Home /News /business /

એપ્રિલમાં GST કલેક્શન વધીને રૂ.1.03 લાખ કરોડ થયું, અર્થવ્યવસ્થામાં તેજીના સંકેત

એપ્રિલમાં GST કલેક્શન વધીને રૂ.1.03 લાખ કરોડ થયું, અર્થવ્યવસ્થામાં તેજીના સંકેત

સરકારે એપ્રિલમાં GST સંગ્રહના રૂપમાં રૂ.1.03 લાખ કરોડ રૂપિયા એકઠા કર્યા છે. ગત વર્ષે એક જુલાઇથી લાગુ કરવામાં આવેલા અપ્રત્યક્ષ કર વ્યવસ્થાને સ્થિર થવાનો સંકેત છે.

સરકારે એપ્રિલમાં GST સંગ્રહના રૂપમાં રૂ.1.03 લાખ કરોડ રૂપિયા એકઠા કર્યા છે. ગત વર્ષે એક જુલાઇથી લાગુ કરવામાં આવેલા અપ્રત્યક્ષ કર વ્યવસ્થાને સ્થિર થવાનો સંકેત છે.

    સરકારે એપ્રિલમાં GST સંગ્રહના રૂપમાં રૂ.1.03 લાખ કરોડ રૂપિયા એકઠા કર્યા છે. ગત વર્ષે એક જુલાઇથી લાગુ કરવામાં આવેલા અપ્રત્યક્ષ કર વ્યવસ્થાને સ્થિર થવાનો સંકેત છે. નાણાવર્ષ 2017-18માં GST કલેક્શન 7.41 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે માર્ચમાં રૂ.89,264 કરોડ હતો.

    નાણા મંત્રાલયના એક નિવેદન પ્રમાણે કુલ જીએસટીની આવકની વસૂલાત એપ્રિલ 2018માં રૂ. 1,03,458 કરોડ રહ્યું છે. જેમાં સીજીએસટી રૂ.18,652 કરોડ, એસજીએસટી રૂ.25,074 કરોડ, આઈજીએસટી રૂ.50,548 કરોડ છે. જેમાં ઉપકર રૂ.8554 કરોડ રૂપિયા છે. જેમાં આવકથી પ્રાપ્ત રૂ. 702 કરોડ પણ સામેલ છે. GST સંગ્રહમાં વૃદ્ધિ અર્થવ્યવસ્થામાં તેજી અને સરણ અનુપાલનને ગણાવ્યું છે.

    જોકે, સામાન્ય રીતે એ જોઇ સકાય છે કે, નાણા વર્ષમાં ગત મહિનાઓના બાકી નિકળતા નાણા પણ ભરવાની કોશિશ કરી રહ્યા છે. એટલા માટે એપ્રિલ 2018માં કુલ આવક ભવિષ્ય માટેનું વલણ ન માની શકાય. એપ્રિલ 2018માં સમાધાન બાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની કુલ આવક પ્રાપ્તી કેન્દ્રીય જીએસટીના રૂપમાં રૂ.32,493 કરોડ છે. રાજ્ય જીએસટીના રૂપમાં રૂ.40,257 કરોડ રહી છે. માર્ચ માટે જ્યાં સુધી જીએસટીઆર 3 બી રિટર્નની સંખ્યાનો પ્રશ્ન છે તો 30 એપ્રિલ સુધી 69.5 ટકા રિટર્ન ફાઇલ કરવામાં આવ્યું છે. કુલ 87.12 લાખ પ્રમાણે 60.47 લાખે માર્ચમાં રિટર્ન ફાઇલ કર્યું છે.

    કંપોજીશન યોજના અપનાવનાર કુલ 19.31 લાખ વેપારીઓમાંથી 11.47 લાખને જીેસટીઆર-4 દાખલ કરેલા કુલ 579 કરોડ રૂપિયા કરની ચુકવણી થઇ છે. જે રૂ.1.03 લાખ કરોડની કુલ જીએસટી આવકમાં સામેલ છે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: APRIL, Gst collection

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन