હવે આ લોકો નહીં બનાવી શકે તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ

કોર્ટની સૂચના અનુસાર અભણ લોકો સમાજ માટે એક ખતરો બની શકે છે કારણ કે તેઓ રસ્તાઓ પરના સંકેતો વાંચી શકે નહીં અને વોર્નિંગ સિંગ્નલને સમજી પણ શકતા નથી.

News18 Gujarati
Updated: May 29, 2019, 4:55 PM IST
હવે આ લોકો નહીં બનાવી શકે તેનું ડ્રાઇવિંગ લાઇસન્સ
અભણ લોકોને હવે ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવશે નહીં.
News18 Gujarati
Updated: May 29, 2019, 4:55 PM IST
રાજસ્થાન હાઈકોર્ટની એક સિંગલ બેંચે આ નિર્દેશ આપ્યો છે. કોર્ટની સૂચના અનુસાર અભણ લોકો સમાજ માટે એક ખતરો બની શકે છે કારણ કે તેઓ રસ્તાઓ પરના સંકેતો વાંચી શકે નહીં અને વોર્નિંગ સિંગ્નલને સમજી પણ શકતા નથી. આનાથી સૌથી પહેલા રસ્તાઓ પર ચાલી રહેલા લોકને વધારે નુકસાન પહોંચે છે. એટલે અભણ લોકોને હવે ડ્રાઇવિંગ લાઇસન્સ આપવામાં આવશે નહીં.

કોર્ટ ટ્રાન્સફોર્મેશન ઓથોરિટીએ નિર્દેશ આપ્યો કે આ મામલે એક માર્ગદર્શિકા નક્કી કરો અને વાંચન અને લેખનમાં સક્ષમ વ્યક્તિને જ ડ્રાઈવિંગ લાઇસન્સ આપવાનું સૂચન કરો. કોર્ટે દીપક સિંહ તરફથી દાખલ કરેલી અરજીને રદ કરી, જેમાં અભણ લોકોને પણ ભારે મોટર વ્હીકલ (HMV) લાઇસન્સ જાહેર કરવાની માંગ કરી હતી.કોર્ટની નજરમાં મોટર વ્હીકલ નિયમો માત્ર વ્યક્તિ વિશેષના ફાયદાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવતા નથી, પરંતુ આ લોકો માટે છે. જે રોડ પર નીકળે છે. એવા વ્યક્તિને લાઇસન્સ જારી કરી શકાતુ નથી. જે અભણ હોય. અભણ વ્યક્તિ માનવીની સુરક્ષા માટે રોડ પર સેફ્ટી બોર્ડને વાંચી શકતા નથી.

જો કે, કેન્દ્ર સરકારના અધિકારીઓએ જણાવ્યું હતું કે મોટર વ્હીકલ નિયમમાં નોન-કોમર્શિયલ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે લઘુત્તમ લાયકાતની કોઈ જોગવાઈ નથી. કોઈપણ વ્યક્તિ પરીક્ષણ પાસ કરી શકે છે અને ડ્રાઇવિંગ લાયસન્સ મેળવી શકે છે, જેને ટ્રાફિક સાઇન અને રસ્તાના સલામતી ધોરણોથી પરિચિત છે. જો કે કોમર્શિયલ વાહન ચલાવવા માટે ડ્રાઈવિંગ લાયસન્સ માટે 8 મુ પાસ કરવું જરૂરી છે.
First published: May 29, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...