નોકરી છોડી મગજ દોડાવ્યું, આજે બની ગયા રૂ.34,000 કરોડના માલિક, ત્રણ યુવાન ઉદ્યોગસાહસિકોની સફળતાની ગાથા

કંપનીના ફાઉન્ડરની ફાઇલ તસવીર

Sucess Story: આ કંપનીમાં પ્રથમ રોકાણ 2001માં આવ્યું હતું અને પ્રથમ મોટું રોકાણ 2006માં ક્લિયરસ્ટોન વેન્ચર પાર્ટનર્સ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 7.5 મિલિયન ડોલરનું હતું.

  • Share this:
ભારતમાં ઉદ્યોગસાહસિકોની અછત નથી. ઘણા લોકો ચીલાચાલુ નોકરી મૂકીને પોતાનો ઉદ્યોગ-વ્યવસાય શરૂ કરવા ઈચ્છે છે. પરંતુ તેમને કોઈને કોઈ બાબતે કચવાટ હોય છે. આવા લોકોને પ્રેરણા પૂરો પાડે તેવો કિસ્સો કાર્તિક ગણપતિ, એમ એન શ્રીનિવાસુ અને અજય કૌશલનો છે. આ ત્રણેય યુવાનો દ્વારા વર્ષ 2000માં સ્થપાયેલી કંપની BillDeskને Prosus NV દ્વારા 4.7 અબજ ડોલરમાં હસ્તગત કરાઈ છે. BillDesk પેમેન્ટ ગેટવે અને યુટિલિટીઝ બિલ પેમેન્ટ સેગમેન્ટમાં મોટું નામ છે.

કઈ રીતે મળી સફળતા?

IIMમાં ભણેલા આ ત્રણેય યુવાનો અમેરિકાની એકાઉન્ટીગ ફર્મ આર્થર એન્ડરસન (Arthur Andersen)માં નોકરી કરતા હતા. પણ એક દિવસ ઉદ્યોગસાહસિક બનાવની ઇચ્છા સાથે ત્રણેય યુવાનોએ નોકરી છોડી દીધી હતી અને ફિન ટેક કંપનીનું નિર્માણ કરવાનું નક્કી કર્યું હતું. આજે તેનું ટર્નઓવર 34,000 કરોડ રૂપિયાથી વધુ છે.

આ પણ વાંચો - Business Ideas: 3 લાખ રૂપિયાના રોકાણથી શરૂ કરો આ બિઝનેસ, મહિને થશે રૂ. 1.50 લાખની કમાણી

'આ ખૂબ સારી તક હશે તેવો દ્રઢ વિશ્વાસ હતો'

જ્યારે તેમણે ઈન્ટરનેટ સંબંધીત સર્વિસનું સ્વપ્ન જોયું ત્યારે ભારતમાં 50,000 જેટલા પણ ઈન્ટરનેટ યુઝર્સ નહોતા. આ બાબતે BillDeskના સહ સ્થાપકે તાજેતરમાં બિઝનેસ ડેઇલી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, અમે 2000માં શરૂઆત કરી ત્યારે આ ખૂબ સારી તક હશે તેવો દ્રઢ વિશ્વાસ હતો.

કેવા મોટા રોકાણો હતા 

કંપની શરૂ થયા બાદ માત્ર એક દાયકાથી પણ ઓછા સમયમાં તેમની કંપની બિલડેસ્ક 2007 સુધીમાં મોટો નફો રળી રહી હતી. આ કંપનીમાં પ્રથમ રોકાણ 2001માં આવ્યું હતું અને પ્રથમ મોટું રોકાણ 2006માં ક્લિયરસ્ટોન વેન્ચર પાર્ટનર્સ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 7.5 મિલિયન ડોલરનું હતું.

આ પણ વાંચો - મોટી રાહત: 39 જરૂરી દવાની કિંમત ઘટશે, જાણો સરકારનો પ્લાન અને દવાઓની આખી યાદી

2015માં આ કંપની એક અબજ ડોલરની થઇ

ત્યારબાદ 2015માં આ કંપની એક અબજ ડોલરની થઈ ગઈ હતી. નાણાકીય વર્ષ 2021માં તેમની કંપનીની કુલ આવક આશરે 1,800 કરોડ રૂપિયા (253 મિલિયન ડોલર) રહી હતી. આ કંપનીની સફળતા જોઇને સ્વદેશી અને વિદેશી રોકાણકારો આકર્ષાયા હતા. આ દરમિયાન તેનો Prosus સાથે રૂ.34,376માં સોદો થયો છે. અજય, કાર્તિક અને શ્રીનિવાસુના ભાગે 500-500 મિલિયન ડોલર આવશે.
First published: