Home /News /business /રિટાયરમેન્ટ પછી તમારી પાસે હશે અઢળક રૂપિયા, બસ આ મ્યુચ્યુઅલ ફંડમાં લગાવો રૂપિયા; આપશે તગડું વળતર

રિટાયરમેન્ટ પછી તમારી પાસે હશે અઢળક રૂપિયા, બસ આ મ્યુચ્યુઅલ ફંડમાં લગાવો રૂપિયા; આપશે તગડું વળતર

આ મ્યુચ્યુઅલ ફંડ આપે છે શાનદાર વળતર

Mutual Fund investment: જો તમે પણ નિવૃતિ પછીના જીવન માટે રૂપિયાની વ્યવસ્થા કરવા માંગો છો, તો તમારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ. મ્યુચ્યુઅલ ફંટમાં વધારે વળતર મળે છે. જો કે, નાની બચત યોજનાઓ અને એફડીના પ્રમાણમાં મ્યુચ્યુઅલ ફંડમાં જોખમ વધારે હોય છે. બચતની સાથે આ ફંડમાં રોકાણ કરવા પર રોકાણકારોને ઈનકમ લાભ પણ મળે છે.

વધુ જુઓ ...
    નવી દિલ્હીઃ જો તમે પણ નિવૃતિ પછીના જીવન માટે રૂપિયાની વ્યવસ્થા કરવા માંગો છો, તો તમારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું જોઈએ. મ્યુચ્યુઅલ ફંટમાં વધારે વળતર મળે છે. જો કે, નાની બચત યોજનાઓ અને એફડીના પ્રમાણમાં મ્યુચ્યુઅલ ફંડમાં જોખમ વધારે હોય છે. બચતની સાથે આ ફંડમાં રોકાણ કરવા પર રોકાણકારોને ઈનકમ લાભ પણ મળે છે. ગત કેટલાક વર્ષોમાં ઘણા રિટાયરમેન્ટ બેનિફિટ ફડોએ રોકાણકારોને સારું વળતર આપ્યુ છે.

    ઓસોશિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ ઈન ઈન્ડિયાની વેબસાઈટ પર 15 નવેમ્બર સુધીના આંકડાઓના આધાર પર અમે તમને તે રિટાયરમેન્ટ મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓની જાણકારી આપી રહ્યા છીએ, જેણે શરૂઆતથી અત્યાર સુધી સૌથી વધારે વળતર આપ્યુ છે.

    આ પણ વાંચોઃ ઉતાર-ચડાવ સાથે બજારનું ફ્લેટ ઓપનિંગ, Paytm, Nykaa, Bajaj Autoના શેર ફોકસમાં

    SBI રિટાયરમેન્ટ બેનિફિટ ફંડ


    BSE 500 ટોટલ વળતર ઈન્ડેક્સને ટ્રેક કરવા વાળા એસબીઆઈ રિટાયરમેન્ટ બેનિફિટ ફંડના ડાયરેક્ટ પ્લાન ‘એગ્રેસિવ’એ તેની શરૂઆતથી લઈને અત્યાર સુધી 23.37 ટકા વળતર આપ્યુ છે. જ્યારે, તેના રેગ્યુલર પ્લાનનું વાર્ષિક વળતર 21.56 ટકા રહ્યુ છે.

    HDFC રિટાયરમેન્ટ સેવિંહ ફંડ ઈક્વિટી પ્લાન


    HDFC રિટાયરમેન્ટ સેવિંહ ફંડના ડાયરેક્ટ પ્લાન ‘ઈક્વિટી પ્લાન’એ પણ હજુ સુધી શાનદાર વળતર આપ્યુ છે. ડાયરેક્ટ પ્લાને વાર્ષિક 20.12 ટકાના દરે વળતર આપ્યુ છે. જ્યારે રેગ્યુલર પ્લાનનું વાર્ષિક વળતર 18.44 ટકા રહ્યુ છે.

    SBI રિટાયરમેન્ટ બેનિફિટ ફંડ એગ્રેસિવ હાઈબ્રિડ પ્લાન


    SBI રિટાયરમેન્ટ બેનિફિટ ફંડના ડાયરેક્ટ પ્લાન ‘એગ્રેસિવ હાઈબ્રિડ પ્લાન‘એ લોન્ચ થયા પછી હજુ સુધી રોકાણકારો 20.13 ટકા વળતર આપ્યુ છે. એસબીઆઈ રિટાયરમેન્ટ બેનિફિટ ફંડના રેગ્યુલર પ્લાનનું વાર્ષિક વળતર હજુ સુધી 18.53 ટકા રહ્યુ છે.

    આ પણ વાંચોઃ રાશનકાર્ડ ધારકો માટે આવી ખુશખબર, હવે 21 કિલો ઘઉં અને 14 કિલો ચોખા મળશે

    ICICI પ્રુડેન્શિયલ રિટાયરમેન્ટ ફંડ પ્યોર ઈક્વિટી પ્લાન


    ICICI પ્રુડેન્શિયલ રિટાયરમેન્ટ ફંડના ડાયરેક્ટ પ્લાન ‘પ્યોર ઈક્વિટી પ્લાન’એ તેની શરૂઆતથી લઈને અત્યાર સુધી રોકાણકારોને 18.71 ટકા વળતર આપ્યુ છે. આ યોજનાના રેગ્યુલર પ્લાને પણ શાનદાર વળતર આપ્યુ છે. તેની લોન્ચિંગ પછી અત્યાર સુધી તેણે રોકાણકારોને 16.78 ટકા વળતર આપ્યુ છે.

    HDFC રિટાયરમેન્ટ સેવિંગ્સ ફંડ હાઈબ્રિડ ઈક્વિટી પ્લાન


    HDFC રિટાયરમેન્ટ સેવિંગ્સ ફંડના ડાયરેક્ટ પ્લાન ‘હાઈબ્રિડ ઈક્વિટી પ્લાન’ની સ્થાપના પછી તેણે વાર્ષિક 17.01 ટકાના દરે વળતર આપ્યુ છે. આ યોજનાના રેગ્યુલર પ્લાને વાર્ષિક 15.37 ટકા વળતર આપ્યુ છે.


    ટાટા રિટાયરમેન્ટ સેવિંગ મોડરેટ


    ટાટા રિટાયરમેન્ટ સેવિંગ મોડરેટના ડાયરેક્ટ પ્લાને લોન્ચ થયા પછી 15.35 ટકાનું વળતર આપ્યુ છે. આ યોજનાના રેગ્યુલર પ્લાનમાં રોકાણ કરવા વાળાને પણ 14.18 ટકા વળતર મળ્યુ છે.

    (Disclaimer: અહીં આપવામાં આવેલી રોકાણની સલાહ એક્સપર્ટ્સના અંગત મત રજૂ કરે છે. ન્યુઝ 18 ગુજરાતી કે તેનું મેનેજમેન્ટ તેના માટે જવાબદાર નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા આપના ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ ચોક્કસ લો.)
    Published by:Sahil Vaniya
    First published:

    Tags: Business news, Investment, Mutual fund

    विज्ञापन
    विज्ञापन