Home /News /business /ખુશખબર! ટૂંક સમયમાં સસ્તી થશે દાળ, સરકારે લીધો આ મોટો નિર્ણય

ખુશખબર! ટૂંક સમયમાં સસ્તી થશે દાળ, સરકારે લીધો આ મોટો નિર્ણય

કેન્દ્ર સરકારે મસૂર દાળને સસ્તી કરવા માટે ખાસ પગલાં ભર્યા છે, જાણો કેવી રીતે ઘટશે ભાવ

કેન્દ્ર સરકારે મસૂર દાળને સસ્તી કરવા માટે ખાસ પગલાં ભર્યા છે, જાણો કેવી રીતે ઘટશે ભાવ

નવી દિલ્હી. કેન્દ્ર સરકાર (Central Government)એ મસૂર દાળ (Masur Dal) પર આયાત ચાર્જ (Import Duty) ઘટાડીને શૂન્ય કરી દીધો છે અને મસૂરની દાળ પર કૃષિ માળખાકિય સુવિધાના વિકાસ ઉપકર (Agri Infra Development Cess)ને પણ અડધો કરીને 10 ટકા કરી દીધો છે. આ પગલાનો ઉદ્દેશ સ્થાનિક આપૂર્તિને પ્રોત્સાહન અને વધતી કિંમતો પર લગામ કસવાનો છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ આ સંબંધમાં એક અધિસૂચના રાજ્યસભા (Rajya Sabha)માં રજૂ કરી. નિર્મલા સીતારમણે કહ્યું કે અમેરિકા ઉપરાંત અન્ય દેશોની મસૂર દાળ પર આયાત ચાર્જ 10 ટકાથી ઘટાડીને શૂન્ય કરી દેવામાં આવ્યો છે.

તેની સાથે જ, અમેરિકામાં પકવવામાં આવતી કે નિકાસ કરવામાં આવતી મસૂર દાળ પર મૂળ સીમા ચાર્જ 30 ટકાથી ઘટાડીને 20 ટકા કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, મસૂદ દાળ પર કૃષી અવસંરચના વિકાસ ઉપકરને હાલના દર 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરી દેવામાં આવ્યો છે.

ગ્રાહક મામલાઓના મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, હાલ મસૂર દાળનો જથ્થાબંધ ભાવ 30 ટકા વધીને 100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે, જે આ વર્ષે પહેલી એપ્રિલે 70 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો.

આ પણ વાંચો, શું Fastag માટે દર મહિને આપવો પડે છે ચાર્જ? જાણો આવા જ અન્ય સવાલોના જવાબ

ઈન્ડિયા ગ્રેન્સ એન્ડ પલ્સિસ એસોસિએશન (આઇજીપીએ)ના ઉપાધ્યક્ષ બિમલ કોઠારીએ આ મહિનાની શરૂઆતમાં કહ્યું હતું કે, ભારતને પ્રતિ વર્ષ 2.5 કરોડ ટન દાળી જરૂર છે. પરંતુ આ વર્ષે તેમાં ઘટાડો થવાની શક્યતા છે.

આ પણ વાંચો, અડધાથી પણ ઓછી કિંમતમાં ખરીદો Toyota Innova, Ford Ecosport અને મહિન્દ્ર સ્કોર્પિયો, જાણો સમગ્ર ઓફર

સરકારી કૃષિ માળખાકિય સુવિધાને પ્રોત્સાહન આપવા માટે પેટ્રોલ, ડીઝલ, સોનું અને કેટલાક આયાત કરવામાં આવતા કૃષિ પ્રોડક્ટ્સ સહિત કેટલીક વસ્તુઓ પર કૃષિ માળખાકિય સુવિધા અને વિકાસ ઉપકર (એઆઇડીસી) લાગુ કર્યું હતું.
First published:

Tags: Business news, Import, Inflation, Masur Dal, Nirmala Sitharaman, Pulses, મોદી સરકાર, રાજ્યસભા