Home /News /business /Earn Money: આ શેરે બનાવ્યા માલામાલ! એક વર્ષમાં 1 લાખ બની ગયા 57 લાખ, તમે પણ ફટાફટ કરો રોકાણ!

Earn Money: આ શેરે બનાવ્યા માલામાલ! એક વર્ષમાં 1 લાખ બની ગયા 57 લાખ, તમે પણ ફટાફટ કરો રોકાણ!

પ્રતીકાત્મક તસવીર

Multibagger stock: છેલ્લા એક વર્ષમાં આ BSE SME લિસ્ટેડ સ્ટોક 24.70 રૂપિયાથી વધીને 1415.20 રૂપિયા પ્રતિ શેરના લેવલ પર પહોંચી ગયો છે

નવી દિલ્હી. શેર બજાર (Stock Market)એ રોકાણકારોને બમ્પર કમાણી કરાવી છે. જો તમે પણ કોઈ શેર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજે અમે આપને એક એવા સ્ટોક વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેના માધ્યમથી તમે લખપતિ બની શકે છે. આ મલ્ટીબેગર સ્ટોક (Multibagger Stock)નું નામ આદિત્ય વિઝન (Aditya Vision share price) છે. આ શેરે રોકાણકારોના એક લાખ રૂપિયાને 57 લાખ કરી દીધા છે.

માર્કેટ એક્સપર્ટે જણાવ્યું કે વર્ષ 2021માં શેર બજારે રોકાણકારોને માલામાલ કર્યા છે. BSE લિસ્ટેડ આ કંપનીએ રોકાણકારોને આખું વર્ષ મોટો ફાયદો આપ્યો છે. આ ઉપરાંત પાંચ કારોબારી દિવસોમાંથી તે ચાર દિવસ લીલા નિશાનમાં બંધ થયો છે.

આ પણ વાંચો, માત્ર 30 હજાર રૂપિયામાં ખરીદો TVS Jupiter અને Hero Maestro, જાણો સમગ્ર ઓફર

આદિત્ય વિઝન શેર પ્રાઇઝ (Aditya Vision share price)

આદિત્ય વિઝન સ્ટોક BSE SME લિસ્ટેડ સ્ટોક છે જે ડિસેમ્બર 2016માં લિસ્ટ થયો હતો. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં બિહાર સ્થિત રિટેલર સ્ટોકની કિંમત 5 ટકા ઘટી ગઈ હતી, પરંતુ છેલ્લા પાંચ કારોબારી સત્રમાં તે લગભગ 1286.90 રૂપિયાથી વધીને 1415.20 રૂપિયા પર પહોંચી ગયો છે.

છેલ્લા એક મહિનામાં આદિત્ય વિઝનના શેરની કિંમત 607.20 રૂપિયાના સ્તરથી વધીને 1415.20 રૂપિયાના સ્તર પર પહોંચી ગઈ જે તેના શેરધારકો માટે 133 ટકાથી વધુ છે. જો આપણે છેલ્લા 6 મહિનામાં આ SME લિસ્ટેડ સ્ટોકનો ઈતિહાસ જોઈએ તો તે 81.45 રૂપિયાથી વધીને 1415.20 રૂપિયા પ્રતિ શેરના લેવલ પર પહોંચી ગયો છે, જેનાથી તેના રોકાણકારોને 1637 ટકાનું મજબૂત રિટર્ન મળ્યું છે.

એક વર્ષમાં આપ્યું 5630 ટકાનું રિટર્ન

છેલ્લા એક વર્ષમાં આ BSE SME લિસ્ટેડ સ્ટોક 24.70 રૂપિયાથી વધીને 1415.20 રૂપિયા પ્રતિ શેરના લેવલ પર પહોંચી ગયો છે. આ હિસાબથી આ શેરે પોતાના રોકાણકારોને 5860 ટકાનું રિટર્ન આપ્યું છે.

આ પણ વાંચો, Earn Money: 4 રૂપિયાવાળા આ શેરે રોકાણકારોને કર્યા માલામાલ! એક વર્ષમાં લાખ બની ગયા 12 લાખ રૂપિયા
" isDesktop="true" id="1120198" >

એક વર્ષમાં એક લાખ થયા 57.30 લાખ રૂપિયા

જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલા કાઉન્ટરમાં એક લાખનું રોકાણ કર્યું હોય અને હજુ સુધી આ કાઉન્ટરમાં રોકાણ રાખ્યું છે તો તેના એક લાખ રૂપિયા 57.30 લાખ રૂપિયા થઈ ગયા હશે કારણ કે આ અવધિમાં સ્ટોકે 5630 ટકાનું રિટર્ન આપ્યું છે.

(Disclaimer: માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ બજારના જોખમોને આધીન છે. મૂડી રોકાણ કરતા પહેલા રોકાણકારો નિષ્ણાંતની સલાહ લે. News18.com દ્વારા કોઈને પણ પૈસા રોકવાની સલાહ અપાતી નથી)
First published:

Tags: Aditya Vision Stock Price, BSE, Earn money, Investment, Multibagger Stock, NSE, Profit, Share market, Stock market