Income Tax જમા કરતા લોકો માટે ખુશખબરી, 2 વર્ષની અંદર 24 કલાકમાં મળશે રિટર્ન

લોકોને 24 કલાકની અંદર રિફન્ડ આપવા માટે રાજસ્વ વિભાગે બે વર્ષની અંદર એક સિસ્ટમ બનાવવામાં આવશે.

News18 Gujarati
Updated: February 6, 2019, 4:01 PM IST
Income Tax જમા કરતા લોકો માટે ખુશખબરી, 2 વર્ષની અંદર 24 કલાકમાં મળશે રિટર્ન
લોકોને 24 કલાકની અંદર રિફન્ડ આપવા માટે રાજસ્વ વિભાગે બે વર્ષની અંદર એક સિસ્ટમ બનાવવામાં આવશે.
News18 Gujarati
Updated: February 6, 2019, 4:01 PM IST
ઈન્કમ ટેક્સ જમા કરતા નાગરીકો માટે ખુશખબરી છે. સરકાર તરફથી ઈનકમ ટેક્સ જમા કરતા લોકો માટે અગામી બે વર્ષમાં મોટી સુવિધા શરૂ કરવાની તૈયારી ચાલી રહી છે. ઈન્કમ ટેક્સ જમા કરતા લોકોને 24 કલાકની અંદર રિફન્ડ આપવા માટે રાજસ્વ વિભાગે બે વર્ષની અંદર એક સિસ્ટમ બનાવવામાં આવશે. આ સિસ્ટમમાં આ સુનિશ્ચિત કરવામાં આવશે કે રિટર્નની તપાસ 24 કલાકની અંદર પુરી તઈ જશે અને આ સાથે જ રિફન્ડ પણ જાહેર થઈ જશે.

આ સિસ્ટમને તૈયાર કરવા માટે સરકારે ગત મહિને કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડને સૂચના પ્રૌદ્યોગિકી ઢાંચાને શ્રેષ્ઠ બનાવવા માટે 4,200 કરોડ રૂપિયા સ્વીકૃત કર્યા છે. આનાથી રિટર્ન, રિફન્ડ કર અધિકારી અને કરદાતાનો આમનો-સામનો ન થવા અને સત્યાપન પ્રક્રિયામાં તેજી લાવવામાં મદદ મળશે.

ઉલ્લેખનીય છે કે, સંસદમાં અંતરિમ બજેટ 2019-20 રજૂ કરતા નાણામંત્રી પીયુષ ગોયલે કહ્યું હતું કે, આયકર વિભાગ ઓનલાઈન કામ કરી રહ્યું છે, અને રિફંડ, રિટર્ન, આકલન અને લોકોની ફરિયાદો ઓનલાઈન દુર કરવામાં આવી રહી છે.

પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, સરકારે આયકર વિભાગને વધારેમાં વધારે લોકો માટે અનુકુળ બનાવવા માટે ટેક્નોલોજી આધારિત પરિયોજનાને મંજૂરી આપી છે. તમામ રિટર્નની તપાસ 24 કલાકમાં થશે અને સાથે જ રિફંડ પણ જાહેર કરવામાં આવશે. તેમણે કહ્યું કે, અગામી બે વર્ષમાં રિટર્નન માટે ચકાસણી કરવાનું લગભગ બધુ કામ ઈલેક્ટ્રોનિક રૂપથી થવા લાગશે.
First published: February 6, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...