SBI યૂઝર્સ ધ્યાન આપોઃ આ કામ નહીં કરો તો બંધ થઇ જશે તમારું ઓનલાઇન એકાઉન્ટ!

પ્રતિકાત્મક તસવીર

જો તમારી પાસે ખાતું છે તો તમારા માટે આ સમાચાર જાણવા ખૂબ જ મહત્વપૂર્ણ છે. બેંકની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી જણાવે છે કે 1 ડિસેમ્બર પછી, તમારુ ઇન્ટરનેટ બેન્કિંગ બંધ થઈ શકે છે.

  • Share this:
    સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ) ના ખાતાધારકો માટે મોટા સમાચાર. જો તમારી પાસે ખાતું છે તો તમારા માટે આ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. બેંકની વેબસાઇટ પર આપવામાં આવેલી માહિતી જણાવે છે કે 1 ડિસેમ્બર પછી, તમારી ઇન્ટરનેટ બેન્કિંગ બંધ થઈ શકે છે.

    શું છે મામલો?

    એસબીઆઇએ તેની માહિતી તેની સત્તાવાર વેબસાઇટ onlinesbi.com પર આપી છે. આ મુજબ, જો તમે પણ એસબીઆઇ ઇન્ટરનેટ બેન્કિંગનો ઉપયોગ કરી રહ્યા છો પરંતુ તમે હજી સુધી 1 ડિસેમ્બર સુધીમાં તમારો મોબાઇલ નંબર બેંક સાથે રજિસ્ટર(નોંધાવ્યો) નથી કરાવ્યો તો 1 ડિસેમ્બર સુધી આ કામ કરવું જરુરી છે.

    બ્લોક થઇ જશે ઇન્ટરનેટ બેન્કિંગ સેવા

    બેંકે કહ્યું છે કે જો તમે 1 ડિસેમ્બર, 2018 સુધી આ કામ ન કર્યું હોય, તો તમારા ઇન્ટરનેટ બેન્કિંગ બ્લોક કરવામાં આવશે. એસબીઆઈએ કહ્યું છે કે ત્યારબાદ તમે ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા વ્યવહારો કરી શકશો નહીં.

    આવી રીતે કરો અપડેટ

    એસબીઆઈએ કહ્યું છે કે તમારે મોબાઇલ નંબર અપડેટ કરવા માટે શાખામાં જવું પડશે. તમારો મોબાઇલ નંબરને શક્ય તેટલો વહેલી તકે નોંધણી કરાવી લેશો. જેથી તમે કોઈપણ સુવિધાથી વંચિત ન રહો.

    તમારા બેંક એકાઉન્ટ સાથે મોબાઇલ નંબર અપડેટ કરવું એટલે પણ જરુરી છે જેથી તમને તમારી દરેક લેવડ-દેવડની જાણકારી મળી શકે. આનાથી કોઈપણ સંભવિત છેતરપિંડીને ટાળવામાં પણ મદદ મળે છે. મોબાઇલ નંબર્સ અપડેટ કરવો માત્ર જરૂરી છે સાથે જ તમારા માટે પણ ફાયદાકારક છે. તેથી તમારા મોબાઇલ નંબરને તમારા બેંક એકાઉન્ટમાં શક્ય તેટલો વહેલી તકે લિંક કરો.
    Published by:Bhoomi Koyani
    First published: