Home /News /business /

આ વર્ષે 7.4 ટકા ગ્રોથ કરશે ભારતીય અર્થતંત્રઃ IMF

આ વર્ષે 7.4 ટકા ગ્રોથ કરશે ભારતીય અર્થતંત્રઃ IMF

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ) ભારતીય વધતી અર્થવ્યવસ્થાના વખાણ કરતા કહ્યું હતું કે, એશિયા આવનારા વર્ષોમાં વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિકાસનો મુખ્ય એન્જીન હશે.

આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ) ભારતીય વધતી અર્થવ્યવસ્થાના વખાણ કરતા કહ્યું હતું કે, એશિયા આવનારા વર્ષોમાં વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિકાસનો મુખ્ય એન્જીન હશે.

    આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ) ભારતીય વધતી અર્થવ્યવસ્થાના વખાણ કરતા કહ્યું હતું કે, એશિયા આવનારા વર્ષોમાં વૈશ્વિક અર્થવ્યવસ્થાના વિકાસનો મુખ્ય એન્જીન હશે. આઈએમએફના જણાવ્યા પ્રમાણે ભારતીય અર્થવ્યવસ્થા વર્ષ 2018માં 7.4 ટકાની ગતિથી વધશે અને 2019માં આ 7.8 ટકા સુધી પહોંચી જશે. આવી જ રીતે ચીનની અર્થવ્યવસ્થા આ વર્ષે 6.4 ટકા રહશે જ્યારે વર્ષ 2019માં 6.4 ટકા પર પહોંચશે.

    ભારત બની ગયું છે દુનિયાનું છઠ્ઠું અર્થતંત્ર

    આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)એ થોડા દિવસ પહેલા ભારતના વખાણ કર્યા હતા. તેની રેકિંગમાં ભારત હવે દુનિયાનું છઠ્ઠી સૌથી મોટું અર્થતંત્ર છે. આ મામલામાં ભારતે ફ્રાન્સને પણ પાછળ છોડી દીધો છે.

    આઈએમએફે પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, ભારતીય અર્થવ્યવસ્થા 2.6 ટ્રિલિયન ડોલર (આશરે 170 લાખ કરોડ રૂપિયા) જે ફ્રાન્સની ઇકોનોમીથી વધારે છે. રિપોર્ટ પ્રમાણે પહેલા ફ્રાંસ છઠ્ઠા સ્થાન ઉપર હતું. હવે ભારતે આ સ્થાન ઉપર કબજો કરી દીધો છે. ચીનની અર્થવ્યવસ્થા ભારતથી આગળ છે. ટોપ 5 ઇકોનોમીમાં અમેરિકા, ચીન, જાપાન, જર્મની અને બ્રિટનનો સમાવેશ થાય છે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: India economy, આઇએમએફ

    આગામી સમાચાર