IMA સ્કેમ : માસ્ટરમાઇન્ડ મંસૂર ખાનની દિલ્હી એરપોર્ટથી ધરપકડ

ઈસ્લામિક બેંકના નામે મોહમ્મદ મંસૂર ખાને 1700 કરોડ રૂપિયાથી વધુનો ગોટાળો કર્યો છે

News18 Gujarati
Updated: July 19, 2019, 9:38 AM IST
IMA સ્કેમ : માસ્ટરમાઇન્ડ મંસૂર ખાનની દિલ્હી એરપોર્ટથી ધરપકડ
ઈસ્લામિક બેંકના નામે મોહમ્મદ મંસૂર ખાને 1700 કરોડ રૂપિયાથી વધુનો ગોટાળો કર્યો છે
News18 Gujarati
Updated: July 19, 2019, 9:38 AM IST
ધર્મના નામે લોકો પાસેથી અબજો રૂપિયાની ઠગી કરનારા આઈ મોનેટરી એડવાઇઝઝરી (IMA) જ્વેલ્સના માલિક મોહમ્મદ મંસૂર ખાન શુક્રવારે ભારત પહોંચ્યો. ભારત પહોંચતા જ ઈન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ તેની ધરપકડ કરી લીધી. આઈ મોનેટરી એડવાઇઝરી પોંજી સ્કેમના માસ્ટરમાઇન્ડ મનાતા મંસૂર ખાનને દુબઈથી દિલ્હી લાવવામાં આવ્યો છે. મંસૂર ખાન હાલ ઈડીની કસ્ટડીમાં છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, મંસૂર ખાન પર ઈડીની સાથોસાથ એસઆઈટીની પણ લુક આઉટ સર્કુલર જાહેર કરવામાં આવી હતી.

મંસૂર ખાનને કસ્ટડીમાં લેતા પહેલા સ્પેશલ ઇન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) ચીફ રવિકાંત ગૌડાએ જણાવ્યું કે, અમને ઇન્ટેલિજન્સ જાણકારી મળી હતી કે મંસૂર દુબઈમાં છુપાયેલો છે. એસઆઈટી ટીમે દુબઈથી મંસૂરની ધરપકડ કરી લીધી છે. ઈડીના અધિકારીઓએ દિલ્હી એરપોર્ટ પહોંચતા જ મંસૂરની કસ્ટડીમાં લઈ લીધો છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

નોંધનીય છે કે, ઈસ્લામિક બેંકના નામે લગભગ 30 હજાર મુસ્લિમોની સાથે છેતરપિંડી કરનારા મોહમ્મદ મંસૂર ખાને 1700 કરોડ રૂપિયાથી વધુનો ગોટાળો કર્યો છે.

આઈએમએની વિરુદ્ધ અત્યાર સુધી 38 હજાર રોકાણકારોએ ફરિયાદ નોંધાવી છે. કહેવાય છે કે હાઈકોર્ટમાં અત્યાર સુધી 18 પિટિશન દાખલ કરવામાં આવી છે. કંપનીમાં રોકાણ કરનારાઓમાં આંધ્ર પ્રદેશ, તેલંગાના અને તમિલનાડુના પણ સામેલ છે.
First published: July 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...