FD કરનાર લોકો માટે મહત્વના સમાચાર, 30 જૂન સુધી જમા કરાવો આ ફોર્મ, નહીં તો થશે મોટું નુકસાન

News18 Gujarati
Updated: May 27, 2020, 7:51 PM IST
FD કરનાર લોકો માટે મહત્વના સમાચાર, 30 જૂન સુધી જમા કરાવો આ ફોર્મ, નહીં તો થશે મોટું નુકસાન
પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસની મહામારીના કારણે ચાલું લોકડાઉનને ધ્યાનમાં રાખીને CBDTએ ફોર્મ 15જી અને ફોર્મ 15એચ ભરવાની છેલ્લી તારીખ વધારીને 30 જૂન 2020 કરી દીધી છે.

  • Share this:
નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી સરકારી બેન્ક એસબીઆઈ (SBI-State Bank of India)એ એફડી ઉપર વ્યાજ દરો ઘટાડીને પોતાના ગ્રાહકોને મોટો ફટકો આપ્યો છે. જો તમે 15G અને 15H ફોર્મ જમા (TDS) જમા ન કરાવ્યું તો તમારા નફા ઉપર (વ્યાજની આવક ઉપર) બેન્ક ટીડીએસ કાપી લેશે. આવી સ્થિતિમાં તમારો નફો ઓછો થઈ જશે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની મહામારી (coronavirus)ના કારણે ચાલું લોકડાઉન (lockdown)ને ધ્યાનમાં રાખીને CBDTએ ફોર્મ 15જી અને ફોર્મ 15એચ ભરવાની છેલ્લી તારીખ વધારીને 30 જૂન 2020 કરી દીધી છે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ લોકડાઉનમાં પણ તસ્કરો સક્રિય, મધરાત્રે 2 જ મિનિટમાં બૂલેટની ચોરી કરી ચોર ફરાર

SBI ખાતાધારક ઓનલાઈન પોતાના ખાતામાં લોગઈન કરી શકે છે અને ઈ સેવા અંતર્ગત ફોર્મ જમા કરાવી શકે છે.

-ગ્રાહક ઈ સેવાઓ, '15G / H' વિકલ્પ પસંદ કરો
- હવે ફોર્મ 15G અથવા 15H પસંદ કરો
- ત્યારબાદ Customer Information File (CIF) No ઉપર ક્લિક કરો અને સબમિટ કરી દો.- Submit'button ઉપર ક્લિક કર્યા બાદ, આ તમને એક પેજ ઉપર લઈ જશે, જેમાં પહેલાથી ભરેલી કેટલીક માહિતી હશે. ત્યારબાદ અન્ય માહિતી ભરો

આ પણ વાંચોઃ-પવિત્ર સંબંધો થયા કલંકિત! 9 વર્ષની હતી ત્યારથી સગી બહેન ઉપર ભાઈએ વર્ષો સુધી આચર્યું દુષ્કર્મ

Form 15G અથવા Form 15Hનો શું મતલબ છે?
Form 15G અથવા Form 15H સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે. જેમાં કોઈ વ્યક્તિ જાહેરાત કરે છે કે તેની ઈનકમ ટેક્સેબલ લિમિટ અથવા કર લગાવવા યોગ્ય સીમાથી ઓછી છે. એટલે તેને ટેક્સની સીમામાંથી બહાર રાખવામાં આવે.

First published: May 27, 2020, 6:54 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading