IITianએ નોકરી છોડી બેંગ્લોર નજીક 160 ખેડૂતો સાથે મળીને 400 એકરમાં જંગલ ઉગાડ્યું

પ્રતિકાત્મક તસવીર

Community Forest Hyderabad:સફળ ઉદ્યોગસાહસિક અને IITના પૂર્વ વિદ્યાર્થી તરીકે પોતાનું સ્વપ્ન પૂર્ણ કરી રહ્યો હતો. પરંતુ આ કોર્પોરેટ લાઇફસ્ટાઇલથી (Corporate Lifestyle) કંટાળીને ખેતી કરવાનું મન બનાવી લીધું હતું.

 • Share this:
  સુનિથ રેડ્ડી હૈદરાબાદમાં (Sunith Reddy Hyderabad) સફળ ઉદ્યોગસાહસિક અને IITના પૂર્વ વિદ્યાર્થી તરીકે પોતાનું સ્વપ્ન પૂર્ણ કરી રહ્યો હતો. પરંતુ આ કોર્પોરેટ લાઇફસ્ટાઇલથી (Corporate Lifestyle) કંટાળીને ખેતી કરવાનું મન બનાવી લીધું હતું. જે બાદ તેણે 2015-16માં બેંગ્લોરથી (Bangalore) દૂર ઓર્ગેનિક ખેતી (Organic farming) કરવાનો પ્રયાસ કર્યો. કેટલીક મુશ્કેલીઓ પછી તે સફળ થયો. આ અંગે તેણે જણાવ્યું કે, "હું શહેરી જીવનથી કંટાળી ગયો હતો અને મેં તેને છોડીને દૂરના સ્થળે જઈ પ્રકૃતિ સાથે જોડાવા માટે ખેતી કરવાનું નક્કી કર્યું હતું."

  તેણે ઉમેર્યું કે, “મેં નાના પાયે ખેતીના આર્થિક પડકારો શીખ્યા. મેં વ્યક્તિગત રીતે ખેડૂતોની પણ સલાહ લીધી. ઘણા લોકો ખેતીની જમીન ખરીદી અને અઠવાડિયામાં જ ખેડૂત બની ગયા. જોકે, થોડા જ લોકો તેમાં સફળ થયા, પરંતુ ખેતર ન ટકી શકતા ઘણા લોકોએ સંઘર્ષ કરવો પડ્યો. ખર્ચ, વર્કફોર્સ મેનેજમેન્ટ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ નાણાંકીય રોકાણ પૂર્ણ થઈ જતા અન્ય પડકારો ઉભા થયા. વધુમાં અમે લણણી મેળવવામાં સફળ થયા હોવા છતાં તેનો જથ્થો નોંધપાત્ર વળતર ન આપી શક્યો."

  ઘણા લોકો સાથે વાત કર્યા બાદ સુનિતને સમજાયું કે ફુલ ટાઈમ ખેડૂતો વધુ સારું પ્રદર્શન કરી શકતા હતા, કારણ કે તેમનું સંપૂર્ણ ધ્યાન તેમના કામ પર હતું. તેણે જણાવ્યું કે, "મોટી ભૌગોલિક જગ્યા પર ખેતી કરતા ખેડૂતોનો સક્સેસ રેટ વધારે હતો. પરંતુ ઘણા લોકો જમીનનો મોટો હિસ્સો ખરીદવાનું જોખમ ન લઇ શકે. જોકે, આવું ખેડૂતોના નાના જૂથની મદદથી આ શક્ય થઈ શકે છે.

  2017માં સુનિતે પોતાનો આગામી પ્રોજેક્ટ શરૂ કર્યો. જે તેનું જીવન બદલી નાંખશે. સુનિતે એક સફળ સમુદાય વન પ્રોજેક્ટને શરુ કરવા માટે પોતાની નોકરી છોડી દીધી. તેણે પોતાના એક મિત્ર શૌર્ય ચંદ્ર અને અન્ય પાંચ લોકોને સ્થાયી સમુદાયના સભ્ય બનાવ્યા અને તેમના પ્રોજેક્ટને શરુ કરવા માટે હૈદરાબાદમાં 10 એકર ત્યજી દેવાયેલી જમીન મેળવી.

  આ પણ વાંચોઃ-ડેબિટ કાર્ડ પેમેન્ટ, ચેકબુક, પેન્શન આવતા મહિનેથી બદલાઇ રહ્યા છે આ પાંચ નિયમો

  “અમે પુનર્જીવિત ખેતીની રીતોના આધારે એક ટકાઉ ખાદ્ય વન અને સામૂહિક માલિકીની વસવાટ જગ્યાઓ બનાવી. ત્યાં એવા ઘણા લોકો છે જેઓ સ્થાયી થવા માંગે છે અને સ્ટાર્ટઅપ તેમને આત્મનિર્ભર જંગલમાં જગ્યા બનાવવા માટે સક્ષમ બનાવી તેમને સંભાળે છે. અહીં બનાવેલા મકાનો વિવિધ પ્રકારની વનસ્પતિ, પાક અને વૃક્ષો સાથે સ્થાનિક રીતે મેળવેલ સામગ્રીથી બનેલી આધુનિક સુવિધાઓથી સજ્જ છે."

  આ પણ વાંચોઃ-Hot Stocks: આ ત્રણ શેર પર રમો દાવ, 2-3 અઠવાડિયામાં જ મળી શકે છે 9.5% સુધી વળતર

  આ સાહસ પગલું હવે ઘણું આગળ વધી ચૂક્યું છે. સુનિથે 160 ખેડૂતો સાથે મળીને 400 એકરમાં સામુદાયિક જંગલ ઉગાડ્યું છે. તેમણે પોતાના ભવિષ્યના પ્રોજેક્ટ અંગે વાત કરતા જણાવ્યું કે, "હવે, મુંબઈ અને ચિકમગલૂર નજીક વધુ બે સામુહિક આયોજન કરવામાં આવ્યું છે, જે જમીન વિસ્તારને 1000 એકર સુધી વિસ્તૃત કરશે."

  તેમણે જણાવ્યું કે, “ખરીદદારોમાં સામાન્ય કલ્પના ખેતીલાયક જમીનની છે જે સાચી નથી, તે ન તો તે રિયલ એસ્ટેટ સાહસ છે. એકદમ નવો આઈડિયા કેવી રીતે કામ કરે છે, તે સમજાવવામાં સમય લાગે છે. ઉપરાંત પ્રારંભિક સભ્યો પોતાના અનુભવથી ન જુએ, ત્યાં સુધી તેઓ નથી જાણતા કે સમૂહ કેવી રીતે કામ કરશે. જેથી અમે તેને આધાર આપવા માટે શરૂઆતના વર્ષો સપોર્ટ આપીએ છીએ. તેનો અર્થ છે કે સમુદાયના બીજા સભ્યોમાં વિશ્વાસ પેદા થશે.
  Published by:ankit patel
  First published: