પાકિસ્તાનને 24 કલાકમાં બીજા બે મોટા ઝટકા! ડૂબ્યા કરોડો રૂપિયા

News18 Gujarati
Updated: August 17, 2019, 7:44 PM IST
પાકિસ્તાનને 24 કલાકમાં બીજા બે મોટા ઝટકા! ડૂબ્યા કરોડો રૂપિયા
પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન (ફાઇલ તસવીર)

ડોલરના મુકાબલે પાકિસ્તાની રૂપિયો 160.87 પર પહોંચી ગયો

  • Share this:
કાશ્મીર મુદ્દા પર એક વાર ફરી પાકિસ્તાનને ફટકો પડ્યો છે. જમ્મુ કાશ્મીરમાં કલમ 370માં ફેરફારના મુદ્દાને પાકિસ્તાનના કહેવા પર ચીને UNSCમાં ઉઠાવ્યો પરંતુ ચીનને છોડી દુનિયાના કોઈ અન્ય દેશનું સમર્થન ન મળ્યું. જ્યારે, કાશ્મીર મુદ્દા પર પાકિસ્તાનની હાર બાદ અને ભારત સાથે વધતા તણાવના કારણે રોકાણકારોએ શેર બજારમાંથી પૈસા નિકાળી લીધા છે. જેના કારણે શેર બજારનો પ્રમુખ ઈન્ડેક્સ KSE100 700 પોઈન્ટ તૂટી ગયો છે. અને કરોડો રૂપિયા થોડી જ મીનિટોમાં ડૂબી ગયા છે. આ સિવાય હવે અમેરિકાએ પાકિસ્તાનને આપવામાં આવતી આર્થિક મદદને પણ ઓછી કરવાની જાહેરાત કરી છે.

અમેરિકાએ પાકિસ્તાનને આપ્યો ઝટકો
આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનને અમેરિકાએ એક મોટો ઝટકો આપ્યો છે. અમેરિકાએ કેરી લૂગર બર્મન એક્ટ હેઠળ પાકિસ્તાનને આપવામાં આવતી પ્રસ્તાવિત આર્થિક મદદમાં 44 કરોડ ડોલર (લગભગ 3036 કરોડ રૂપિયા)નો ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ પાકિસ્તાનને 4.1 અબજ ડોલરની રકમ આપવામાં આવશે.

પાકિસ્તાનાન સમાચાર પત્ર એક્સપ્રેસ ટ્રિબ્યૂનના રિપોર્ટ અનુસાર, આર્થિક મદદમાં ઘટાડાના નિર્ણય વિશે પાકિસ્તાનને ઈમરાન ખાનના અમેરિકા પ્રવાસના ત્રણ અઠવાડીયા પહેલા જ અધિકારીક સૂચના આપી દેવામાં આવી હતી.

અમેરિકા તરફથી આ આર્થિક મદદ પાકિસ્તાન પેપા (પાકિસ્તાન એન્હાંસ પાર્ટનરશિપ એગ્રીમેન્ટ) દ્વારા મેળવે છે.

ડૂબી ગયા કરોડો રૂપિયા - પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનનો પ્રથમ વર્ષનો કાર્યકાળ 28 ઓગસ્ટે પૂરો થઈ રહ્યો છે. આ દરમિયાન પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ખોખલી થઈ ગઈ છે.- વીતેલા એક વર્ષ દરમિયાન દેશમાં મોંઘવારી 11 ટકા થઈ ગઈ છે. જ્યારે, દેશનો વિદેશી મુદ્દા ભંડાર પૂરી રીતે ખાલી થઈ ગયો છે. જેથી વિતેલા એક વર્ષ દરમિયાન પાકિસ્તાનના શેર બજારની માર્કેટ વેલ્યૂ 1 લાખ કરોડ પાકિસ્તાની રૂપિયા ગગડી ગઈ છે. આ દરમિયાન KSE-100 ઈન્ડેક્સ 12596 પોઈન્ટ ગગડી ગયો છે.

વધી રહી છે બેરોજગારી - પાકિસ્તાન સાંખ્યિક બ્યૂરો તરફથી મોંઘવારીના આંકડા અનુસાર, મોંઘવારી વધવાથી ગરીબી રેખામાં રહેતા લોકોની સંખ્યામાં 40 લાખનો વધુ વધારો થઈ જશે, જ્યારે આ વર્ષે દસ લાખ અન્ય લોકો બેરોજગાર થઈ જશે.

- આર્થિક વિશેષજ્ઞોનું માનવું છે કે, મોંઘવારી બે આંકડામાં પહોંચવા અને આર્થિક વિકાસની ગતિ ત્રણ ટકાથી નીચે રહેવાથી દેશ મુદ્રાસ્ફીતિ જનિત મંદીની જાળમાં ફસાઈ શકે છે.

- પાકિસ્તાનમાં મોંઘવારી વધવાનું સૌથી મોટું કારણ પાકિસ્તાની રૂપિયો નબળો થવાનું છે. ડોલરના મુકાબલે પાકિસ્તાની રૂપિયો 160.87 પર પહોંચી ગયો છે. 1 વર્ષ પહેલા 16 ઓગસ્ટે પાકિસ્તાની રૂપિયાની ડોલરના મુકાબલે વેલ્યૂ 123 રૂપિયા હતી.

- જો, પાંચ વર્ષ પહેલાની વાત કરીએ તો, 2014માં પાકિસ્તાનની કરન્સીની વેલ્યૂ 99 રૂપિયા હતી. 2006ની તુલનામાં જોઈએ તો, પાકિસ્તાની રૂપિયાની વેલ્યૂ 59 રૂપિયા હતી.
First published: August 17, 2019, 7:44 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading