Home /News /business /Credit Score: સારો ક્રેડિટ સ્કોર તમને લોન લેવામાં કઇ રીતે કરે છે મદદ? અહી જાણો
Credit Score: સારો ક્રેડિટ સ્કોર તમને લોન લેવામાં કઇ રીતે કરે છે મદદ? અહી જાણો
સારો ક્રેડિટ સ્કોર તમને લોન લેવામાં કઇ રીતે કરે છે મદદ
Good Credit Score: ક્રેડિટ સ્કોર (Credit Score) વ્યક્તિના ક્રેડિટ હિસ્ટ્રીને દર્શાવે છે. તેમાં વ્યક્તિ દ્વારા રાખવામાં આવેલા ક્રેડિટ એકાઉન્ટ્સની સંખ્યા, કુલ દેવું, રિપેમેન્ટ (Repayment) હિસ્ટ્રી (History) અને લોન (Loan) માટે લેનારા દ્વારા કરવામાં આવેલી પૂછપરછનો ઉલ્લેખ હોય છે. એક હિસાબે તે લોન લેનારાની કુંડળી હોય છે
ક્રેડિટ (Credit Score) સ્કોર એ તમારા જીવનનું રિપોર્ટ કાર્ડ સમાન છે, તેમ કહી શકાય. જેમ તમે કયા વિષયમાં કેટલાં હોશિયાર છો, તે તમારુ રિપોર્ટ કાર્ડ દર્શાવે છે. બસ તે જ રીતે ક્રેડિટ સ્કોર દર્શાવે છે કે, તમે ફાઇનાન્સનાં આપ લેની બાબતમાં કેટલાં વિશ્વાસપાત્ર છો. આ ક્રેડિટ સ્કોર 300 થી લઇને 900 વચ્ચેના આંક દ્વારા દર્શાવવમાં આવે છે.
કેટલાક લોકોને બેંકમાંથી સરળતાથી લોન (Loan) મળી જાય છે, જ્યારે કેટલાક લોકોને લોન લેવા ધક્કા ખાવા પડે પડે છે. તમને બેંક તરફથી લોન મળશે કે નહીં, તે તમારા ક્રેડિટ સ્કોર પર નિર્ભર કરે છે. જેમનો ક્રેડિટ સ્કોર સારો છે તેઓ સરળતાથી લોન મેળવી શકે છે. જેથી તમારો ક્રેડિટ સ્કોર 900લ થી જેટલો નજીક હશે તેટલું તમારા માટે સારુ છે.
ક્રેડિટ સ્કોર (Credit Score) વ્યક્તિના ક્રેડિટ હિસ્ટ્રીને દર્શાવે છે. તેમાં વ્યક્તિ દ્વારા રાખવામાં આવેલા ક્રેડિટ એકાઉન્ટ્સની સંખ્યા, કુલ દેવું, રિપેમેન્ટ હિસ્ટ્રી અને લોન માટે લેનારા દ્વારા કરવામાં આવેલી પૂછપરછનો ઉલ્લેખ હોય છે. એક હિસાબે તે લોન લેનારાની કુંડળી હોય છે
આ સ્કોર લોન એપ્લિકેશનમાં 'ફર્સ્ટ ઇપ્રેશન' જેવો હોય છે. જો કે, આનો અર્થ એ નથી કે લોનની અરજી મંજૂર થશે કે નહીં? તે માત્ર CIBIL સ્કોર દ્વારા જ નક્કી કરવામાં આવે છે! પરંતુ આનાથી લોન અરજી મંજૂર થવાની શક્યતા વધી જાય છે.
શું કહે છે એક્સપર્ટ?- Experian ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર નીરજ ધવન કહે છે, જે ગ્રાહકોનો ક્રેડિટ સ્કોર સારો હોય છે ત્યાં જ ધિરાણકર્તાને નાણાં ગુમાવવાનું ઓછું જોખમ રહે છે. તેવી જ રીતે જોખમ ઓછું હોય ત્યારે અરજદારને ઓછા વ્યાજ દરે લોન મળવાની શક્યતાઓ પણ વધી જાય છે. વધુમાં તે કહે છે કે, જ્યારે લોન સમયસર અને નિયમિત રીતે ચૂકવવામાં આવે છે ત્યારે ક્રેડિટ સ્કોર સુધરે છે. આ રીતે વધુ સારા ક્રેડિટ સ્કોર સાથે લોન મેળવવી સરળ બની જાય છે.
વધુ સારો ક્રેડિટ સ્કોર હોવાનો ફાયદો એ છે કે, લોન લેતાં પહેલાં લોન લેનાર પાસે ઘણી બેંકો અને નાણાકીય સંસ્થાઓનો વિકલ્પ હોય છે. તે વ્યાજ દર સહિત અન્ય મહત્વની બાબતોની સરખામણી કરીને પોતાના માટે શ્રેષ્ઠ બેંક પસંદ કરી શકે છે.
સારો ક્રેડિટ સ્કોર શા માટે જરુરી છે? તે લોન મેળવવામાં કઇ રીતે કરે છે મદદ?
નિષ્ણાતોના મતે, જો તમારો ક્રેડિટ સ્કોર 750 થી ઉપર છે તો તેને સારો ક્રેડિટ સ્કોર માનવામાં આવે છે. 750 કે તેથી વધુનો ક્રેડિટ સ્કોર રાખવાથી લોન અથવા ક્રેડિટ કાર્ડ મેળવવાની તકો વધી જાય છે. આમાં, લેનારાને આકર્ષક વ્યાજ દરો પણ મળે છે.
લોન મેળવવી સરળ બને છે- જો ક્રેડિટ સ્કોર 750 કે તેથી વધુ હોય તો તેને સામાન્ય રીતે સારો સ્કોર માનવામાં આવે છે. ધવન કહે છે, “ધિરાણકર્તાઓ સારા ક્રેડિટ સ્કોર સાથે ગ્રાહકોને આકર્ષક ઑફરો આપે છે. લોન મેળવવાનું સરળ બનાવવાની સાથે વ્યાજ દરો અને પ્રોસેસિંગ ફીમાં ડિસ્કાઉન્ટ પણ આપે છે.”
સસ્તા વ્યાજ દરે લોન ઉપલબ્ધ- સારો ક્રેડિટ સ્કોર સસ્તા વ્યાજ દરે લોન મેળવવામાં મદદ કરી શકે છે. ધિરાણકર્તાઓ માટે નાણાં ગુમાવવાનું ઓછું જોખમ હોવાથી, તેઓ સામાન્ય રીતે ઉધાર લેનારને સસ્તા દરે વ્યાજ ઓફર કરે છે.
લોન્ગ ટેન્યોર માટે મળે છે લોન- આ વાતનું ધ્યાન રાખો કે તમારો ક્રેડિટ સ્કોર જેટલો સારો હશે તેટલી વધુ રકમ તમે લોન તરીકે મેળવી શકશો. આ સાથે જ, તમને આ લોન ચૂકવવા માટે વધુ સમય પણ વધુ મળી શકે છે.
ઝડપથી મંજૂર થાય છે એપ્લિકેશન- જે લોકોનો ક્રેડિટ સ્કોર સારો છે, તેમની લોનની અરજી મંજૂર થવામાં વધુ સમય નથી લાગતો. ક્રેડિટ સ્કોર દ્વારા બેંક અંદાજ લગાવે છે કે તમે લોન સરળતાથી ચૂકવી શકશો કે નહીં? તેના આધારે બેંક તમારી અરજીને ઝડપથી મંજૂર કરે છે.
લોન પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જ પર ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ છે- ધિરાણકર્તા તમને તમારા ક્રેડિટ સ્કોરના આધારે ઘણી આકર્ષક ઑફરો પણ આપી શકે છે. જે લોકોનો ક્રેડિટ સ્કોર વધુ સારો છે તેમને બેંક પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જ પર ડિસ્કાઉન્ટ ઓફર કરી શકે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર