Home /News /business /Life Insurance Policy: જીવન વીમા પોલીસી ખરીદતી વખતે આ રાઈડર્સ વિશે જાણકારી હોવી જરૂરી, જે તમને આપશે વધુ લાભ
Life Insurance Policy: જીવન વીમા પોલીસી ખરીદતી વખતે આ રાઈડર્સ વિશે જાણકારી હોવી જરૂરી, જે તમને આપશે વધુ લાભ
જીવન વીમા પોલિસી.
Importance of riders in Insurance - રાઈડર લેતા પહેલા કોઈપણ વ્યક્તિએ પોતાની ઉંમર, પરિવારની બીમારીનો ઈતિહાસ અને પોલિસીના પ્રકાર જેવા અનેક બાબતો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.
મુંબઈ: રાઈડર્સ (Riders) વૈકલ્પિક એડ-ઓન્સ છે, જેને ગ્રાહક પોતાની જીવન વીમા પોલિસી (Life Insurance Policy)માં ખૂબ જ ઓછા ખર્ચે ઉમેરીને વધારાની નાણાકીય સુરક્ષા મેળવી શકે છે. આ રાઈડર્સ ગંભીર બીમારીઓ (હ્રદય રોગ સંબંધિત બીમારી, કેન્સર જેવી અન્ય બીમારીઓ), પરમેનેન્ટ ડિસએબિલિટી, હોસ્પિટલાઈઝેશન જેવી જીવન સંબંધિત જોખમ સામે કવરેજ આપે છે. રાઈડર્સ યોગ્ય આર્થિક સુરક્ષાના વિકલ્પ આપીને જરૂરિયાતો અનુસાર પ્લાનને કસ્ટમાઈઝ કરવામાં મદદ કરી શકે છે.
જીવન વીમા પોલિસીથી લાભ પ્રાપ્ત કરવા માટે, તમારે સંભવિત રિસ્ક કવરેજના રાઈડર્સના મહત્વ વિશેની જાણકારી હોવી જોઈએ. જો ઘરના મુખ્ય માણસ સાથે કોઈ દુર્ભાગ્યપૂર્ણ ઘટના થઈ હોય તો જીવન વીમા પોલિસીની મદદથી તેમના પરિવારજનોને નાણાકીય મદદ થાય છે. રાઈડર તમારા જીવન માટે એક સર્વોત્તમ વિકલ્પ બનીને સામે આવ્યો છે, નાણાંકીય સુરક્ષાના હેતુસર વધારાના કવરની સુવિધા પ્રદાન કરે છે.
રાઈડર્સ એટલે શું?
જીવન વીમા પોલિસીમાં વધારાની સુવિધાઓ ઉમેરવા માટે રાઈડરનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈપણ વીમા કંપની રાઈડર્સને મૂળ પોલિસી સાથે ઉમેરીને આપતી નથી. રાઈડર કોઈ પણ વીમા પ્લાન, ટર્મ પ્લાન, ઈન્ડોમેન્ટ પ્લાન, મનીબેક પ્લાન અથવા યૂલિપ સાથે જોડાઈને આવતા નથી. રાઈડર વીમાધારકની જરૂરિયાત અનુસાર પોલિસીને અનુકૂળ બનાવે છે. રાઈડર્સ ખરીદવા માટે તમારે વધારાની રકમ ચૂકવવી પડે છે. તમામ વીમા કંપનીઓની રાઈડર્સની રકમ અલગ અલગ હોય છે. જે ઉંમર, સ્વાસ્થ્ય અને પોલિસીના પ્રકાર જેવી અન્ય બાબતો પર પણ આધાર રાખે છે.
અહીંયા કેટલાક રાઈડર્સ વિશે જાણકારી આપવામાં આવી છે, જેને વીમા પોલિસીની સાથે પસંદગી કરી શકાય છે. જેથી વીમાધારક પોતાને અને પોતાના પરિવારજનોને ભવિષ્યમાં નાણાકીય સુરક્ષા આપી શકે.
ક્રિટિકલ ઈલનેસ રાઈડર
કોઈપણ જીવન વીમા પોલિસી કોઈપણ હેલ્થ ઈમરજન્સી દરમિયાન કવર પૂરું પાડી શકતી નથી. ક્રિટિકલ ઈલનેસ રાઈડર રૂપે રાઈડર ખરીદી શકાય છે. આ રાઈડરને પ્રાથમિક જીવન વીમા પોલિસી સાથે જોડી શકાય છે. કેન્સર, કિડની ફેલ્યોર, લિવર ટ્રાન્સપ્લાન્ટ અતવા કોઈ અન્ય મહત્વના ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ, હાર્ટ ફેલ્યોર જેવી ક્રિટિકલ બીમારીની પરિસ્થિતિમાં વ્યક્તિને ઈલાજ માટે એકત્રિત રકમ આપવામાં આવે છે. આ કારણોસર રાઈડરની મદદથી વ્યક્તિ પરના નાણાંકીય બોજ ઓછો થઈ જાય છે.
