Home /News /business /LIC પોલિસીને મેચ્યોરિટી પહેલા કરવી છે સરેન્ડર, તો જાણી લો આ નિયમ; નહિ તો પછતાશો
LIC પોલિસીને મેચ્યોરિટી પહેલા કરવી છે સરેન્ડર, તો જાણી લો આ નિયમ; નહિ તો પછતાશો
પોલિસીને આ રીતે કરી શકાય સરેન્ડર
ઘણા લોકોને પોલિસી ખરીદ્યા પછી ખબર પડે છે કે, LIC પોલિસી તેમના માટે કોઈ કામની નથી અને પછી તેઓ વચ્ચે તેને સરેન્ડર કરવા માંગે છે. આ ઉપરાંત પણ અન્ય કારણોને લીધે પોલિસી હોલ્ડર ઘણી વાર પોલિસી સરેન્ડર કરવા માંગતા હોય છે. એવામાં જરૂરી છે કે, તેની સાથે જોડાયેલી કેટલાક નિયમો વિશે જાણી લેવું જોઈએ.
નવી દિલ્હીઃ જો તમે પણ એલઆઈસી પોલિસી ખરીદી છે કે પછી તમારી પોલિસી સરેન્ડર કરવા માંગો છો તો આ ખબર તમારા માટે કામની છે. વાસ્તવમાં, ઘણી વાર ગ્રાહકો જાણ્યા વિચાર્યા વિના પોલિસી ખરીદી લે છે. પછી ખબર પડે છે કે, LIC પોલિસી તેમના માટે કોઈ કામની નથી અને પછી તેઓ વચ્ચે તેને સરેન્ડર કરવા માંગે છે. આ ઉપરાંત પણ અન્ય કારણોને લીધે પોલિસી હોલ્ડર ઘણી વાર પોલિસી સરેન્ડર કરવા માંગતા હોય છે. એવામાં જરૂરી છે કે, તેની સાથે જોડાયેલી કેટલાક નિયમો વિશે જાણી લેવું જોઈએ.
જો તમે પોલિસીને પરિપક્વતા પહેલા તેનાથી બહાર નીકળવા માંગો છો, તે તે પોલિસીને સરેન્ડર કરવા માંગો છો, તો આજે અમે તમને તેની સાથે જોડાયેલી કેટલાક નિયમો વિશે જણાવી રહ્યા છીએ.
જાણો શું છે સરેન્ડરના નિયમઃ LIC ગ્રાહકોને પોલિસી સરેન્ડર કરવાનો વિકલ્પ આપે છે, પણ આ બાબતોનું ધ્યાન રાખો
1. જો તમે પરિકપક્વતા પહેલા સરેન્ડર કરો છો, તો તેની વેલ્યૂ ઓછી થઈ જાય છે. 2. રેગ્યુલર પોલિસીમાં પોલિસી સરેન્ડર વેલ્યૂની ગણતરી ત્યારે જ કરી શકાય છે, જ્યારે પોલિસીધારકે સતત 3 વર્ષો સુધી પ્રીમિયમની ચૂકવણી કરી હોય. 3. જ્યારે 3 વર્ષ પહેલા સરેન્ડર કરવાની સ્થિતિમાં કોઈ મૂલ્ય આપવામાં આવતું નથી.
તેના હેઠળ પોલિસીધારકે તેની પોલિસીના ત્રણ વર્ષ પૂરા થયા પછી જ સરેન્ડર કરી શકે છે. જેનો અર્થ છે કે, 3 વર્ષ સુધી પ્રીમિયમ ભરવું પડશે. જો તમે 3 વર્ષ પછી સરેન્ડર કરો છો, તે પહેલા વર્ષમાં ચૂકવેલા પ્રીમિયમ અને એક્સીડેન્ટલ બેનિફિટ માટે ચૂકવવામાં આવેલા પ્રીમિયમને છોડીને, સરેન્ડર મૂલ્ય ચૂકવણી કરાયેલા પ્રીમિયમના લગભગ 30 ટકા હશે. એટલા માટે, જેટલા મોડા તમે પોલિસી સરેન્ડર કરશો તેટલી જ વેલ્યૂ વધારે મળશે.
2. સ્પેશિયલ સરેન્ડર વેલ્યૂ
સ્પેશિયલ સરેન્ડર વેલ્યૂ આમાં (મૂળ વીમા રકમ*(ચૂકવવામાં આવેલા પ્રીમિયમની સંખ્યા/આપવાના પ્રીમિયમની સંખ્યા) + મેળવેલું કુલ બોનસ)* સરેન્ડર વેલ્યૂ ફેક્ટર. આ એક ફોર્મુલા છે, જેનાથી સ્પેશિયલ સરેન્ડર વેલ્યૂ મેળવી શકાય છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર