અર્થવ્યવસ્થાને મોટો ઝટકો: IIP ગ્રોથ ઘટી 2% થયો, 4 મહિનાના નીચા સ્તર પર

News18 Gujarati
Updated: August 9, 2019, 9:16 PM IST
અર્થવ્યવસ્થાને મોટો ઝટકો: IIP ગ્રોથ ઘટી 2% થયો, 4 મહિનાના નીચા સ્તર પર
તમને જણાવી દઈએ કે, ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક(IIP)નું કોઈ પણ દેશની અર્થવ્યવસ્થામાં ઘણુ મહત્વ હોય છે. આનાથી ખબર પડે છે કે, દેશની અર્થવ્યવસ્થામાં ઔદ્યોગિક વૃદ્ધિ કઈં ગતિથી થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે, ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક(IIP)નું કોઈ પણ દેશની અર્થવ્યવસ્થામાં ઘણુ મહત્વ હોય છે. આનાથી ખબર પડે છે કે, દેશની અર્થવ્યવસ્થામાં ઔદ્યોગિક વૃદ્ધિ કઈં ગતિથી થઈ રહી છે.

  • Share this:
દેશમાં આર્થિક સુસ્તી સળંગ વધી રહી છે. જૂન 2019માં ઈન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનનો ગ્રોથ ઘટી ચાર મહિનાના નિચા સ્તર પર આવી ગયો છે. જૂન 2019માં IIPનો ગ્રોથ ઘટી 2 ટકા રહ્યો જે મે 2019માં 3.1 ટકા હતો. જૂનમાં મેન્યુફેક્ચરિંગનો ગ્રોથ માત્ર 1.2 ટકા રહ્યો. આના એક મહિના પહેલા મેન્યુફેક્ચરિંગનો ગ્રોથ 2.5 ટકા હતો. પરિસ્થિતિ એ છે કે, માંગ અને ઉત્પાદનમાં સામંજસ્ય બેસાડવા માટે મહિન્દ્રાએ વાહનોનું ઉત્પાદન બે અઠવાડીયા માટે બંધ કરવા માટે મજબૂર થવું પડી રહ્યું છે. આવું જ હાલ ઉદ્યોગોની રફ્તારનું પણ થઈ રહ્યું છે. ખનન અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે ખરાબ પ્રદર્શનના કારણે જૂન મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિદર ઘટીને બે ટકા પર આવી ગયો છે.

એક્સપર્ટનું કહેવું છે કે, કેટલાએ સેક્ટરમાં ઉત્પાદન ઘટવાથી ઔદ્યોગિક ઉત્પાદનમાં ઘટાડો આવ્યો છે. તમને જણાવી દઈએ કે, ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક(IIP)નું કોઈ પણ દેશની અર્થવ્યવસ્થામાં ઘણુ મહત્વ હોય છે. આનાથી ખબર પડે છે કે, દેશની અર્થવ્યવસ્થામાં ઔદ્યોગિક વૃદ્ધિ કઈં ગતિથી થઈ રહી છે.

હવે શું થશે - માર્કેટ એક્સપર્ટ અજય બગ્ગાનું કહેવું છે કે, IIP ગ્રોથ ગગડવાનું અનુમાન પહેલાથી જ હતું. પરંતુ, આ નંબર્સ અનુમાન કરતા ખુબ વધારે ખરાબ છે. ઓટો સેલ્સમાં ઘટાડાની અસર પણ આ આંકડા પર પડી છે. અગામી થોડા મહિનામાં ગ્રોથમાં રિકવરીની આશા છે.

આ દરમ્યાન માઈનિંગ ગ્રોથ 1.6 ટકા રહ્યો. એક મહિના પહેલા મે 2019માં માઈનિંગ ગ્રોથ 3.2 ટકા હતો. જૂન 2019માં ઈલેક્ટ્રિસિટીના ગ્રોથમાં વધારો જોવા મળ્યો છે. જૂનમાં આ ગ્રોથ 8.2 ટકા રહ્યો, મેમાં 7.4 ટકા હતો. જોકે, આ દરમિયાન પ્રાઈમરી ગુડ્સના ગ્રોથમાં ઘણો ઘટાડો રહ્યો છે.

જૂન 2019માં આનો ગ્રોથ માત્ર 0.5 ટકા રહ્યો જે મે 2019માં 2.5 ટકા હતો. જૂન 2019માં કેપિટલ ગુડ્સના ગ્રોથમાં મોટો ઘટાડો નોંધાયો છે. મે 2019ના 0.8 ટકાના મુકાબલે આ ઘટીને જૂનમાં 6.5 ટકા પર આવી ગયો છે. આ દરમિયાન ઈન્ટરમીડિએટ ગુડ્સનો ગ્રોથ મે 2019ના 0.6 ટકાના મુકાબલે વધીને 12.4 ટકા થઈ ગયો છે.

જૂનમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સનો ગ્રોથ ઘણો નબળો રહ્યો. મે 2019માં આનો ગ્રોથ 0.1 ટકા હતો જે જૂન 2019માં ઘટીને 5.5 ટકા પર આવી ગયો. કન્ઝ્યુમર નોન-ડ્યુરેબ્સના ગ્રોથમાં કઈ ખાસ બદલાવ ના રહ્યો. મે 2019ના 7.7 ટકાના મુકાબલે જૂનમાં સામાન્ય વધારા સાથે આ 7.8 ટકા રહ્યો.ચિંતિત કરતા આંકડા - જૂનમાં કેપિટલ ગુડ્સનો ગ્રોથ ઘટીને 6.5 ટકા રહ્યો, જે મે મહિનામાં 0.8 ટકા રહ્યો હતો. જૂનમાં કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ગ્રોથ ઘટીને 5.5 ટકા રહ્યો, જે મેમાં 0.7 ટકા રહ્યો હતો. જૂનમાં કન્ઝ્યુમર નોન-ડ્યુરેબલ્સ ગ્રોથ ઘટીને સામાન્ય વધીને 7.8 ટકા રહ્યો, જે મેમાં 7.7 ટકા રહ્યો હતો.
First published: August 9, 2019
વધુ વાંચો
अगली ख़बर