પ્રીમિયમ વેવર રાઈડર સાથે ગંભીર બીમારી, પરમેનેન્ટ ડિસએબિલિટી અથવા મૃત્યુ જેવી કોઈપણ અનિચ્છનીય ઘટના બને તો ભવિષ્યમાં કોઈપણ પ્રીમિયમ ભર્યા વગર તમારી વીમા પોલિસી જાહેર થશે. આ કારણોસર રાઈડર સુનિશ્ચિત કરે છે કે, ભવિષ્યમાં બાળકોનું ભણતર, તેમના લગ્ન અથવા ડાઉન પેમેન્ટ જેવા લક્ષ્ય પૂર્ણ કરવા માટેની નાણાંકીય યોજના સુરક્ષિત રહે છે.
ટર્મ રાઈડર
જો વીમાધારકનું મૃત્યુ થાય તો બેઝ પોલિસી સાથે જોડાઈને ટર્મ રાઈડર વધારાનું સમ એશ્યોર્ડ પ્રદાન કરે છે. આ રકમ બેઝ પોલિસી હેઠળ ડેથ બેનેફિટ પાસેથી મળનાર રકમથી વધુ હોય છે. આ પ્રકારે પોલિસીના રિસ્ક કવરેજમાં વધારો થાય છે.
એક્સિડન્ટલ ડેથ બેનેફિટ રાઈડર
આજના સમયમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો થાય છે. અકસ્માત જેવી ઘટનાઓમાં રાઈડર વ્યાપક કવરેજ પ્રદાન કરે છે. અકસ્માતના કારણે મોત થાય તો મૃતકના પરિવારજનોને બેઝ પોલિસી હેઠળ પસંદ કરવામાં આવેલ લાઈફ કવરની સાથે વધારાની દાવાની રકમનો પણ લાભ મળશે.
એક્સિડન્ટલ ટોટલ એન્ડ પરમેનેન્ટ ડિસએબિલિટી રાઈડર
દુર્ઘટનાને કારણે કોઈ વ્યક્તિના જીવનને નુકસાન થઈ શકે છે અને તે વ્યક્તિની હરવા ફરવા અથવા કામ કરવાની ક્ષમતા પર ગંભીર રૂપે અસર થાય છે. આ રાઈડરની મદદથી તમને એકત્રિત રકમનો લાભ મળે છે. જેનાથી તમને ઈલાજનો ખર્ચ, દુર્ઘટનાથી પૂર્ણ અને પરમેનેન્ટ ડિસએબિલિટીના કારણે કામ ના થઈ શકવાને કારણે સેલેરીને નુકસાન થવાની પરિસ્થિતિ સર્જાય તો જીવન નિર્વાહના ખર્ચમાં મદદ થઈ શકે છે.
જો વીમાધારકને હોસ્પિટલમાં દાખલ થવું પડે તો આ રાઈડર તેમને એક નિર્ધારિત રકમની ઓફર કરે છે. જો વીમાધારક ઈન્ટેન્સિવ કેયર યૂનિટમાં ભરતી છે, તો તેમને નિર્ધારિત રકમનો લાભ આપવામાં આવે છે. સર્જરી થાય તે સ્થિતિમાં વીમાધારકને એકત્રિત રકમ આપવામાં આવે છે. આ સર્જરીમાં હાર્ટ સર્જરી પણ શામેલ છે.
રાઈડર લેતા પહેલા ધ્યાનમાં રાખવાની બાબતો
રાઈડર લેતા પહેલા કોઈપણ વ્યક્તિએ પોતાની ઉંમર, પરિવારની બીમારીનો ઈતિહાસ અને પોલિસીના પ્રકાર જેવા અનેક બાબતો પર વિશેષ ધ્યાન આપવું જોઈએ. રાઈડર સાથે સંબંધિત ખર્ચ પર વિચાર કરવો ખૂબ જ જરૂરી છે. વીમા કંપનીઓ રાઈડર માટે ખૂબ જ વધુ રકમ વસૂલે છે. આ રાઈડર ટેક્સ કાયદા હેઠળ છૂટ પણ આપે છે.
દુર્ઘટના વિશે આપણને ક્યારેય ખબર હોતી નથી. આજના સમયમાં ઈન્શ્યોરન્સની ખૂબ જ જરૂરિયાત છે. ઈન્શ્યોરન્સ કંપનીઓ કોઈની લાગણીઓ અને કોઈ વ્યક્તિના જીવન સાથે જોડાયેલ લાગાણીઓને દૂર કરી શકતી નથી. તેઓ નાણાકીય બોજને ઓછો કરી શકે છે. ઉપરાંત અનેક ઈન્શ્યોરન્સ કંપનીઓ રાઈડર્સના માધ્યમથી કસ્ટમાઈઝ્ડ પ્લાન્સ ઓફર કરે છે. આ ઓફરને એકીકૃત જીવન વીમા પોલિસીની સરખામણીએ ઓછા પ્રીમિયમ પર ખરીદી શકાય છે.
આ કારણોસર યોગ્ય રીતે અને કોઈપણ વીમા પોલિસી સાથે સમજૂતી કર્યા વગર એક પ્રતિષ્ઠિત વીમા પોલિસી પાસે વીમા પોલિસી ખરીદી શકે છે. એક વાર બેઝ પોલિસીની પસંદગી કર્યા પછી પોતાની આવશ્યકતા અનુસાર અને બજેટના આધાર પર રાઈડરની સાથે પોલિસીનો લાભ મેળવી શકાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર