માર્ચ મહિનાની આ તારીખોમાં રહેશે બેંકની રજા, જાણો લિસ્ટ

માર્ચ મહિનાની આ તારીખોમાં રહેશે બેંકની રજા, જાણો લિસ્ટ
પ્રતિકાત્મક તસવીર

તમને જણાવી દઇએ કે બેંક હોલિડે જુદા-જુદા રાજ્યોમાં અલગ હોય છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી: પ્રાઇવેટ નોકરી કરનારા લોકો માટે બેંકની રજાઓ અંગે જાણવું બહુ જ જરૂરી હોય છે. કેમ કે, તે લોકો સામાન્ય રીતે શનિવારે બેંક સાથે જોડાયેલા કામ કરતાં હોય છે. આથી એ જાણવાનું વધુ જરૂરી બની જાય છે કે, જો તમારે બેંક સંબંધિત કામ હોય તો તે પ્રમાણે રજા લો. તમને જણાવી દઇએ કે બેંક હોલિડે જુદા-જુદા રાજ્યોમાં અલગ હોય છે. સમગ્ર દેશમાં બેંક માત્ર રાષ્ટ્રીય રજાઓના દિવસે જ બંધ રહે છે.

  ઉપરાંત સ્થાનિક તહેવારો અને રાજ્યના મહત્વપૂર્ણ દિવસો પ્રમાણે દરેક રાજ્યોમાં બેંકની સ્થાનિક રજાઓ પણ હોય છે. જો આપણે માર્ચ 2019ની વાત કરીએ તો આ મહિને 2 મોટા તહેવાર છે. એક મહાશિવરાત્રિ અને બીજું હોળી. ચાલો જાણીએ માર્ચમાં કયા દિવસે કયા રાજ્યમાં બેંક હોલિડે રહેશે.  20-21એ હોળીની રજા

  20 માર્ચે (બુધવાર) હોળીના કારણે ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડમાં રજા રહેશે. 21 માર્ચ ગુરુવારે મોટાભાગના રાજ્યમાં બેંકની રજા રહેશે.

  આ પણ વાંચો: ભારતને સપોર્ટ કરનારા ટ્રમ્પના બદલાયા સૂર, સાધ્યું નિશાન

  22 માર્ચે શુક્રવારે બિહાર ડે છે. જેના કારણે બિહારમાં આ દિવસે બેંકની રજા રહેશે. 22 માર્ચે શહીદ ભગતસિંહની પુણ્યતિથિ છે. આ દિવસે પંજાબ અને હરિયાણામાં રજા રહેશે. માર્ચ 2019માં આટલી રજા છે. ઉપરાંત બીજા અને ચોથા શનિવારે પણ બેંકો બંધ રહેશે. બીજો શનિવારે 9 માર્ચે છે અને ચોથો શનિવાર 23 માર્ચે છે.
  Published by:News18 Gujarati
  First published:March 04, 2019, 16:29 pm

  ટૉપ ન્યૂઝ