Amazonને મોટો આંચકો- રિલાયન્સ-ફ્યૂચર ગ્રુપની 24,713 કરોડની ડીલ પર SEBIએ મારી મહોર

Amazonને મોટો આંચકો- રિલાયન્સ-ફ્યૂચર ગ્રુપની 24,713 કરોડની ડીલ પર SEBIએ મારી મહોર
પ્રતીકાત્મક તસવીર

SEBIની મંજૂરી મળ્યા બાદ બોમ્બે સ્ટોફ એક્સચેન્જે પણ રિલાયન્સ-ફ્યૂચર ગ્રુપના આ સોદા પર પોતાની મહોર લગાવી દીધી

  • Share this:
    નવી દિલ્હીઃ માર્કેટ રેગ્યૂલેટરી સેબી (SEBI)એ કિશોરી બિયાણી (Kishore Biyani)ના ફ્યૂચર ગ્રુપ (Future Group) અને રિલાયન્સ રિટેલ (Reliance Retail)ની ડીલને મંજૂરી આપી દીધી છે. સેબીએ 20 જાન્યુઆરીએ એક પત્ર જાહેર કરીને પોતાની સહમતિ દર્શાવી છે. રિલાયન્સ રિટેલ મુકેશ અંબાણી (Mukesh Ambani)ની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL)નું રિટેલ એકમ છે.

    ઓગસ્ટ 2020માં કિશોરી બિયાણીએ રિલાયન્સ રિટેલની સાથે 24,713 કરોડ રૂપિયાની ડીલ કરી હતી. આ ડીલ મુજબ ફ્યૂચર ગ્રુપ પોતાની રિટેલ, હોલસેલ, લોજિસ્ટિક્સ અને વેરહાઉસ બિઝનેસ રિલાયન્સ રિટેલ વેન્ચર લિમિટેડ (RRVL)ને વેચશે.



    SEBIએ આ ડીલ પર સહમતિ તો દર્શાવી છે પરંતુ સાથોસાથ કમ્પોઝિટ સ્કીમ ઓફ અરેજમેન્ટની શરતો પૂરી કરવા માટે કહ્યું છે. માર્કેટ રેગ્યૂલેટરે અમેઝોનની ફરિયાદોની પણ નોંધ લીધી છે.

    આ પણ વાંચો, 877 રૂપિયામાં કરો ફ્લાઇટમાં પ્રવાસ, IndiGo અને SpiceJet આપી રહી છે જોરદાર ઓફર

    સેબીએ કહ્યું કે, કંપનીને એ પાકું કરવાનું રહેશે કે ડીલ હેઠળ જે કંપનીની ટ્રાન્સફર થનારી ઇક્વિટી લૉકઇનનો હિસ્સો છે તો તે ડીલ બાદ પણ લૉકઇનમાં રહેશે. SEBIની મંજૂરી મળ્યા બાદ બોમ્બે સ્ટોફ એક્સચેન્જ (Bombay Stock Exchange)એ પણ આ સોદા પર પોતાની મહોર લગાવી દીધી છે. BSEએ એવું પણ કહ્યું છે કે ફ્યૂચર-રિલાયન્સ ગ્રુપના આ સોદા પર સેબીની મંજૂરી કોર્ટમાં પેન્ડિંગ કેસના પરિણામ પર નિર્ભર કરશે.

    આ પણ વાંચો, Joe Bidenના આ નિર્ણયથી 5 લાખ ભારતીયોને થશે ફાયદો, સરળતાથી મળી શકશે નાગરિકતા

    ઓગસ્ટ 2020માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સબ્સિડિયરી કંપની Reliance Retail Ventures Limitedએ ઘોષણા કરી હતી કે તેઓ ફ્યૂચર ગ્રુપના રિટેલ અને હોલસેલ બિઝનેસ ઉપરાંત લોજિસ્ટિક્સ અને વેરહાઉસિંગ બિઝનેસને 24,713 કરોડમાં ખરીદશે. આ ડીલને મંજૂરી આપતા સેબીએ રિલાયન્સને Composite Scheme of Arrangement અનુસાર અનેક શરતો પણ મૂકી છે, જે મુજબ પોતાની સંપત્તિઓને વેચનારી કંપનીને સેબીમાં કંપની કે પછી તેના પ્રમોટર્સની વિરુદ્ધ કોઈ પણ પેન્ડિંગ કાર્યવાહી નેશનલ કંપની ટ્રિબ્યૂનલની સામે સ્કીમ ડોક્યૂમેન્ટ ફાઇલ કરતી વખતે દર્શાવવી પડશે. બીજી તરફ, અમેઝોન તરફથી કરવામાં આવેલી ફરિયાદો અને સુનાવણીઓ વિેશ પણ તેના શેરહોલ્ડર્સની સામે રજૂ કરવાના રહેશે.

    ડિસ્ક્લેમર: ન્યૂઝ18 ગુજરાતી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની કંપની નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનો હિસ્સો છે. નેટવર્ક 18 મીડિયા એન્ડ ઇન્વેસ્ટમેન્ટ લિમિટેડનું સ્વામિત્વ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે છે.
    Published by:Mrunal Bhojak
    First published:January 21, 2021, 13:26 pm

    ટૉપ ન્યૂઝ