Home /News /business /

IRCTC shares: આઈઆરસીટીસીનો શેર ખરીદવો કે વેચવો? જાણો સ્ટોક માટે બ્રોકરેજની સલાહ

IRCTC shares: આઈઆરસીટીસીનો શેર ખરીદવો કે વેચવો? જાણો સ્ટોક માટે બ્રોકરેજની સલાહ

ભારતીય રેલવે (ફાઇલ તસવીર)

IRCTC stock : IIFL તરફથી એક નોટમાં જણાવવામાં આવ્યું છે કે, કન્વિનિયન્સ ફી પર 50% આવકનો હિસ્સો લાદવાના રેલવે મંત્રાલયના નિર્ણય અને ઑક્ટોબર-2021માં તેના તાત્કાલિક ઉપાડથી રેગ્યુલેટરી રિસ્ક સામે આવ્યા છે.

મુંબઈ: ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (Indian Railway Catering and Tourism Corporation- IRCTC) નો સ્ટોક 2022 માટે IIFLના ટોચના વેચાણમાંનો એક છે. બ્રોકરેજના દૃષ્ટિકોણથી તેના રિસ્ક રિવોર્ડ અનફેવરેબલ છે. તેજસ ટ્રેનના અનરિઝર્વ્ડ-ટુ-2S કન્વર્ઝન અને હાયર ફિક્સ ચાર્જને ધ્યાનમાં લેવામાં આવે છે. બ્રોકરેજ અનુસાર નબળી રિસ્ક રિવોર્ડની સ્થિતિમાં 2S રૂપાંતરણ અનરિઝર્વ્ડ આવક અને ભારતીય રેલવે તરફથી તેજસ ટ્રેન પર ઉચ્ચ ફિક્સ્ડ શુલ્કના રેગ્યુલેટરી જોખમને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે.

બ્રોકરેજે જણાવ્યું હતું કે જો સરકાર IRCTCમાં વધુ હિસ્સો વેચે છે, તો ટિકિટ બુકિંગ એન્જિનમાં મોનોપોલિના સંભવિત નુકસાનને નકારી શકાય તેમ નથી. PSU સ્ટોક તેનાં 12-મહિનાના ટાર્ગેટ પ્રાઈસ સાથે આવે છે. જણાવી દઈએ કે આ ટાર્ગેટ પ્રાઈસ રૂ. 745 છે.

બ્રોકરેજ હાઉસની નોટ

IIFL તરફથી એક નોટમાં જણાવવામાં આવ્યું છે કે, કન્વિનિયન્સ ફી પર 50% આવકનો હિસ્સો લાદવાના રેલવે મંત્રાલયના નિર્ણય અને ઑક્ટોબર-2021માં તેના તાત્કાલિક ઉપાડથી રેગ્યુલેટરી રિસ્ક સામે આવ્યા છે. 2Q દરમિયાન ભારતીય રેલવેને ચૂકવવાપાત્ર તેજસ ટ્રેનો પર નિશ્ચિત શુલ્કમાં વધારો થયો હતો. મીડિયા રિપોર્ટ્સમાં ઉલ્લેખ છે કે રેલવે મંત્રાલય રેલટેલને IRCTC સાથે મર્જ કરવા પર વિચાર કરી રહ્યું છે. બંને વ્યવસાયોનો અલગ અલગ પ્રકાર મર્યાદિત અવકાશ સાથે જોખમ ઊભું કરી શકે છે.

ભારતીય રેલવેએ મહામારી દરમિયાન તમામ અનરિઝર્વ્ડ કોચને 2S ક્લાસમાં રૂપાંતરિત કર્યા, જેમાં તમામમાં રિઝર્વેશન ફરજીયાત બનાવવામાં આવ્યું છે. સરેરાશ દૈનિક ટિકિટિંગ વોલ્યુમ હાલમાં પ્રી-પેન્ડેમિક લેવલ કરતાં 40% વધારે છે, જેમાં 2S 40% વોલ્યુમમાં પોતાનો ફાળો આપે છે.

ઓનલાઇન ટિકિટ બુકિંગમાં વધારો

બ્રોકરેજ હાઉસના જણાવ્યા મુજબ, મહામારી પછીના સમયમાં 2S વર્ગને ટકાવી રાખવા મેનેજમેન્ટના નિવેદનોમાં અનિશ્ચિતતા સમયની સાથે સતત વધી છે. છેલ્લા એક દશકામાં રેલ ટિકિટોની કુલ સંખ્યા માત્ર મધ્ય-સિંગલ ડિજિટમાં વધી રહી છે અને ઑનલાઇન બુક કરાયેલ ટિકિટનું પ્રમાણ બમણાથી વધીને 80% થઈ ગયું છે. આ સાથે જ 2Sની ગેરહાજરીમાં ટિકિટિંગ વોલ્યુમ વૃદ્ધિ સાધારણ રહી શકે છે.

આ પણ વાંચો: રાકેશ ઝુનઝુનવાલાનું Exit તો ડોલી ખન્નાની Entry: આ શેરને લઈને રોકાણકારો મૂંઝાયા

એરલાઇન ટિકિટમાં 13.5% CAGR (કંપાઉન્ડ એન્યુઅલ ગ્રોથ રેટ) જોવા મળ્યો છે. વધતી ડિસ્પોઝલ આવકને કારણે રેલમાંથી હવાઈ મુસાફરી વધુ પરવડે તેવી બની શકે છે.

(ખાસ નોંધ: અહીં આપવામાં આવેલો અભિપ્રાય જે તે બ્રોકરેજ હાઉસનો છે. ન્યૂઝ18 ગુજરાતી તરફથી ક્યારેય કોઈ શેરની ખરીદી કે વેચાણ માટે સલાહ આપવામાં આવતી નથી.)
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Share market, Stock tips, આઇઆરસીટીસી, ભારતીય રેલવે

આગામી સમાચાર