Home /News /business /

2023 QS World Rankings List: 2023ની QS વર્લ્ડ રેન્કિંગ સૂચિમાં ભારતની 41 યુનિવર્સિટીઓ, જાણો કઇ-કઇ સંસ્થાઓએ મારી બાજી

2023 QS World Rankings List: 2023ની QS વર્લ્ડ રેન્કિંગ સૂચિમાં ભારતની 41 યુનિવર્સિટીઓ, જાણો કઇ-કઇ સંસ્થાઓએ મારી બાજી

પ્રતીકાત્મક તસવીર (Shutterstock)

2023 QS World Rankings List: આઈઆઈટી બોમ્બે (172મા ક્રમે) ગયા વર્ષની સરખામણીએ પાંચ સ્થાન આગળ વધી છે, જ્યારે આઈઆઈટી દિલ્હી (174મા ક્રમે)ને 11 સ્થાનનો ફાયદો થયો છે.

નવી દિલ્હી: ગત વર્ષે 35થી વધીને 41 ભારતીય યુનિવર્સિટીઓએ (Indian Universities) QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2023 (41 Universities from India in 2023 QS World Rankings List)માં સ્થાન મેળવ્યું છે, જેમાં સાત સંસ્થાઓએ આ વર્ષના ટેબલમાં પ્રવેશ કર્યો છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (વૈશ્વિક સ્તરે 155મું) બેંગલુરુ (indian Institute of science, Bengaluru) ગયા વર્ષથી 31 સ્થાન આગળ વધીને ભારતીય સંસ્થાઓમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે, ત્યારપછી IIT બોમ્બે અને IIT દિલ્હી, આ ત્રણેયને ટોપ 200માં (Top 200) સ્થાન મળ્યું છે.

ભારત સંશોધનના મોરચે પણ મજબૂત રીતે બહાર આવ્યું છે. IISc વૈશ્વિક સ્તરે 'સિટેશન પર ફેકલ્ટી' (CpF) સૂચકમાં નંબર વન તરીકે ઊભરી આવ્યું છે, જેનો ઉપયોગ હાયર એજ્યુકેશન એનાલિસ્ટ ક્વાક્વેરેલી સાયમન્ડ્સ યુનિવર્સિટીઓ દ્વારા સંચાલિત રીસર્ચની અસરનું મૂલ્યાંકન કરવા માટે કરે છે. CpF સૂચક મુજબ જ્યારે યુનિવર્સિટીઓને ફેકલ્ટીના કદ માટે એડજસ્ટ કરવામાં આવે છે, ત્યારે IISc બેંગલુરુ વિશ્વની ટોચની રીસર્ચ યુનિવર્સિટી છે, જેણે આ મેટ્રિક માટે 100/100નો સંપૂર્ણ સ્કોર હાંસલ કર્યો છે. આઈઆઈટી ગુવાહાટી (CpF માટે 37મા ક્રમે), આઈઆઈટી રૂરકી (CpF માટે 47મા ક્રમે) અને નવી એન્ટ્રી યુનિવર્સિટી ઓફ મદ્રાસ (CpF માટે 48મા ક્રમે) પણ વૈશ્વિક ટોપ-50 રીસર્ચ ઇન્સ્ટિટ્યૂશન છે.

ક્યુએસના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ બેન સોટરે જણાવ્યું હતું કે, "રેન્કિંગની આ યાદી વૈશ્વિક મંચ પર તેમની પ્રતિષ્ઠા માટે સકારાત્મક પરિણામો સાથે પોતાના સંશોધનના ફૂટપ્રિન્ટ સુધારવા માટે કેટલીક ભારતીય યુનિવર્સિટીઓ જે ઉત્કૃષ્ટ કાર્ય કરી રહી છે તે દર્શાવે છે. તેનાથી વિપરીત અમારો ડેટાસેટ એ પણ સૂચવે છે કે ભારતીય ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર હજી પણ પર્યાપ્ત શિક્ષણ ક્ષમતા પ્રદાન કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે. જો ભારતે નવી ઊંચાઈએ પહોંચવું હોય તો યુનિવર્સિટીઓની અંદર અને સમગ્ર ક્ષેત્રમાં જોગવાઈઓનું વધુ વિસ્તરણ કરવું જરૂરી બનશે." જે 41 ભારતીય સંસ્થાઓને દર્શાવવામાં આવી હતી, તેમાંથી 12એ ગયા વર્ષની સરખામણીએ તેમના સ્કોરમાં સુધારો દર્શાવ્યો હતો, 12 સ્થિર રહી હતી, 10માં ઘટાડો થયો હતો અને સાત નવી એન્ટ્રીઓ છે.

તમામ IITની સ્થિતિ સુધરી


તમામ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ ટેકનોલોજીએ તેમની સ્થિતિમાં સુધારો કર્યો. આઈઆઈટી બોમ્બે (172મા ક્રમે) ગયા વર્ષની સરખામણીએ પાંચ સ્થાન આગળ વધી છે, જ્યારે આઈઆઈટી દિલ્હી (174મા ક્રમે)ને 11 સ્થાનનો ફાયદો થયો છે. ટોપ 300માં સામેલ અન્ય સંસ્થાઓમાં આઇઆઇટી મદ્રાસ (250મું), આઇઆઇટી કાનપુર (264મું) અને આઇઆઇટી ખડગપુર (270મું સ્થાન)નો સમાવેશ થાય છે.

જાહેર થયેલી જાહેર સંસ્થાઓમાંથી પાંચને અગાઉની આવૃત્તિ - આઈઆઈએસસી, આઈઆઈટીબી, આઈઆઈટીડી, આઈઆઈટીએમ અને આઈઆઈટી-કેજીપીની સરખામણીમાં ઊંચું સ્થાન મળ્યું છે, જ્યારે અન્ય બે દિલ્હી યુનિવર્સિટી અને યુનિવર્સિટી ઓફ હૈદરાબાદને બહાર કરાઇ હતી અને એક આઈઆઈટી-બનારસ હિન્દુ યુનિવર્સિટીએ તેનું રેન્કિંગ જાળવી રાખ્યું હતું.

આ પણ વાંચો: ઘરે બેઠા અભ્યાસ માટે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ઉત્તમ

ખાનગી સંસ્થા


જાહેર થયેલી બે ખાનગી સંસ્થાઓએ ગયા વર્ષની જેમ જ રેન્ક જાળવી રાખ્યો હતો – જેમાં મણિપાલ એકેડેમી ઓફ હાયર એજ્યુકેશન અને બિરલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ સાયન્સનો સમાવેશ થાય છે, જ્યારે ઓપી જિંદાલ ગ્લોબલ યુનિવર્સિટીએ તેના રેન્કિંગમાં સુધારો કરીને 651-700 બેન્ડમાં પ્રવેશ કર્યો છે.

શું છે QS સર્વે?


ચંદીગઢ યુનિવર્સિટી (801-1,000) નવી એન્ટ્રીઓમાં સૌથી નાની છે, કારણ કે તેની સ્થાપના દસ વર્ષ કરતા પણ ઓછા સમય પહેલા કરવામાં આવી હતી. ક્યુએસ (QS) એ વૈશ્વિક સ્તરે 99,000 નોકરીદાતાઓ અને હાયરિંગ મેનેજર્સનો સર્વે કર્યો હતો. જેમના અભિપ્રાયો ક્યુએસ (QS)ના એમ્પ્લોયર રેપ્યુટેશન મેટ્રિક દર્શાવે છે. IIT બોમ્બે અને IIT દિલ્હી આ મેટ્રિકમાં વિશ્વની ટોચની 100માં સ્થાન મેળવનારી માત્ર બે રાષ્ટ્રીય યુનિવર્સિટીઓ છે, જે અનુક્રમે 59મા અને 72મા ક્રમે છે અને દર વર્ષે તેમના ક્રમમાં સુધારો કરે છે.

આ પણ વાંચો: ચાર રૂપિયાના આ શેરે રોકાણકારોને કરી દીધા માલામાલ

આ વર્ષની ક્યૂએસ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ અત્યાર સુધીની સૌથી મોટી રેન્કિંગ છે, જેમાં 100 સ્થળોએ 1,418 સંસ્થાઓ છે, જે ગયા વર્ષે 1,300 હતી. મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી (એમઆઇટી) સતત અગિયારમા વર્ષે વર્લ્ડ નંબર વન પર છે. યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ બીજા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ત્રીજા સ્થાને યથાવત્ છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: University, શિક્ષણ

આગામી સમાચાર