IMF એપ્રિલમાં કરેલી ભારતના વૃદ્ધિ દરની આગાહીની ફરી સમીક્ષા કરશે, જાણો કારણ

IMF એપ્રિલમાં કરેલી ભારતના વૃદ્ધિ દરની આગાહીની ફરી સમીક્ષા કરશે, જાણો કારણ
પ્રતિકાત્મક તસવીર

કોરોનાના વધતા જતા કેસોને કારણે ભારતના આર્થિક ઉત્પાદન પર તેની નકારાત્મક અસર પડશે.

  • Share this:
ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ(IMF) એ ગુરુવારે કહ્યું કે કોરોનાના વધતા જતા કેસોને કારણે ભારતના આર્થિક ઉત્પાદન પર તેની નકારાત્મક અસર પડશે. તેથી નાણાકીય વર્ષ 2021-22માં ભારતના આર્થિક ઉત્પાદન અંગે IMF દ્વારા કરાયેલા એપ્રિલના 12.5% ​​વૃદ્ધિ ડરની આગાહી પર પણ તેની અસર પડશે. આઈએમએફના પ્રવક્તા ગેરી રાઇસે કહ્યું કે જ્યારે અમે જુલાઈમાં વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક રજૂ કરીશું, ત્યારે વૃદ્ધિની આગાહીની સમીક્ષા કરીશું. જો કે તેમણે આ અંગે કોઈ વિગતવાર માહિતી આપી ન હતી.

રાઇસે જણાવ્યું કે દુનિયાની બીજી સૌથી મોટી વસ્તી ધરાવતા ભારતના વિકાસ, વૈશ્વિક અર્થતંત્ર અને પ્રાદેશિક વિકાસને પ્રભાવિત કરશે. તે આ વાત પર નિર્ભર રહેશે કે કોરોના સંકટ કેટલો સમય ચાલે છે. આપણે બધા સતત ભારતના વિકાસ પર નજર રાખી રહ્યા છીએ.



ભારતની મદદ માટે IMFએ બીજા દેશોની પ્રશંસા કરી

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળે કહ્યું કે ભારત અને આખા વિશ્વમાં કોરોનાને પહોંચી વળવા બહુપક્ષીય સહકાર જરૂરી છે. આઇએમએફએ કોરોના સામે ખરાબ રીતે સંઘર્ષ કરી રહેલા ભારતની મદદ કરવા બદલ ઘણા દેશો દ્વારા કરવામાં આવેલી મદદની પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે કોરોનાને પહોંચી વળવા 40થી વધુ દેશોએ ભારતને તાત્કાલિક સહાયની જાહેરાત કરી છે. જેમાં ઓક્સિજન સપ્લાય ઉપકરણો સહિત અન્ય આવશ્યક સામગ્રી શામેલ છે.

રાઇસે કહ્યું કે, "કોરોનાના કારણે માનવીય દુર્ઘટનાનો સામનો કરી રહેલા ભારતના લોકો પ્રત્યે અમારી સહાનુભૂતિ અને સંવેદના છે. અમે ભારતીય અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છીએ. અમે અમારા તકનીકી સહયોગને વધારવા અને મજબૂત કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છીએ."

કોરોનાના દૈનિક 4 લાખ કેસ નોંધાયા

ભારતમાં દરરોજ કોરોનાના લગભગ 4 લાખ કેસ નોંધાઈ રહ્યા છે. કોરોના કેસમાં સતત વધારો નોંધાતા દેશની સ્વાસ્થ્ય સેવા ખોરંભે છે. સાથે જ ઘણા રાજ્યોમાં મેડિકલ ઓક્સિજનની અછત વર્તાઈ છે.

ઉલ્લેખનીય છે કે, IMFએ ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વૃદ્ધિ દર તેજી સાથે 12.5%એ પહોંચશે તેવું અનુમાન લગાવ્યું છે. જોકે, આ આગાહી એપ્રિલ મહિનાની શરૂઆતમાં કરાઈ હતી. તે સમયે દેશમાં આટલી ખરાબ પરિસ્થિતિ નહોતી.
Published by:News18 Gujarati
First published:May 07, 2021, 15:41 pm

ટૉપ ન્યૂઝ