Home /News /business /તમારી લાડકવાયીના લગ્નના ખર્ચની ચિંતા જરા પણ નહીં રહે, જો આ એક પગલું લીધું હશે

તમારી લાડકવાયીના લગ્નના ખર્ચની ચિંતા જરા પણ નહીં રહે, જો આ એક પગલું લીધું હશે

આ યોજના પર 7.6 ટકાના દરે વ્યાજ મળે છે.

દરેક માતા-પિતા તેમની પુત્રીના ભવિષ્યને નાણાકીય રૂપથી સુરક્ષિત રાખવા માંગે છે. કેન્દ્ર સરકારે આ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી છે. જેના પર વર્તમાન સમયમાં 7.6 ટકાના દરે વ્યાજ મળે છે. આ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી નાની બચત યોજનાઓમાંની એક છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ દરેક માતા-પિતા તેમની પુત્રીના ભવિષ્યને નાણાકીય રૂપથી સુરક્ષિત રાખવા માંગે છે. કેન્દ્ર સરકારે આ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના શરૂ કરી છે. જેના પર વર્તમાન સમયમાં 7.6 ટકાના દરે વ્યાજ મળે છે. આ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી નાની બચત યોજનાઓમાંની એક છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર બચત માટે પબ્લિક પ્રોવિડેન્ટ ફંડ, પોસ્ટ ઓફિસ મન્થલી ઈનકમ સ્કીમ એકાઉન્ટ, 5 વર્ષીય પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝિટ એકાઉન્ટ, સીનિયર સિટિઝન સેવિંગ સ્કીમ, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ, પોસ્ટ ઓફિસ સેવિંગ એકાઉન્ટ, કિસાન વિકાસ પત્ર અને પોસ્ટ ઓફિસ ટાઈમ સ્કીમ પણ ચલાવે છે.

    સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ન્યૂનતમ 250 રૂપિયા અને મહત્તમ 1.5 લાખ જમા કરાવી શકાય છે. આ પર મળવા વાળા વ્યાજ દરને કેન્દ્ર સરકાર દરેક ક્વાટરમાં સુધારો કરે છે. આ યોજનાની એક ખાસ વાત એ છે કે, આમાં રોકાણ પર ટેક્સ છૂટ પણ મળે છે. એવામાં તમે પણ આ યોજનામાં રોકાણ કરીને તમારી પુત્રીના ભવિષ્યને નાણાકીય રૂપથી સુરક્ષિત કરી શકો છો. આવો જાણીએ આ યોજનાની પાંચ ખાસ બાબતો વિશે.

    આ પણ વાંચોઃ Tata, Zomato સહિત આ 10 શેરમાં વિદેશી રોકાણકારોને પૂરો વિશ્વાસ, કરી રહ્યા છે ભારે ખરીદી

    1. વર્તમાનમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ પર વાર્ષિક 7.6 ટકાના દરે વ્યાજ મળે છે. સરકાર દ્વારા કોઈ પણ નાની બચત યોજના પર આપવામાં આવતો આ બીજો સૌથી વધુ વ્યાજ દર છે. સરકાર દર વર્ષે ચાલૂ નાણાકીય વર્ષ માટે વ્યાજ દરની જાહેરાત કરે છે. જો કે વાર્ષિક આધાર પર કમ્પાઉન્ડ હોય છે. દર મહિનાની 5મી તારીખ સુધી જે સૌથી ઓછી રકમ હોય છે તેના પર માસિક વ્યાજ મળે છે.

    2. આ યોજનામાં રોકાણની પરિપક્વતા 21 વર્ષની હોય છે. પુત્રીના લગ્ન વખતે આ યોજનામાં રોકાણ કરવામાં આવેલા રૂપિયાને ઉપયોગમાં લઈ શકાય છે. આ વાતનું ધ્યાન રાખવું પડશે કે, જે પુત્રીના નામ પર આ રોકાણ કરવામાં આવ્યુ છે, લગ્ન વખતે તેની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જોઈએ. જ્યારે, 18 વર્ષની ઉંમર પછી પુત્રીના અભ્યાસ માટે પરિપક્વતા પહેલા થોડી રકમનો ઉપાડ કરી શકાય છે.

    આ પણ વાંચોઃ કાર, ફ્રીજ કે કોઈ નવી વસ્તુ ખરીદતા નહીં, રોકડા રૂપિયા બચાવી રાખજો, જાણો કોણે આપી આ સલાહ

    3. આ એકાઉન્ટના પરિપક્વ થયા પછી આ રકમને તમે તમારી પુત્રી માટે ખર્ચ કરી શકો છો. આ રકમ જેના નામે છે, તેના જ ખાતામાં પરિપક્વતા પછી રોકાણ કરવામાં આવેલી રકમ અને તેનું વ્યાજ જમા કરવામાં આવશે. પરિપક્વતા પછી આ ખાતામાં જમા રકમ પર વ્યાજ મળે છે. જો કે, અન્ય બચત યોજનાઓમાં આ મળતુ નથી. આ વ્યાજ ત્યાર સુધી મળતું રહે છે જ્યાર સુધી આ ખાતાને બંધ કરવામાં આવતુ નથી.

    4. કરમુક્તિના સંદર્ભમાં પણ આ યોજના સૌથી શ્રેષ્ઠ છે. ઈનકમ ટેક્સ એક્ટના સેક્સન 80સી હેઠળ આ યોજનામાં કરવામાં આવેલા રોકાણ પર કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. વ્યાજ પર પણ ઉપાડના સમયે કોઈ ટેક્સ ચૂકવવો પડતો નથી. આ યોજના વ્યાજ, યોગદાન, કમાણી અને નિકાસના સમયે પર કર મુક્તિનો લાભ આપે છે.


    5. સુકન્યા સમૃદ્ધિ યોજનાની એક ખાસ વાત એ છે કે, આ એકાઉન્ટ ઓપરેટ કરવુ ઘણું જ સરળ છે. આ ખાતાને તમે 250 રૂપિયાના ન્યૂનતમ રોકાણની સાથે ખોલાવી શકો છો. જો કે, તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે, આ રકમ વાર્ષિક આધાર પર 1.5 લાખ રૂપિયાથી વધારે ન હોવી જોઈએ.
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Government scheme, Sukanya samriddhi yojana

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन