Home /News /business /Home Loan: હોમ લોન નિપટાવવાના રામબાણ ઈલાજ, EMIમાંથી પણ મળી જશે છૂટકારો
Home Loan: હોમ લોન નિપટાવવાના રામબાણ ઈલાજ, EMIમાંથી પણ મળી જશે છૂટકારો
સમય પહેલા ચૂકવી દો હોમ લોન
આમ તો હોમ લોનની મુદ્દત લાંબી હોય છે. જ્યારે વ્યક્તિ પર આએમઆઈનું ભારણ વધી જાય છે. એટલા માટે આજે અમે તમને આ લેખમાં કેટલાક ખાસ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેનાથી હોમ લોન જલ્દી ચૂકવાઈ જશે અને ઈએમઆઈની ચિંતા પણ નહિ રહે.
નવી દિલ્હીઃ દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તે ધર ખરીદે, પણ તેને ખરીદવું બધા માટે સંભવ નથી. ઘર ખરીદવા માટે હોમ લોનનો સહારો લેવો પડે છે. બેંક વ્યાજ દર પર લોન આપે છે. જેના માટે ગ્રાહકે દર મહિને ઈએમઆઈ ચૂકવવી પડે છે. આમ તો હોમ લોનની મુદ્દત લાંબી હોય છે. જ્યારે વ્યક્તિ પર આએમઆઈનું ભારણ વધી જાય છે. એટલા માટે આજે અમે તમને આ લેખમાં કેટલાક ખાસ ઉપાય વિશે જણાવવા જઈ રહ્યા છીએ. જેનાથી હોમ લોન જલ્દી ચૂકવાઈ જશે અને ઈએમઆઈની ચિંતા પણ નહિ રહે.
જલ્દી હોમ લોન ચૂકવવી કેમ જરૂરી?
હોન લોન માટે ભારે ઈએમઆઈ ચૂકવવી પડે છેય રકમ એટલી વધારે હોય છે કે, તે માસિક બજેટને બગાડી દે છે. એટલા માટે જલ્દી ચૂકવણી કરી દેવી જોઈએ. જ્યારે હોમ લોન લેવામાં આવે છે ત્યારે ધરના દસ્તાવેજ બેંક પાસે જમા કરાવવા પડે છે. જ્યાર સુધી લોનની રકમ ચૂકવી ન દો, ત્યાં સુધી ઘરની માલિકી બેંક પાસે હોય છે.
જો તમારી માસિક આવક સારી છે. તો તમે બેંક પાસે નક્કી ઈએમઆઈમાં વધારો કરી શકો છો. તેનાથી હોમ લોનને જલ્દીથી ચૂકવી શકાય છે. જો ઈએમઆઈને 10 ટકા વધારવામાં આવે તો તે લગભગ 10 વર્ષમાં ચૂકવી શકાય છે.
Published by:Sahil Vaniya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર