‘વાયુ’એ રોકી ચોમાસાની ગતી, 2-3 દિવસમાં આગળ વધવાની સંભાવના

પશ્ચિમ તટમાં મહારાષ્ટ્રથી લઈ ગુજરાત સુધી ચક્રવાતના કારણે વરસાદ થયો છે

અત્યાર સુધી, ચોમાસાએ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પૂર્વ ઉત્તર પ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગમાં પહોંચી જવું જોઈએ, પરંતુ ચોમાસુ હજુ મહારાષ્ટ્ર સુધી પણ નથી પહોંચી શક્યું.

 • Share this:
  ચોમાસું ઉત્તર તરફ આગળ વધવાની આશા છે કેમ કે, ચક્રવાત વાયુની તીવ્રતા ઓછી થવાના કારણે અરબ સાગર તરફ આગળ વધવાની ચોમાસાની હવાઓને માર્ગ ધીમો થયો છે. અત્યાર સુધી, ચોમાસાએ મધ્ય પ્રદેશ, રાજસ્થાન, પૂર્વ ઉત્તર પ્રદેશ અને ગુજરાતના કેટલાક ભાગમાં પહોંચી જવું જોઈએ, પરંતુ ચોમાસુ હજુ મહારાષ્ટ્ર સુધી પણ નથી પહોંચી શક્યું.

  ભારતીય હવામાન વિભાગ અનુસાર, ચોમાસુ હજુ પણ દક્ષિણ પ્યાદ્વીપના ઉપર મેંગલોર, મૈસુર, કુડ્ડુલોર અને પૂર્વોત્તરમાં પાસીઘાટ, અગરતલ્લાની ઉપર છે. પશ્ચિમ તટમાં મહારાષ્ટ્રથી લઈ ગુજરાત સુધી ચક્રવાતના કારણે વરસાદ થયો છે. માત્ર દરીયા કાંઠાના કર્ણાટક અને કેરળમાં ચોમાસાના કારણે વરસાદ થયો છે.

  ચક્રવાત વાયુએ રોકી ચોમાસાની સ્પીડ
  હવાામાન વિભાગના અતિરિક્ત મહાનિર્દેશક દેવેન્દ્ર પ્રધાને કહ્યું, ચક્રવાત વાયુના કારણે ચોમાસાની ગતિ રોકાઈ ગઈ છે. વાયુની તીવ્રતા ઓછી થઈ ગઈ છે અને અમે 2-3 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી આશા કરીએ છીએ. દેશમાં ચોમાસાની સુસ્ત ગતીના કારણે તેનો કુલ ઘટાડો 43 ટકા સુધી પહોંચી ગયો છે. મધ્ય પ્રદેશ, ઓડિસા, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને ગોવામાં 59 ટકા વરસાદનો ઘટાડો નોંધાયો છે, જ્યારે પૂર્વ અને પૂર્વોત્તર ભારતમાં 47 ટકા ઘટાડો નોંધાયો છે.

  કેન્દ્રીય જળ આયોગ અનુસાર, દક્ષિણ ભારતીય રાજ્યો અને મહારાષ્ટ્રના જળાશયોમાં જળ સ્તર છેલ્લા 10 વર્ષની એવરેજથી ઓછુ છે. દેશના કેટલાક ભાગમાં ખાસ કરીને પૂર્વી ભારતીય રાજ્યો ઝારખંડ, બિહાર અને ઓડિસામાં ભારે ગરમી પડી રહી છે.

  ચક્રવાત વાયુ સોમવારે પાર કરશે ગુજરાતનો દરીયા કાંઠો
  વાયુ સોમવાર સાંજ સુધીમાં ગુજરાત તટને પાર કરે તેવી આશા છે. આ ચોમાસાની હવાઓને અરબ સાગર તરફ આગળ વધવાનો માર્ગ પ્રશસ્ત કરશે. ચોમાસુ પોતાના સામાન્ય સમયથી લગભગ એક અઠવાડીયા બાદ 8 જૂને કેરળમાં પહોંચ્યું હતું.
  Published by:kiran mehta
  First published: