IMFએ જીડીપી ગ્રોથના અંદાજમાં ભારે ઘટાડો કર્યો, બતાવ્યું આ કારણ

IMFએ જીડીપી ગ્રોથના અંદાજમાં ભારે ઘટાડો કર્યો, બતાવ્યું આ કારણ
IMFએ જીડીપી ગ્રોથના અંદાજમાં ભારે ઘટાડો કર્યો, બતાવ્યું આ કારણ

આઈએમએફે વિત્ત વર્ષ 2019-20 માટે આર્થિક ગ્રોથનો અંદાજ 6.1થી ઘટાડીને 4.8 ટકા કરી દીધો

  • Share this:
    નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષે (IMF) વર્તમાન વિત્ત વર્ષ માટે ભારતીય જીડીપી ગ્રોથના અંદાજને 160 આધાર અંક એટલે 1.6 ટકા ઘટાડી દીધો છે. આઈએમએફે વિત્ત વર્ષ 2019-20 માટે આર્થિક ગ્રોથનો અંદાજ 6.1થી ઘટાડીને 4.8 ટકા કરી દીધો છે. IMFએ કહ્યું છે કે ઘરેલું માંગમાં આશા કરતા વધારે ઘટાડો થયો છે. સાથે વિત્ત વર્ષ 2020-21 માટે પણ જીડીપી ગ્રોથનો અંદાજ 120 આધાર અંક એટલે કે 1.20 ટકા ઘટાડી 7 ટકાના બદલે 5.8 ટકા કરી કરી દીધો છે.

    આ બે કારણોથી મળી શકે છે ગ્રોથને સપોર્ટ


    વિત્ત વર્ષ 2020ના જીડીપી અંદાજમાં 90 ટકા કાપ મુકીને 7.4 ટકાથી ઘટાડી 6.5 ટકા કરી દીધો છે. આઈએમએફે કહ્યું છે કે ગૈર બેન્કિંગ વિત્તીય કંપનીઓનું સંકટ અને ક્રેડિટ ગ્રોથમાં ઘટાડાના કારણે ઘરેલું માંગમાં ઘટાડો થયો છે. જોકે આઈએમએફે એમ પણ કહ્યું છે કે કેન્દ્રીય બેન્ક દ્વારા ઉઠાવેલા પગલાં અને કાચા તેલની કિંમતો સ્થિર રહેવા પર ગ્રોથને સપોર્ટ મળશે.

    આ પણ વાંચો - પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું - સરકાર અને પાર્ટી વચ્ચેની લકીર ખતમ થવા નહીં દઈએ

    વૈશ્વિક ગ્રોથનો અંદાજ પણ ઘટાડ્યો
    આઈએમએફે કહ્યું છે કે વર્ષ 2020માં વૈશ્વિક ગ્રોથ 3.3 ટકાના સ્તરે રહેશે. જે 2019માં 2.9 ટકા રહ્યો હતો. 2019માં આ છેલ્લા એક દાયકામાં નીચલા સ્તરે હતો. ઓક્ટોબર મહિનાના અંદાજના મુકાબલે આ વખતે બંને વર્ષ માટે વૈશ્વિક ગ્રોથમાં 0.1 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. 2021 માટે તે 3.4 ટકા રહેવાનો અંદાજ છે. ઓક્ટોબરના મુકાબલે તેમાં પણ 0.2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
    Published by:Ashish Goyal
    First published:January 20, 2020, 20:20 pm

    ટૉપ ન્યૂઝ