IMFએ GSTને ગણાવ્યું યોગ્ય, કહ્યું- ભારત વિકાસ દરમાં ચીનને પાડી શકે છે પાછળ

આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષના (આઈએમએફ) તાજા રિપોર્ટ પ્રમાણે નરેન્દ્ર મોદી સરકારને રાહતનો શ્વાસ લીધો છે.

આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષના (આઈએમએફ) તાજા રિપોર્ટ પ્રમાણે નરેન્દ્ર મોદી સરકારને રાહતનો શ્વાસ લીધો છે.

  • Share this:
    આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષના (આઈએમએફ) તાજા રિપોર્ટ પ્રમાણે નરેન્દ્ર મોદી સરકારે રાહતનો શ્વાસ લીધો છે. આ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ વર્ષ 2018 માટે ભારતનો વિકાસ દર 7.3 ટકા સુધી રહેવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. જ્યારે કેન્દ્ર સરકારના જીએસટી અને બેંકરપ્સી કોડની પણ સરાહના કરી છે. જો આઈએમએફની ભવિષ્યવાણી સાચી પડી તો ભારત વર્ષ 2018માં ચીનને 0.7 ટકા અને 2019માં 1.2 ટકાના અંતરે પછાડીને વિશ્વની સૌથી જલ્દી વધતી અર્થવ્યવસ્થાવાળો દેશ બની જશે.

    IMFની ઇકોનોમિક આઉટલુક રિપોર્ટ અને એપ્રિલમાં જાહેર વર્લ્ડ ઇકોનોમિક રિપોર્ટના આંકડાની વચ્ચે થોડુ અંતર છે. એપ્રિલના વર્લ્ડ ઇકોનોમિક રિપોર્ટમાં ભારત વર્ષ 2018માં 7.3 હતો ત્યારે 2019માં વિકાસ દર 7.5 રહેવાનુ અનુમાન હતું. જો આઉટલુક રિપોર્ટમાં 2018ના વિકાસ દરને એટલું જ અનુમાનિત કરવામાં આવ્યું છે પરંતુ 2019 માટે વિકાસ દરને થોડુ ઘટાડીને રજૂ કરવામાં આવ્યું છે. આ નવા રિપોર્ટ પ્રમાણે 2019માં 7.5ની જગ્યાએ 7.4 સુધી રહેવાની સંભાવના જાહેર કરવામાં આવી છે.

    આઈએમએફે વર્લ્ડ ટ્રેડ વોરના કારણે ચીનના વિકાસ દર પ્રભાવિત થવાની આશંકા જાહેર કરી છે. રિપોર્ટમાં વર્ષ 2018 માટે 6.6 અને 2019માં 6.2 ટકા ચીનનો વિકાસ દર રહેવાની આશા છે.

    આંતરરાષ્ટ્રીય મુદ્રાકોષે બુધવારે વિવિધ દેશોને સુધારાને પરત લેવા માટે ચેતવ્યો છે. આઈએમએફે કહ્યું કે આ વૈશ્વિક વિત્તીય પ્રણાલી 'ઓછી સુરક્ષિત' થઇ જશે અને સાથે સ્થિરતા જોખમમાં પડી જશે. આઈએમએફે કહ્યું કે સુધાર પ્રયાસો પર આંતરરાષ્ટ્રીય સ્તર પર સમન્વય હોવું જોઇએ. આઈએમએફે આ નિવેદન પોતાના રિપોર્ટમાં કહ્યું છે. તેમણે કહ્યું છે કે વિત્તીય ક્ષેત્ર સુધારના પ્રયાસોમાં આંતરરાષ્ટ્રીય સ્તર પર સમન્વય હોવું જોઇએ. સુધારોના વ્યાપક પ્રભાવનું આંકલન વૈશ્વિક વિત્તીય સંકટના દસ વર્ષ પછી કરવું જોઇએ. સુધારાથી જે પણ પરિણામ સામે આવે છે તેમનું આંકલન કરી તેમને દૂર કરવા જોઇએ.
    Published by:Kaushal Pancholi
    First published: