મોંધવારીની માર ચણાની દાળની કિંમતમાં 50 ટકાનો વધારો

દેશમાં ચણાની દાળના ઉત્પાદન સામે તેની માંગ વધુ છે.

કૃષિ મંત્રાલયના અહેવાલ મુજબ દેશમાં પીળી દાળની ખપત 30 લાખ ટન છે. જ્યારે ઉત્પાદન 1 લાખ ટન છે.

 • Share this:
  ન્યૂઝ 18 ગુજરાતી: સરકાર પીળી મટર દાળ એટલે કે ચણાની દાળનો ઇમ્પોર્ટ ક્વોટા વધારી શકે છે. ક્વોટા વધારવા અંગે કૃષિ મંત્રાલયે રિપોર્ટ માંગ્યો હતો. કૃષિ મંત્રાલયના અહેવાલ મુજબ, ઇમ્પોર્ટ ક્વોટા લાગવાના કારણે દાળની કિંમતમાં 50 ટકાનો વધારો થયો છે. આ વધારો થવાના કારણે મોંઘવારીનો માર સામાન્ય વર્ગેને પરેશાન કરી શકે છે. હાલમાં આ દાળનો ઇમ્પોર્ટ ક્વોટા 1 લાખ ટનનો છે.

  કૃષિ મંત્રાલયના અહેવાલ મુજબ દેશમાં પીળી દાળની ખપત 30 લાખ ટન છે. જ્યારે ઉત્પાદન 1 લાખ ટન છે. આ અસમતોલન પરથી સ્પષ્ટ થાય છે કે જો દાળનો ઇમ્પોર્ટ ક્વોટા વધે અને તેની કિંમતમાં સતત વધારો થાય તો ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ શકે છે.  સરકારે એપ્રિલ 2018માં ચણાની દાળનો ક્વોટા નક્કી કર્યો હતો. કૃષિ મંત્રાલયની માહિતી મુજબ, ગ્રાહકોની ખાણી પીણીની પેટર્ન બદલાઈ રહી છે જેના કારણે ચણાની દાળની કિંમતો વધી રહી છે.
  Published by:Jay Mishra
  First published: