Home /News /business /

1st August: આજથી બદલાઈ જશે આ અગત્યના નિયમ, દરેક વ્યક્તિ પર પડશે સીધી અસર

1st August: આજથી બદલાઈ જશે આ અગત્યના નિયમ, દરેક વ્યક્તિ પર પડશે સીધી અસર

New Rules from August 1: પહેલી ઓગસ્ટથી કેટલાક નવા નિયમ લાગુ થવાના છે, તેમાં કેટલાક નિયમથી આપને ફાયદો થશે અને કેટલાક આપના ખિસ્સા પર ભારે પડવાના છે

New Rules from August 1: પહેલી ઓગસ્ટથી કેટલાક નવા નિયમ લાગુ થવાના છે, તેમાં કેટલાક નિયમથી આપને ફાયદો થશે અને કેટલાક આપના ખિસ્સા પર ભારે પડવાના છે

  નવી દિલ્હી. આજથી નવો મહિનો શરૂ થઈ રહ્યો છે. આ નવા મહિનાની સાથે જ કેટલાક નવા ફેરફાર (Changes from today) પણ થઈ રહ્યા છે. આજે પહેલી ઓગસ્ટથી દેશભરમાં અનેક અગત્યના ફેરફાર થઈ રહ્યા છે કે નવા નિયમ લાગુ થઈ રહ્યા છે જેની સામાન્ય જનતાથી લઈને ખાસ લોકો, સૌની ઉપર અસર પડશે. તેમાંથી કેટલાક નિયમોથી (New rule from 1 august) આપને ફાયદો થશે અને કેટલાક આપના ખિસ્સા પર ભારણ વધારશે.

  નોંધનીય છે કે, 1 ઓગસ્ટથી બેંકથી થનારી લેવડ-દેવડ રવિવાર અને રજાના દિવસે પણ થઈ શકશે. સાથોસાથ આજથી ATMથી રોકડ ઉપાડવી મોંઘી થઈ રહી છે. પહેલી ઓગસ્ટથી ઈન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક (IPPB)ની ડોર સ્ટેપ સુવિધાનો ચાર્જ આપવો પડશે. આ ઉપરાંત આજથી રવિવારે પણ સેલરી આવી શકશે. તો આવો જાણીએ આ નિયમો વિશે...

  1 ઓગસ્ટથી IPPBના નિયમોમાં ફેરફાર થશે

  1 ઓગસ્ટથી ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેન્ક (IPPB) તેમના ગ્રાહકો પાસેથી ડોર સ્ટેપ બેન્કિંગ માટે ચાર્જ વસૂલશે. હાલમાં IPPB તરફથી ડોરસ્ટેપ બેન્કિંગ માટે કોઈ ચાર્જ વસૂલવામાં આવતો નથી, પરંતુ 1 ઓગસ્ટથી બેન્ક તમામ ગ્રાહક પાસેથી ડોરસ્ટેપ બેન્કિંગ મામલે કેટલીક સર્વિસ પર રૂ. 20 ચાર્જ અને GST વસૂલશે. પોસ્ટ ઓફિસની કેટલીક સ્કીમ જેમ કે, સમૃદ્ધિ યોજના, PPF, RD, LRD માટે રૂ. 20 ચાર્જ અને GST ચૂકવવાનો રહેશે. મોબાઈલ પોસ્ટપેઈડ અને બિલ પેમેન્ટ માટે રૂ. 20 ચાર્જ અને GST ભરવાનો રહેશે.

  ATMમાંથી પૈસા ઉપાડવાનું મોંઘુ થઈ જશે

  1 ઓગસ્ટથી ATMમાંથી પૈસા ઉપાડવાના નિયમોમાં પણ ફેરફાર થઈ રહ્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ ATM ટ્રાન્ઝેક્શન પરના ચાર્જમાં વધારો કર્યો છે. RBIએ ઈન્ટરચેન્જ ફીસ ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટેનો ચાર્જ રૂ. 15થી વધારીને રૂ. 17 કરી દીધો છે. નોન-ફાઈનાન્શિયલ ટ્રાન્ઝેક્શન માટેનો ચાર્જ રૂ. 5થી વધારીને રૂ. 6 કરી દેવામાં આવ્યો છે.

  આ પણ વાંચો, 5 રૂપિયાના શૅરે કર્યો કમાલ, રોકાણકારો થયા માલામાલ! એક વર્ષમાં લાખ બની ગયા 35.30 લાખ

  રજાના દિવસે પણ બેન્કના ખાતામાં પગાર આવશે

  1 ઓગસ્ટ 2021 રવિવાર અથવા અન્ય બેન્કની હોલિડેના દિવસે પણ તમારો પગાર, પેન્શન, ડિવિડન્ડ અને વ્યાજની રકમ તમારા બેન્ક એકાઉન્ટમાં જમા થઈ જશે. હવે રજાના દિવસે તમારો પગાર રોકવામાં નહીં આવે. RBIએ એલાન કર્યું છે કે નેશનલ ઓટોમેટેડ ક્લિઅરિંગ હાઉસ (National Automated Clearing House- NACH) અઠવાડિયાના 7 દિવસ ઉપલબ્ધ રહેશે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) દ્વારા સંચાલિત NACHના માધ્યમથી મોટુ પેમેન્ટ જેમ કે, સેલેરી, પેન્શન, વ્યાજ, ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવે છે. NACHની સુવિધા 1 ઓગસ્ટથી અઠવાડિયાના 7 દિવસ 24 કલાક મળતી થઇ જશે, જેથી કંપનીઓ ગમે ત્યારે સેલેરી ટ્રાન્સફર કરી શકશે.

  ICICI બેન્કના નિયમોમાં થશે ફેરફાર

  દેશના છ મેટ્રોમાં સામાન્ય બચત ખાતું ધરાવતા ગ્રાહકોને ત્રણ ટ્રાન્ઝેક્શન (ફાયનાન્સિયલ અને નોન ફાઈનાન્સિયલ સહિત) ફ્રી મળશે. મેટ્રો સિવાયના શહેરોમાં પાંચ ટ્રાન્ઝેક્શન ફ્રી રહેશે. નિયમ મર્યાદા કરતા વધુના વ્યવહાર માટે પ્રત્યેક ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે રૂ. 20 ચાર્જ લાગશે, જ્યારે નોન ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન માટે રૂ. 8 ચાર્જ વસૂલ કરાશે. ICICI Bankના ગ્રાહક તેમની હોમ બ્રાન્ચમાંથી રૂ. 1 લાખ ઉપાડી શકે છે. રૂ. 1 લાખથી વધુ રકમ ઉપાડ્યા બાદ પ્રતિ રૂ. 1,000 પર રૂ. 5 ચાર્જ ચૂકવવાનો રહેશે. હોમ બ્રાન્ચ સિવાય અન્ય બ્રાન્ચમાંથી તમે પ્રતિદિન રૂ. 25,000 ઉપાડી શકો છો, તેનાથી વધુ રકમ ઉપાડવા પર તે રકમ ચાર્જેબલ રહેશે. ત્યારબાદ પ્રતિ રૂ. 1000 પર રૂ. 5 ચાર્જ ચૂકવવાનો રહેશે.

  આ પણ વાંચો, Dholavira: એવું તે શું છે હડપ્પા સંસ્કૃતિના આ શહેરમાં કે UNESCOની વિશ્વ ધરોહરની યાદીમાં તેનો સમાવેશ થયો?

  સિલિન્ડરના નવા ભાવ જાહેર થશે

  ઉલ્લેખનીય છે કે, 1 ઓગસ્ટથી LPG સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર થશે. દર મહિનાની પહેલી તારીખે ઘરેલૂ ગેસ સિલિન્ડર અને કમર્શિયલ સિલિન્ડરની નવી કિંમતો જાહેર કરવામાં આવે છે.
  Published by:Mrunal Bhojak
  First published:

  Tags: 1 April rule change, ATM withdrawal charges, ICICI Bank rules change, IPPB rules change, LPG Cylinder New Price, New Rules from August 1, Sunday Salary

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन