બજારમાં સોનાનો નવો ભાવ 1853 ડોલર પ્રતિ ઔંસ અને ચાંદીનો નવો ભાવ 25.14 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ બંધ રહ્યા હતા.  કેમ વધ્યા સોનાનો ભાવ?

  HDFC સિર્કોયરિટીના સીનિયર એનાલિસ્ટ (કોમોડિટી) પ્રમાણે સોનામાં શુક્રવારના ઘટાડામાં રિકવરી આવી છે. ડોલરમાં શુક્રવારે વધારો નોંધાયો હતો. એટલા માટે ગોલ્ડની કિંમતોમાં ઘટાડો આવ્યો હતો. આજે સોનામાં નિચલા સ્તરે સુધારો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારોમાં સોનાની કિંમતોમાં વધારો થતાં ભારતીય બુલિયન માર્કેટમાં અસર થઈ હતી. તેમણે કહ્યું કે કોરોના વાયરસના મામલાઓ વધવાના કારણે રોકાણકારોમાં ચિંતા વધી હતી. એટલા માટે સુરક્ષિત રોકાણના વિકલ્પ તરીકે સોનામાં પૂંજી લગાવી હતી. જેના પગલે સોનાના ભાવમાં તેજી નોંધાઈ હતી.
  Published by:ankit patel
  First published:January 11, 2021, 18:27 pm