Home /News /business /IMFએ ઘટાડ્યું ભારતના GDP ગ્રોથનું અનુમાન, છતાં રહેશે સૌથી ઝડપથી આગળ વધનારો દેશ

IMFએ ઘટાડ્યું ભારતના GDP ગ્રોથનું અનુમાન, છતાં રહેશે સૌથી ઝડપથી આગળ વધનારો દેશ

સૌથી ઝડપથી વધતી અર્થવ્યવસ્થા તરીકે રહેશે ભારત.

ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે(IMF)એ 2022 માટે ભારતન જીડીપી વૃદ્ધિ દરનું અનુમાન ઘટાડીને 6.8 ટકા કરી દીધું છે. જ્યારે આઈએમએફનું માનવું કે 2023માં ભારતની અર્થવ્યવસ્થા 6.1 ટકાના દરથી વધશે. વૃદ્ધિ દરનું અનુમાન ઘટાડવામાં આવ્યું હોવા છતાં ભારત સૌથી ઝડપથી આગળ વધતી ઈકોનોમિ તરીકે ચાલુ રહેશે. આઈએમએફનું કહેવું છે કે વિશ્વની ત્રણ સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ અમેરિકા (1.6 ટકા), ચીન(3.2 ટકા) અને યુરો એરિયા(3.1 ટકા)નો ગ્રોથ રેટ 2022માં સસ્તી રહેશે. ઈન્ટરનેશનલ ફન્ડના જણાવ્યા અનુસાર, વૈશ્વિક મુદ્રાસ્ફુર્તિ આ વર્ષે 9.5 ટકા સુધી જઈને નીચે આવવાનું શરૂ થશે અને 2024 સુધી 4.1 ટકા પર આવી જશે.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ ઈન્ટરનેશનલ મોનિટરી ફન્ડે(IMF)એ 2022 માટે ભારતન જીડીપી વૃદ્ધિ દરનું અનુમાન ઘટાડીને 6.8 ટકા કરી દીધું છે. જ્યારે આઈએમએફનું માનવું કે 2023માં ભારતની અર્થવ્યવસ્થા 6.1 ટકાના દરથી વધશે. વૃદ્ધિ દરનું અનુમાન ઘટાડવામાં આવ્યું હોવા છતાં ભારત સૌથી ઝડપથી આગળ વધતી ઈકોનોમિ તરીકે ચાલુ રહેશે. આઈએમએફનું કહેવું છે કે વિશ્વની ત્રણ સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ અમેરિકા (1.6 ટકા), ચીન(3.2 ટકા) અને યુરો એરિયા(3.1 ટકા)નો ગ્રોથ રેટ 2022માં સસ્તી રહેશે. ઈન્ટરનેશનલ ફન્ડના જણાવ્યા અનુસાર, વૈશ્વિક મુદ્રાસ્ફુર્તિ આ વર્ષે 9.5 ટકા સુધી જઈને નીચે આવવાનું શરૂ થશે અને 2024 સુધી 4.1 ટકા પર આવી જશે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા જુલાઈમાં આઈએમએફએ અનુમાન લગાવ્યું હતું કે 2022માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 7.4 ટકા રહેશે. આંતરરાષ્ટ્રીય સંસ્થાનું કહેવું છે કે આ અનુમાન બીજા ત્રિમાસિકમાં આઉટપપુટ આશાથી ઓછું રહેવા અને બહારની માંગમાં નબળાઈને કારણે ઘટાડવામાં આવ્યું છે. આ પહેલા વિશ્વ બેન્કે પણ 2022-23 માટે ભારતના વૃદ્ધ દરનું અનુમાન 1 ટકા ઘટાડીને 6.5 ટકા કરવામાં આવ્યું હતું. વિશ્વ બેન્કે આ માટે વૈશ્વિક પરિસ્થિતિઓને આ માટે જવાબદાર ઠેરવી હતી.

ભારતે અન્ય અર્થવ્યવસ્થાઓથી સારું કર્યું

વિશ્વ બેન્કે ગ્રોથ રેટનું અનુમાન ભલે ઘટાડી દીધું હોય પરંતુ દક્ષિણ એશિયામાં તેનું મુખ્ય અર્થશાસ્ત્રી હાંસ ટિમ્મરે કહ્યું હતું કે ભારતે દક્ષિણ એશિયાની અન્ય અર્થવ્યવસ્થાઓની સરખામણીએ ઘણો સારો દેખાવ કર્યો છે. તેમણે કહ્યું કે ભારત સમગ્ર વિશ્વથી સારુ કરી રહ્યું છે. ભારતમાં ખાસ કરીને સેન્ટ્રલ બેન્કની પાસે ઘણું રિઝર્વ છે. જે ઘણું મદદગાર સાબિત થશે. ટિમ્મરે કોવિડ-19 સંક્ટને સક્રિયાથી સંભાળવા માટે ભારતીય સરકારની પ્રશંસા કરી હતી.

આ પણ વાંચોઃ IMFએ કહ્યું સરકારનો કૉર્પોરેટ ટેક્સ ઘટાડવાનો નિર્ણય યોગ્ય

આરબીઆઈનું અનુમાન છે અધિક

વિશ્વ બેન્ક અને આઈએમએફએ ભારતની વૃદ્ધિનું જે અનુમાન લગાવ્યું છે તે આરબીઆઈના અનુમાનથી ઘણું ઓછું છે. કેન્દ્રીય બેન્કે નાણાંકીય વર્ષ 23માં જીડીપીના 7.2 ટકાના દરથી વધવાની આશા છે. તાજેતરમાં જ એમપીસીની બેઠક પછી આરબીઆઈએ તેમાં કોઈ ફેરફાર કર્યા નથી. જોકે બેન્કે ભૂ-રાજકીય તણાવ અને વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ધીમાપણાના કારણે થનારા નકારાત્મક પ્રભાવોથી જરૂર સતર્ક રહેવા માટે કહ્યું છે.
First published:

Tags: Imf report, International news, RBI Monetary Policy