2019માં બ્રિટનને પછાડી ભારત પાંચમી મોટી અર્થવ્યવસ્થા બનશે- રિપોર્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (ફાઇલ ફોટો)

વર્ષ 2025 સુધીમાં ભારતના જીડીપીનો આકાર જાપાનથી વધુ થઈ જશે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : દેશ માટે મોટા સારા સમાચાર છે. એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે ભારત આ વર્ષે બ્રિટેનને પછાડીને દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. IHS માર્કેટના જાહેર રિપોર્ટમાં એવું અનુમાન કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2025 સુધી ભારત જાપાનને પછાડીને એશિયા પ્રશાંત ક્ષેત્રમાં બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે. લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપની જીત પર આપવામાં આવેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મોદી સરકારના બીજા કાર્યકાળ માટે આર્થિક પરિદૃશ્ય સકારાત્મક નજરે પડે છે. વર્ષ 2019-2023 દરમિયાન જીડીપીનો સરેરાશ વૃદ્ધિ દર 7 ટકાની આસપાસ રહેવાનું અનુમાન છે.

  2019માં ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે

  રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2019માં ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે અને દેશની જીડીપીનો આકાર 3,000 અબજ ડોલરની પાર નીકળી જશે. ભારત આ રીતે બ્રિટનને પાછળ છોડી દેશે. આ રીતે 2025 સુધીમાં ભારતના જીડીપીનો આકાર જાપાનથી વધુ થઈ જશે. એવામાં ભારત એશિયા પ્રશાંતની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે.

  આ પણ વાંચો, મોદી અને ટ્રમ્પ વચ્ચે વધી મિત્રતા, આમ આદમીની જરૂરી ચીજવસ્તુ થઇ શકે સસ્તી!

  રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દુનિયાની મોટી અર્થવ્યવસ્થાઓની રેન્કિંગમાં ભારત સતત આગળ વધશે. વૈશ્વિક જીડીપી વૃદ્ધિમાં ભારતનું યોગદાન પણ વધશે. ભારત એશિયા પ્રશાંતની આર્થિક વૃદ્ધિનું એક મુખ્ય એન્જિન હશે. એશિયન ક્ષેત્રીય વેપાર અને રોકાણના પ્રવાહમાં ભારતનું મુખ્‍ય યોગદાન હશે.

  રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જીડીપીમાં ઉત્પાદન ક્ષેત્રનો હિસ્સો હાલ 18 ટકા છે જ્યારે લક્ષ્ય 25 ટકાનું છે. આગામી બે દશક દરમિયાન ભારત શ્રમ બળમાં દર વર્ષે સરેરાશ 75 લાખ લોકોને જોડશે. IHSએ કહ્યું કે તેનાથી મોદી સરકાર પર ઉત્પાદન અને સેવા ક્ષેત્ર બંનેમાં રોજગાર સર્જન માટે દબાણ રહેશે.
  Published by:Mrunal Bhojak
  First published: