ભારતીય અર્થવ્યવસ્થા માટે મોટી ખબર સામે આવી છે. આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે (આઈએમએફ) ભારતની ઘણી પ્રસંશા કરી છે. તેની રેંકિંગમાં ભારત હવે દુનિયાની છઠ્ઠી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગઇ છે. આ મામલામાં ભારતે ફ્રાંસને પાછળ છોડી દીધો છે. આઈએમએફે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થા 2.6 ટ્રલિયન ડોલર (લગભગ 170 લાખ કરોડ રૂપિયા)ની થઇ ગઇ છે. જે ફ્રાંસની અર્થવ્યવસ્થાથી વધારે છે.
રિપોર્ટ પ્રમાણે પહેલા ફ્રાંસ છઠ્ઠા સ્થાન પર હતું. હવે ભારતે આની પર કબજો જમાવી લીધો છે. ચીનની અર્થવ્યવસ્થા ભારતથી આગળ છે. ટોપ 5 ઇકોનોમીમાં અમેરિકા, ચીન, જાપાન, જર્મની અને બ્રિટેન સામેલ છે.
આઈએમએફના એપ્રિલ, 2018ના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક પ્રમાણે 2017માં ભારતની જીડીપી લગભગ 170 લાખ કરોડ રૂપિયાની થઇ ગઇ છે. જ્યારે પહેલા આ લગભગ 162 લાખ કરોડ બરાબર હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર